ગુજરાત

gujarat

ETV Bharat / city

રાષ્ટ્રપતિ વિપક્ષ ઉમેદવાર યશવંતસિંહા ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી, પૂર્વ રાષ્ટ્રપતિ મુદ્દે કરી ટિપ્પણી - રાષ્ટ્રપતિના આદિવાસી સમીકરણ

રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી(Presidential Election 2022) યોજાવા જઈ રહી છે, ત્યારે વિપક્ષના રાષ્ટ્રપતિના ઉમેદવાર(Opposition presidential candidate) યશવંત સિંહા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યા હતા. આ સાથે હવે તે ગુજરાત કેમ નથી આવતા તે પણ જણાવ્યું હતું. આ ઉપરાંત એક સમાજના વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવીને સમાજનો વિકાસ નથી થતો, એ પણ તેમને કહ્યું હતું.

રાષ્ટ્રપતિ વિપક્ષ ઉમેદવાર યશવંતસિંહા ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી, પૂર્વ રાષ્ટ્રપતિ મુદ્દે કરી ટિપ્પણી
રાષ્ટ્રપતિ વિપક્ષ ઉમેદવાર યશવંતસિંહા ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી, પૂર્વ રાષ્ટ્રપતિ મુદ્દે કરી ટિપ્પણી

By

Published : Jul 8, 2022, 8:59 PM IST

ગાંધીનગર:18 જુલાઇના રોજ રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી(Presidential Election 2022) યોજાવા જઈ રહી છે, ત્યારે વિપક્ષના રાષ્ટ્રપતિના ઉમેદવાર યશવંત સિંહા, આજે ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધતા રાષ્ટ્રપતિના વિપક્ષના ઉમેદવાર યશવંતસિંહાને જણાવ્યું હતું કે, દેશમાં અત્યારે અઘોષિત ઇમર્જન્સી લાગુ કરવામાં આવી છે. દેશની વાણી સ્વતંત્ર તરાપ(Remarks on Former Presidential Issue) લાગી રહી છે.

એક સમાજના વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવીને સમાજનો વિકાસ નથી થતો

આ પણ વાંચો:Draupadi Murmu Gujarat Visit : NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ કરશે ગુજરાત પ્રવાસ

મોદી મનની વાત કરે છે, પણ પ્રેસ કોંફરન્સ નથી કરતા - યશવંત સિંહા પત્રકાર પરિષદ સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યા હતા કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો ઉપર મનની વાતો(Mann Ki Baat on Radio) કરે છે, પરંતુ એક પણ વખત પ્રેસ કોન્ફરન્સ કરતા નથી. જ્યારે મીડિયા પર પણ દબાવ કરવામાં આવી રહી છે. જ્યારે રાષ્ટ્રપતિના શાસક પક્ષના ઉમેદવાર દ્રૌપદી મુર્મુમાં પણ હજી સુધી એક પણ પ્રકારની પત્રકાર પરિષદ કરી નથી.

હું પહેલા અનેક વખત ગુજરાત આવતો હતો - યશવંત સિંહાએ વધુમાં પોતાના ભૂતકાળ યાદ કરતા જણાવ્યું હતું કે, હું પહેલા અનેક વખત ગુજરાત આવ્યો છું. અનેક સંગઠનો દ્વારા મને ગુજરાતમાં આમંત્રણ આપવામાં આવતું હતું. તે આમંત્રણનો સ્વીકારીને હું ગુજરાતના પ્રવાસે અવારનવાર આવતો હતો, પરંતુ હવે ધીમે ધીમે ગુજરાતમાં આવવાની ઘટના પૂર્ણ થઈ છે. તમામ લોકો કારણ પણ જાણે છે કે, હવે ગુજરાતમાં હું કેમ નથી આવતો? જ્યારે દેશમાં અત્યારે અઘોષિત આપાતકાલ ચાલુ છે. દેશમાં વર્ણ સ્વતંત્રતાને ખતમ કરવાના પ્રયાસો(Attempts to end independence) કરવામાં આવતા હોવાના આક્ષેપો યશવંત સિંહાએ કર્યા હતા. જ્યારે વર્ષ 2018માં જ્યારે હું ગુજરાતમાં આવ્યો હતો, ત્યારે પણ 144ની કલમ લાગુ હતી. આજે પણ 144ની કલમ લાગુ જ છે.

એક સમાજના વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવીને સમાજનો વિકાસ નથી થતો -યશવંત સિંહાએ રાષ્ટ્રપતિના આદિવાસી સમીકરણ(President Tribal Equation) બાબતે નિવેદન આપ્યું હતું કે, કોઈપણ એક સમાજના વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવીને સમાજનો વિકાસ થતો નથી. જ્યારે રાષ્ટ્રપતિ ભવન રબર સ્ટેમ્પ બની ગયું છે. જ્યારે મૌલિક અધિકારો પર ખતરો આવશે ત્યારે આજે રાષ્ટ્રપતિના પદ માટેની આ સૌથી મોટી લડાઈ છે. આ લડાઈ દેશનું ભવિષ્ય નક્કી કરશે. રાષ્ટ્રપતિએ મૌલિકતાથી પોતાના અધિકારનું પાલન કરવું જોઈએ. પૂર્વ રાષ્ટ્રપતિનું નામ લીધા વગર યશવંત સિંહાએ આક્ષેપ કર્યા હતા કે, અત્યારે જે રાષ્ટ્રપતિ છે તેના સમાજમાં અનેક પ્રકારની ઘટના બની છે. તેમ છતાં પણ તે સમાજનો વિકાસ થયો નથી. જ્યારે આદિવાસી મહિલાને હવે રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે તો શું આદિવાસી સમાજનો વિકાસ થશે?

આ પણ વાંચો:Vice President Election 2022: જાણો આ રીતે થાય છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી

કોંગ્રેસનું સમર્થન પણ BTP, NCPનું શુ ? -કોંગ્રેસ પાસે જેટલા ધારાસભ્યનું સમર્થન છે તેટલા ધારાસભ્યો યશવંતસિંહાને મત આપશે. પરંતુ ત્રણ BTP અને એક NCPના ધારાસભ્યનું સમાધાન પ્રાપ્ત થયું કે નહીં તે બાબત સ્પષ્ટ નથી. રાષ્ટ્રપતિના વિપક્ષ ઉમેદવાર યશવંત સિંહાએ જણાવ્યું હતું કે, હું ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસ સહિતના અને ધારાસભ્યનું સમર્થન પ્રાપ્ત થયું છે, ત્યારે હવે 18 જુલાઈ ચૂંટણીના દિવસે કયા ધારાસભ્યોએ ક્યા પ્રતિનિધિત્વને મત આપ્યો છે તે સ્પષ્ટ થશે.

ABOUT THE AUTHOR

...view details