ગુજરાત

gujarat

ETV Bharat / city

મહિલા આયોગે 5 દિવસમાં થયેલા 3 દુષ્કર્મ કેસની તપાસના આદેશ આપવા સાથે ટીમને ઘટના સ્થળે મોકલી : લીલાબેન અંકોલીયા

ઉત્તર પ્રદેશના હાથરસમાં સામુહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી છે. ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા 5 દિવસની અંદર 3 દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. જેમાં રાજ્ય મહિલા આયોગ દ્વારા ઘટના સ્થળે ટીમ મોકલીને તપાસ પણ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ અધિક્ષકને મહિલા આયોગ દ્વારા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવા આદેશ આપવામાં આવ્યા છે.

લીલાબેન આંકોલિયા
લીલાબેન આંકોલિયા

By

Published : Oct 5, 2020, 6:22 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા 5 દિવસમાં થયેલી 3 દુષ્કર્મની ઘટનાઓને કારણે રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન આંકોલિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં 3 દુષ્કર્મની ઘટના રાજ્યમાં બની છે. જેને લઇને મહિલા આયોગે જે તે જિલ્લાના પોલીસ અધિકારીને તપાસના કડક આદેશ પણ આપી દીધા છે.

મહિલા આયોગે 5 દિવસમાં થયેલા 3 દુષ્કર્મ કેસની તપાસના આદેશ આપવા સાથે ટીમને ઘટના સ્થળે મોકલી

આ તમામ ઘટનામાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય તે માટેની પણ કડક સૂચના મહિલા આયોગ દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં સોમવારે વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે હવે આવનારા દિવસોમાં મહિલા આયોગની ટીમ પણ આરોપીઓની પૂછપરછ કરશે. જ્યારે પીડિતાને તાત્કાલિક ન્યાય મળે તે આ બાબતે પણ કાર્યરત રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં જે 3 દુષ્કર્મની ઘટનાઓ બની છે, તેને ધ્યાનમાં લઇને મહિલા આયોગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે જ ભોગ બનનારી યુવતીઓને પણ મહિલા આયોગની ટીમ દ્વારા તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે સમગ્ર ઘટનાઓ અંગેનો ચિતાર પણ મેળવ્યો હતો. આ ઉપરાંત આરોપીની ધરપકડ બાદ પોલીસે કેવા અને ક્યા પગલા લીધા છે, તે બાબતનો રિપોર્ટ ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા મંગાવવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details