વર્ષ 2021 (Year Ender 2021) ગુજરાત સરકાર ખાસ કરીને ગાંધીનગર (Important Talks of Gandhinagar) માટે ઘણા ઉતાર-ચઢાવ વાળુ નીવડુ. જેમાં કોરોના કાળમાં સરકાર સમક્ષ ઊભા થયેલ પડકાર બાદમા સમગ્ર પ્રધાનમંડળને બદલવાનો નિર્ણય.
1. વિજય રૂપાણી સરકાર દ્વારા વર્ષ 2021માં ઉત્તરાયણ ઉજવણી (Uttarayan 2021)ની મંજૂરી આપવામાં આવી, જે અગાઉ કોરોનાના કારણે એક પણ તહેવારની મંજૂરી આપવામાં આવી ન હતી ત્યારે પ્રથમ વખત કોરોના કાળમાં વિજય રૂપાણીની સરકારે વર્ષ 2021 જાન્યુઆરીમાં ઉતરાણની ઉજવણી કરવાની મંજૂરી આપી, પરંતુ અમુક જગ્યાએ ધાબા ઉપર પોલીસ દ્વારા પણ લોકો વધુ ભેગા થાય તે બાબતની પણ ચકાસણી કરવામાં આવી હતી.
2. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનાર વિધાનસભા બજેટ અનેક ધારાસભ્યો અને અધિકારીઓ સહીત વારાફરથી કોરોનાના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા અને ત્યારબાદ સમગ્ર શહેરની શરૂઆત થઈ. જે શરૂઆત સમગ્ર એપ્રિલ મહિનો અને માર્ચ મહિના દરમિયાન રહી હતી, બીજી લહેર દરમિયાન ખાનગી લેબોરેટરી દ્વારા અનેક ગણો ભાવ વસૂલ કરવામાં આવતો હતો, ત્યારે વિજય રૂપાણીની સરકારે કોરોના RTPCR રિપોર્ટના ભાવમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો
3. રાજ્યમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોનાની બીજી લહેર એવી આવી કે રાજ્ય સરકારે આંશિક Lockdownની જાહેરાત (Lockdown in Gujarat)કરવી પડી હતી. જેમાં તમામ રોજગાર ધંધા બંધ રાખવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ દરમિયાન ફક્ત મોટી કંપનીઓ જ ૫૦ ટકા એમ્પ્લોય સાથે કાર્યરત હતી, પરંતુ તમામ દુકાનો અને મોલ બંધ રાખવાની ફરજ પાડી હતી.
4. રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દવાઓ ખૂટી પડી હતી, જેને લઇને રાજ્ય સરકારે દવાના મોનીટરીંગ માટે એક ખાસ કમિટીની રચના પણ કરી હતી. આ સાથે જ પરિસ્થિતિ એવી ગંભીર બની હતી કે દવાખાનમાં દર્દીઓને દાખલ થવાની 24 કલાકથી વધુ સમયની લાંબી લાઈનો લાગી હતી દર્દીઓની દવા માટે પણ લાંબી લાઈનો લાગી હતી અને ત્યારબાદ સ્મશાનોમાં પણ લાંબી કતારો જોવા મળી હતી.
5. કોરોનાની બીજી લહેર બાદ કેન્દ્રીય પ્રધાનો દ્વારા ગુજરાતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ગુજરાતની જનતા તરફથી પ્રાપ્ત થયો ન હતો અને તેને બદલે કેન્દ્ર સરકારે પણ ગુજરાતમાં સમગ્ર પ્રધાનમંડળને બદલવાનો નિર્ણય (Gujarat cabinet Expansion)કરવામાં આવ્યો અને ત્યારબાદ 11 સપ્ટેમ્બરના રોજ વિજય રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું
6. 11 સપ્ટેમ્બરના રોજ વિજય રૂપાણીનું રાજીનામુ લેવામાં આવ્યું. વિજય રૂપાણીએ રાજ્યપાલ સમક્ષ પોતાનું રાજીનામું આપ્યું અને સમગ્ર પ્રધાનમંડળનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું. ત્યારબાદ ૧૩ સપ્ટેમ્બરના રોજ રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી
8. ભુપેન્દ્ર પટેલની સરકારમાં તમામ પ્રધાનોને નો રિપીટ થિયરી અંતર્ગત તમામ નવા ચહેરાઓને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યા. જ્યારે ભુપેન્દ્ર પટેલની સરકારે અનેક એવા નિર્ણયો કર્યા જેમાં સોમવાર મંગળવાર અને બુધવારે તમામ પ્રધાનોએ ફરજિયાત સચિવાલયમાં હાજર રહેવું, કોઇપણ જાહેર કાર્યક્રમ યોજવો નહી. આ સાથે જ રાજ્યના સરકારી કર્મચારીઓને જો કોઈ પણ ધારાસભ્ય મળવા આવે તો સીધા જ મળવાની સૂચના આપવામાં આવી ધારાસભ્ય કે સંસદ સભ્ય વેઇટિંગમાં બેસે નહીં તેવી સુચનાઓ પણ અધિકારીઓને આપવામાં આવી