જામનગર: વિશ્વભરમાં આજે મહિલા દિવસ (Women’s Day 2022)ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં ટાઉનહોલ (Jamnagar Town Hall) ખાતે સાંસદ પૂનમ માડમની અધ્યક્ષતામાંમહિલા દિવસની ઉજવણી (women's day celebration in Jamnagar) કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનારી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનારી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. આ પણ વાંચો:INTERNATIONAL WOMENS DAY 2022: જાણો, ગુજરાતની એ મહિલાઓ વિશે જે સિંગલ વર્કિંગ વુમનમાં ટોચ પર છે
વુમન એમ્પાવર કમિટીના સભ્ય છે પૂનમ માડમ
સાંસદ પૂનમ માડમ વુમન એમ્પાવર કમિટીના સભ્ય (Member of the Women Empowerment Committee) છે. મહિલાઓના વિવિધ પ્રશ્નોને (women's problem in gujarati) વાચા આપવા માટે સાંસદ પૂનમ માડમની વુમન અમ્પાવર કમિટીમાં નિમણૂક થઈ છે. મહિલાઓના વિવિધ પ્રશ્નો આ કમિટીમાં રજૂ કરવામાં આવતા હોય છે અને તેનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવતો હોય છે. દેશમાં સ્ત્રી સશક્તિકરણ વધુ મજબૂત થાય તે માટે તમામ પ્રયાસો વડાપ્રધાન દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:Women’s Day 2022 : ભાવનગરમાં મહિલાએ સમાજના બાળકોનો માટે જીવન સમર્પિત કરી દીધું.! "આધુનિક મહિલાને પણ કેળવણીની સલાહ"
સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતા સ્થપાય તે માટે સરકાર પ્રયત્નશીલ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલાઓ તમામ ક્ષેત્રમાં આગળ વધે તે માટે વિવિધ યોજનાઓ (schemes for women in india) લાવ્યા છે. સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા (gender equality in india) સ્થપાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજની મહિલા તમામ ક્ષેત્રમાં પુરુષ સમોવડી બનીને કાર્ય કરતી જોવા મળી રહી છે. જામનગરમાં ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પણ સાંસદ પૂનમ માડમ, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર તેમજ અન્ય મહિલા અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.