પાટનગરમાં દંડ આપતા કોર્પોરેશનના દીવા તળે અંધારું, માસ્ક વગર કામ કરતાં મજૂરો - ETVBharat
શહેરમાં ફરતાં લોકોને કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ દ્વારા માસ્ક ન પહેરતાં 200 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ લોકોને દંડની પાવતી પકડાવતાં કોર્પોરેશનમાં જ દીવા તળે અંધારું જોવા મળી રહ્યું છે. 17 કોર્પોરેશન બિલ્ડિંગ બની રહી છે. ત્યાં તમામ મજૂરો માસ્ક વિના જ કામગીરી કરી રહ્યાં છે.
પાટનગરમાં દંડ આપતા કોર્પોરેશનના દીવા તળે અંધારું, માસ્ક વગર કામ કરતાં મજૂરો
ગાંધીનગરઃ ગાંધીનગર કલેકટર દ્વારા ગઈકાલે એટલે કે ગુરુવારે જ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, જે લોકો માસ્ક વિના ફરશે તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. અત્યાર સુધી સમગ્ર જિલ્લામાંથી અઢી લાખ રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ત્યારે કોરોના વાઈરસ ગાંધીનગર શહેર અને જિલ્લામાં માજા મૂકી રહ્યો છે. તંત્ર અટકાવવા માટેના પ્રયાસો કરે છે પરંતુ વામણું પુરવાર થઇ રહ્યું છે.