ગાંધીનગરઃ મળતી માહિતી મુજબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્દોર બિલ્ડિંગના સાતમા માળે ગઈ મોડીરાત્રે એક મહિલા દર્દી આરામ કરી રહી હતી તે દરમિયાન રાજદીપ એન્ટરપ્રાઇઝમાં ફરજ બજાવતાં બે કર્મચારી દ્વારા આરામ કરી રહેલી મહિલા દર્દીની સાડી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન આ મહિલા દર્દી એકાએક પોતાની ઊંઘમાંથી જાગી ગઈ હતી અને તેને હોબાળો મચાવતાં વોર્ડનો સ્ટાફ સિક્યુરિટી ગાર્ડ સહિત દોડી આવ્યો હતો.
ગાંધીનગરની સિવિલના કોરોના વોર્ડમાં સારવાર લઈ રહેલી મહિલાની બે કર્મચારીઓએ છેડતી કરી, બંનેની હકાલપટ્ટી
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વાસનાના ભૂખ્યાં બે કર્મચારીઓએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કોરોના મહિલા દર્દીની છેડતી કરી હતી. આ બનાવને લઇને મહિલાએ હોબાળો મચાવતાં અડધી રાત્રે સિવિલનો સ્ટાફ એકઠો થઈ ગયો હતો. જ્યારે આ બાબતની ફરિયાદ સત્તાધીશોને કરવામાં આવતાં બંને કર્મચારીઓની હકાલપટ્ટી કરી નાખી હતી.
સિવિલના કોરોના વોર્ડમાં સારવાર લઈ રહેલી મહિલાની બે કર્મચારીઓએ છેડતી કરી, બંનેની હકાલપટ્ટી
આ ચકચારી બનાવને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સોપો પડી ગયો હતો. કોવિડના દર્દીઓની પાસે પણ કોઈ જવા તૈયાર હોતું નથી. ત્યારે વાસના સંતોષવા માટે કોરોના પોઝિટિવ દર્દીની છેડતી કરવામાં આવે તે આશ્ચર્યજનક બાબત છે. આ બનાવને લઈને તંત્ર દ્વારા રાજદીપ એન્ટરપ્રાઇઝમાં ફરજ બજાવતા બન્ને કર્મચારીઓને નોકરી ઉપરથી તાત્કાલિક છૂટાં કરી દીધાં હતાં.