ગુજરાત

gujarat

ETV Bharat / city

LIVE: પ્રતિષ્ઠાની પેટાચૂંટણી: 8 બેઠક પર કુલ 57.98 ટકા મતદાન, ડાંગમાં સૌથી વધુ 74.71 ટકા મતદાન નોંધાયું - ગુજરાત પેટા ચૂંટણી

Election
Election

By

Published : Nov 3, 2020, 7:04 AM IST

Updated : Nov 3, 2020, 7:50 PM IST

19:46 November 03

ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીઃ ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી
  • ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીઃ નૂતન વિદ્યાલય બૂથ પર ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થઈ મારામારી
  • બોગસ વોટિંગ કરતા હોવાનો કોંગ્રેસ કાર્યકરનો આરોપ 
  • બોગસ વોટિંગ કરતા કોંગ્રેસના કાર્યકરે અટકાવતા ભાજપના કાર્યકરોએ માર માર્યો હોવાનો કર્યો આક્ષેપ
  • પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાળ્યો

18:50 November 03

વિધાનસભાની 8 બેઠક પર મતદાન પૂર્ણ, કુલ 57.98 ટકા મતદાન નોંધાયું

કઇ બેઠક પર કેટલા ટકા મતદાન નોંધાયું..?

  • ધારી - 45.74
  • ગઢડા - 47.86
  • ડાંગ - 74.71
  • અબડાસા - 60.00
  • મોરબી - 51.88
  • લીંબડી - 56.04
  • કરજણ - 65.94
  • કપરાડા - 67.34

વિધાનસભાની 8 બેઠક પર કુલ 57.98 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધું ડાંગમાં 74.71 ટકામતદાન જ્યારે સૌથી ઓછું ધારી બેઠક પર 45.74 મતદાન નોંધાયું છે.

17:29 November 03

મત ખરીદવા મામલે કોંગ્રેસનો ભાજપ પર આક્ષેપ

મત ખરીદવા મામલે કોંગ્રેસનો ભાજપ પર આક્ષેપ

 કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મોરબી માળીયા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાંસદ કોળી સમાજના મત ખરીદતા જોવા મળે છે.

17:11 November 03

5 વાગ્યા સુધીમાં કુલ મતદાન 53.09 ટકા મતદાન

5 વાગ્યા સુધીમાં કુલ મતદાન 53.09 ટકા મતદાન

આઠ બેઠક પર મતદાનને હવે છેલ્લી કલાક કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. સવારના 7 વાગ્યા થી લઈ 5 વાગ્યા સુધીમાં કુલ મતદાન 53.9 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન ડાંગમાં થયું છે. 

16:49 November 03

5 થી 6 વાગ્યા સુધીના સમયમાં માત્ર કોવિડ દર્દીઓ જ મતદાન કરી શકશે તે વાતનું નિર્વાચન અધિકારીએ ખંડન કર્યું

  • કોરોના કાળમાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. એવામાં છેલ્લી એક કલાક એટલે કે  5 થી 6 વાગ્યા સુધીના સમયમાં માત્ર કોવિડ દર્દીઓ જ મતદાન કરી શકશે તે વાતનું નિર્વાચન અધિકારીએ ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે કોવિડ દર્દી માટે કોઈ અલગ સમય ફાળવવામાં આવ્યો નથી.
  • કોવિડ દર્દી માટે મતદાન મથક પર અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજે 5 થી 6 વાગ્યા સુધીમાં સામાન્ય મતદાતા પણ મતદાન કરી શકશે.

16:31 November 03

કરજણ બેઠક પર જીલ્લા ચૂંટણી અધિકારી મતદાનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા

કરજણ બેઠક પર જીલ્લા ચૂંટણી અધિકારી મતદાનનું નિરિક્ષણ કરવા પહોંચ્યા

 જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે કરજણ વિધાનસભા બેટક માટે ચાલી રહેલા મતદાનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતાં. અણખી અને કંડારી સહિતના મતદાન બુથો પર જઈ તેમણે નિરીક્ષણ કર્યુ હતુું. 

16:22 November 03

ગઢડામાં ભર બપોરે પણ મતદારો મતદાન કરવા પહોંચ્યા હતાં

ગઢડામાં ભર બપોરે પણ મતદારો મતદાન કરવા પહોંચ્યા

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં બપોરના સમયે પણ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી લાઈનો. 

16:08 November 03

4 વાગ્યા સુધીમાં કુલ 47 ટકા મતદાન થયું

4 વાગ્યા સુધીમાં કુલ 47 ટકા મતદાન થયું

 4 વાગ્યા સુધીમાં કુલ મતદાન 47 ટકા નોંધાયું છે. સૌથી વધુ મતદાન ડાંગમાં  66.24 ટકા નોંધાયુ છે જ્યારે સૌથી ઓછુ મતદાન ધારીમાં 33.07 ટકા જ થયું છે. 

15:50 November 03

લીંબડીમાં મતદાનમાં ગેરરીતિ થઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

લીંબડીમાં મતદાનમાં ગેરરીતિ થઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

 લીંબડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ગેરરીતિ અંગે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ચુડા ‌તાલુકાના ભેસજાળ, ગેડી, જાખણ સહિતના મતદાન મથકો પર બોગસ વોટિંગ અંગે ભાજપ પર આક્ષેપો કર્યા છે. જે અંગે લીંબડી સેવા સદન ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર ફરિયાદ કરવા પહોંચ્યા હતાં. 

15:06 November 03

બપોરે 03.00 વાગ્યા સુધીનું કુલ મતદાન સરેરાશ મતદાન 41.24 ટકા

બપોરે 03.00 વાગ્યા સુધીનું મતદાન

બપોરે 03.00 વાગ્યા સુધીનું કુલ મતદાન સરેરાશ મતદાન 41.24 ટકા થયું છે.  

14:48 November 03

વિધાનસભાની 8 બેઠક પર શાંતિપુર્ણ માહોલમાં મતદાન

વિધાનસભાની 8 બેઠક પર શાંતિપુર્ણ માહોલમાં મતદાન

  વિધાનસભાની 8 બેઠક પર શાંતિપુર્ણ માહોલમાં મતદાન

14:32 November 03

સીએમ રૂપાણીના પત્ની અંજલી રૂપાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

સીએમ રૂપાણીના પત્ની અંજલીબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

કોંગ્રેસે ચૂંટણીપંચમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે. મોરબીમાં અંજલી રૂપાણી પ્રચાર પ્રસાર અર્થે ફરી રહેલા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. ચૂંટણીપંચનો નિયમ છે કે મત વિસ્તારમાં બહારના લોકો ફરી ન શકે.

14:26 November 03

ડાંગ જિલ્લામાં સૌથી વધુ મતદાન

ડાંગ જિલ્લામાં સૌથી વધુ મતદાન

 આઠ બેઠકોની વિધાનસભાની પેટાચૂંટણીમાં સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર થયું છે. ડાંગમાં અત્યાર સુધીમાં 56.55 મતદાન થયું છે. 55.86 ટકા પુરુષોએ અને 57.25 ટકા મહિલાઓએ મતદાન કર્યુ છે. 

14:10 November 03

7 કલાકમાં 36.56 ટકા મતદાન થયું

7 કલાકમાં 36.56 ટકા મતદાન થયું

  સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં અત્યાર સુધીમાં 36.56 ટકા મતદાન થયું છે. મતદાન શાંતિપુર્ણ માહોલમાં થઈ રહ્યું છે. સૌથી વધુ મતદાન ડાંગમાં 56.78 ટકા મતદાન થયું છે.

13:23 November 03

ડાંગ પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ

ડાંગ પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ

આહવાના હેડ કોન્સ્ટેબલે ડાંગ પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે. ભીસ્યા ગામે આવેલા બુથની બહાર અન્ય જિલ્લાના મતદારો ઉભા છે, જેમના વિરૂદ્ધ  ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્રણ કારમાં આવેલા ઈસમો વિરૂદ્ધ  નોંધાઈ ફરિયાદ.

13:18 November 03

કરજણ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે કર્યુ મતદાન

કરજણ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે કર્યુ મતદાન

બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલે પણ પોતાના ગામ લીલોડ ખાતેની પ્રાથમિક શાળામાં પોતાનો મત આપ્યો હતો. કરજણ બેઠક પર 9 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ ભાજપના અક્ષય પટેલ અને કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા વચ્ચે સીધો જંગ છે.

13:14 November 03

કરજણ વાયરલ વીડિયો અંગે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારનું નિવેદન

કરજણમાં ભાજપ દ્વારા નોટના બદલે વોટ આપવાના વાયરલ વીડિયો અંગે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જે વીડિયો સામે આવ્યો છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ હાર ભાળી ગઈ છે. 

13:09 November 03

આઠ બેઠક પર 1 વાગ્યા સુધીમાં કુલ 29.03 ટકા મતદાન થયું

આઠ બેઠક પર 1 વાગ્યા સુધીમાં કુલ 29.03 ટકા મતદાન થયું

 આઠ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 29.03 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન ડાંગમાં થયું છે. આદિવાસી વિસ્તાર ધરાવતા ડાંગમાં 1 વાગ્યા સુધીમાં 51.54 ટકા મતદાન થયું છે. 

12:58 November 03

મોરબી બોયઝ હાઈસ્કુલ મતદાન બૂથ પર વીવીપેટ મશીનમાં ખામી સર્જાઈ

  • મોરબીમાં બોયઝ હાઈસ્કુલ મતદાન બૂથ પર વીવીપેટ મશીનમાં ખામી આવતાં મતદાન પ્રક્રિયા ખોરવાઈ છે.

12:41 November 03

ડાંગમાં 12.30 સુધીમાં 40 ટકા મતદાન થયું

  • ડાંગમાં અત્યાર સુધીમાં એટલે કે 12.30 સુધીમાં 40 ટકા મતદાન થયું છે. આઠેય બેઠકમાં સૌથી વધુ મતદાન આદિવસાની પ્રજા ધરાવતા વિસ્તાર ડાંગમાં થયું છે.

12:35 November 03

કરજણમાં વાયરલ થયેલા વીડિયો અંગે તપાસના આદેશ

  • રાજ્ય ચૂંટણીપંચના મુખ્ય અધિકારીએ પત્રકાર પરિષદ યોજી છે. જેમાં તેમણે કરજણમાં નોટના બદલે વોટ માગવાના વાયરલ થયેલા વીડિયો અંગે તપાસના આદેશ આપ્યા છે.

12:17 November 03

12 વાગ્યા સુધીમાં કુલ 24.93 ટકા મતદાન થયું

12 વાગ્યા સુધીમાં કુલ 24.93 ટકા મતદાન થયું

 આઠ બેઠકોમાંથી સૌથી વધુ મતદાન ડાંગમાં 39.60 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછુ મતદાન ધારીમાં થયું છે. 

12:06 November 03

કરજણમાં કોંગ્રેસના કાર્યકરની પોલીસે કરી ધરપકડ

કરજણમાં કોંગ્રેસના કાર્યકરની પોલીસે ધરપકડ કરી છે.  56 હાજર રૂપિયા સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી, જેમાંથી એક ફરાર છે. સુત્રો અનુસાર મતદારોને રૂપિયા આપતા હોવાની માહિતી સાથે કરવામાં આવી છે ધરપકડ.

11:53 November 03

અબડાસા પેટા ચૂંટણી ભાજપના સ્ટાર પ્રચારક વિનોદ ચાવડાએ કર્યુ મતદાન

અબડાસા પેટા ચૂંટણી ભાજપના સ્ટાર પ્રચારક વિનોદ ચાવડાએ કર્યુ મતદાન

કચ્છના અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના યુવા સ્ટાર પ્રચારક અને સાંસદ વિનોદ ચાવડાએ આજે પોતાના માદરે વતન નખત્રાણા તાલુકાના સુખપર રોહા ગામે મતદાન કર્યું છે.

11:52 November 03

કરજણમાં મતદારો હોંશે હોંશે કરી રહ્યાં તે મતદાન

કરજણમાં મતદારો હોંશે હોંશે કરી રહ્યાં તે મતદાન

કરજણ બેઠક પર 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.પરંતુ અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. કરજણ બેઠક પર 1,04,834 પુરૂષ અને 99,761 સ્ત્રી તેમજ અન્ય 13 સહિત કુલ 2,04,608 મતદારો છે. 

11:39 November 03

મોરબીમાં 20.44 ટકા મતદાન થયું

મોરબીમાં 20.44 ટકા મતદાન થયું

 મોરબીમાં અત્યાર સુધીમાં 20.44 ટકા મતદાન થયું છે. અત્યાર સુધીમાં આશરે 32 હજાર લોકોએ મતદાનનો ઉપયોગ કર્યો છે. 

11:37 November 03

ધારીમાં અત્યાર સુધીમાં કુલ 16.4 ટકા મતદાન થયું

  • અમરેલી જિલ્લાની ધારી બેઠક પર સવારે 7 થી 11 વાગ્યા સુધીમાં 16.4 ટકા મતદાન થયુ છે. મતદારો દ્વારા સાવચેતી રાખી મતદાન કરવામાં આવી રહ્યું છે.

11:20 November 03

ગઢડામાં સાધુ સંતોએ કર્યુ મતદાન

ગઢડામાં સાધુ સંતોએ કર્યુ મતદાન

ગઢડામાં સાધુ સંતો દ્વારા મતદાન કરવામાં આવ્યું. 

11:13 November 03

11 વગ્યા સુધીમાં સરેરાશ 16.90 ટકા મતદાન

  • રાજ્યમાં આઠ બેઠકો પર યોજાયેલા મતદાનમાં 11 વગ્યા સુધીમાં સરેરાશ 16.90 ટકા મતદાન થયું છે.

11:04 November 03

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને મત આપવા કરી અપીલ

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કરી લોકો મત આપવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

11:00 November 03

કપરાડામાં મતદારો દ્વારા સાવચેતી

સ્વાસ્થ્યનું ધ્યાન પણ અને મતદાન પણ ની નીતિ કપરાડામાં મળી જોવા
  • કોરોના કાળમાં કપરાડામાં મતદારો દ્વારા સાવચેતી રાખી કરવામાં આવ્યું મતદાન

10:55 November 03

સ્વાસ્થ્યનું ધ્યાન પણ અને મતદાન પણ ની નીતિ કપરાડામાં મળી જોવા

સ્વાસ્થ્યનું ધ્યાન પણ અને મતદાન પણ ની નીતિ કપરાડામાં મળી જોવા
  • કોરોના કાળમાં યોજાયેલી ચૂંટણીના મતદાનમાં મતદારો દ્વાર કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે. આદિવાસી વિસ્તાર કપરાડમાં મતદારો કોરોના સંક્રમણ સામે પૂરતી સાવચેતી રાખી ઉત્સાહ ભેર મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે.

10:52 November 03

લીંબડી તાલુકાના ગેડી ગામમાં ભાજપ દ્વારા બોગસ મતદાનની કોંગ્રેસ દ્વારા ફરિયાદ

  • લીંબડી તાલુકાના ગેડી ગામમાં ભાજપ દ્વારા બોગસ મતદાનની કોંગ્રેસે કરી ફરિયાદ. પ્રિસાઈડિંગ ઓફિસર અને ડેપ્યુટી કલેકટરને ફરિયાદ કરવામાં આવી છે. એક મતદાર દ્વારા અંદાજે 5 થી વધુ વખત મત આપી રહ્યાની હોવાની કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

10:47 November 03

સવારે 10.30 વાગ્યા સુધીમાં સરેરાશ 13.04 ટકા થયું મતદાન

સવારે 10.30 વાગ્યા સુધીમાં સરેરાશ 13.04 ટકા થયું મતદાન
  • આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં 10.30 વાગ્યા સુધીમાં સરેરાશ 13.04 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન લીંબડીમાં થયું છે. જ્યારે  સૌથી ઓછુ મતદાન કરજણમાં થયું છે.  સવારે

10:38 November 03

ચૂંટણી વોર રૂમમાં 8 વિધાનસભા પર ચાંપતી નજર

ગાંધીનગર ચૂંટણી વોર રૂમમાં  8 બેઠકો પર થઈ રહેલા મતદાન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. લાઈવ વેબકાસ્ટિંગ થી સતત મોનીટરીંગ થઈ રહ્યું છે. 

10:29 November 03

ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોએ કર્યું મતદાન

ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોએ કર્યું મતદાન
  • ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન સ્વામીએ સંતો સાથે કર્યું મતદાન. ગઢડા વિધાનસભા મત વિસ્તારના મતદારોને મતદાન કરવા અપીલ કરી છે.

10:25 November 03

પારડી તાલુકાના તરમાલિયા ગામે યુવાનોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

  • કપરાડાના પારડી તાલુકાના તરમાલિયા ગામે યુવાનોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર. યુવાનોએ મોબાઈલ નેટવર્ક ન આવતું હોવાના મુદ્દે ચૂંટણી બહિષ્કાર કરી પોતાનો રોષ ઠાલવ્યો છે.

10:05 November 03

વડોદર કરજણ વિધાનસભા પેટાચૂંટણીમાં રૂપિયા આપી વોટ ખરીદતા હોવાનો વીડિયો વાયરલ

વડોદર કરજણ વિધાનસભા પેટાચૂંટણી રૂપિયા આપી વોટ ખરીદતા હોવાનો વીડિયો વાયરલ
  • વડોદર કરજણ વિધાનસભા પેટાચૂંટણીમાં રૂપિયા આપી વોટ ખરીદતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ઈંટોલા,ધરો વિસ્તાર અને ગોસિન્દ્રા ખાતે જાહેરમાં રૂપિયાની વહેંચણી થતી હોવાનું વીડિયોમાં થયું દ્રશ્યમાન. એક યુવાન ભાજપનું માસ્ક પહેરી 100 રૂપિયાની નોટ વહેંચી રહ્યો હોવાનું સામે આવ્યું

09:40 November 03

કરજણમાં EVM મશીનમાં ખામી સર્જાઈ

  • કરજણમાં અનેક જગ્યાએ EVM ખરાબી આવી હોવાની ફરિયાદો મળી. કરજણના દેથાન, મિયાગામ અને સુરવાડમાં EVM મશીમાં ખામી આવતાં 15 મીનિટ મતદાન બંધ રહ્યું હતું. ત્યાર બાદ તમામ જગ્યાયે EVM મશીનો રિપ્લેસ કરી ફરી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી.

09:32 November 03

રાજ્યની 8 પેટા ચૂંટણીમાં મતદાનનું ગણિત

  • રાજ્યની 8 બેઠક માટે મતદાન થયઈ રહ્યું છે. ક્યાંક EVM મશીનો ખોટવાયા તો કયાંક સામાજીક અંતર સાથે મતદાન કરવામાં આવી રહ્યું છે. 9 વાગ્યા સુધીમાં  8 બેઠક પર સરેરાશ 9.12 ટકા મતદાન નોંધાયું છે..

09:15 November 03

ગઢડામાં મતદારોએ કોરોના ગાઈડલાઈનનું કર્યુ પાલન

ગઢડામાં મતદારોએ કોરોના ગાઈડલાઈનનું કર્યુ પાલન

ગઢડામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. મતદાન બુથ પર અધિકારીઓ અને મતદારો દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. મતદારોએ માસ્ક પહેરી મતદાન કર્યુ હતું. 

09:01 November 03

પ્રથન 2 કલાકમાં આઠ બેઠક પર સરેરાશ 7 થી 8 ટકા થયું મતદાન

ડાંગમાં લોકોએ કર્યુ મતદાન

 રાજ્યમાં આઠ પર સવારે 7 વાગ્યાએ મતદાન શરૂ થઈ ગયું છે. વલસાડમાં સામાજિક અંતરનું પાલન કરી મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 7 થી 8 ટકા મતદાન થયું છે. 

08:54 November 03

લીંબડીમાં ચેતન ખાચરે કર્યુ મતદાન

લીંબડીમાં ચેતન ખાચરે કર્યુ મતદાન

 લીંબડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ટેમત ખાચરે કર્યુ 

08:45 November 03

અબડાસાના કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ કર્યુ મતદાન

અબડાસાના કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ કર્યુ મતદાન

 અબડાસામાં ઉત્સાહ સાથે મતદાન શરૂ થઈ ગયું છે. અબડાસા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણી મત આપવા પહોંચ્યા હતાં. 

08:28 November 03

કપરાડામાં મતદાન સમયે સામાજિક અંતરનું પાલન

કપરાડામાં મતદાન સમયે સામાજિક અંતરનું પાલન

 કપરડામાં મતદારો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યું છે. કોરોનાને ધ્યાને લઈ મતદારો દ્વારા સામાજિક અંતરના પાલન સાથે મતદાન કરવા પહોંચ્યા છે. 

08:26 November 03

લીંબડીમાં મતદારો પહોંચ્યા મત આપવા

 સુરેન્દ્રનગરના લીંબડી બેઠક માટે મતદાન યોજાયું છે. મતદારો મત આપવા માટે મતદાન બુથ પર પહોંચ્યા છે. 

07:58 November 03

માળિયામાં મતદાન બુથ પર EVM ખોટવાયા

મોરબીમાં મતદાન શરૂ

 મોરબીની માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે બુથ નંબર 265, 160 અને ત્રાજપરના મોકપોલમાં ઇવીએમ ખોટવાયા છે. 

07:57 November 03

મોરબીમાં મતદાન શરૂ

 મોરબી બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ કર્યુ મતદાન

07:56 November 03

કરજણ બેઠક પર મતદાન શરૂ

મતદારો મત આપાવ પહોંચ્યા મતદાન બુથ પર 

07:55 November 03

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

મોરબી

 કરજણમાં મતદાન સમયે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

07:51 November 03

કરજણમાં મતદાન શરૂ

કોરોના વાઈરસની તકેદારી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરજણ બેઠક માચે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. 

07:11 November 03

કચ્છની અબડાસા બેઠક પર મતદાન શરૂ

ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અને કોંગ્રેસના શાંતિલાલ સેંઘાણી વચ્ચે મુકાલબો

07:05 November 03

રાજ્યની 8 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન શરૂ

મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી

બધી જ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

06:56 November 03

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે મતદાન શરુ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે મતદાન શરુ. અબડાસા, મોરબી, ધારી, ગઢડા, લીંબડી, કપરાડા, ડાંગ અને કરજણ બેઠક પર આજે યોજાઈ રહી છે પેટા ચૂંટણી.

Last Updated : Nov 3, 2020, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details