ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકાર અને કર્મચારીઓનું સમાધાન પણ મૂળ મુદ્દો વણઉકલ્યો રહ્યો, અમુક કર્મચારીઓ આંદોલન રાખશે યથાવત - 2005 બાદ નિમાયેલા કર્મચારીઓ નારાજ

રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા વચ્ચે સમાધાનકારી વલણ દેખાયું છે. બેઠકોના દોર બાદ સરકારે કુલ 15 માંગણી સ્વીકારી છે. જોકે જૂની પેન્શન સ્કીમનો મામલો અદ્ધરતાલ રહ્યો છે જે માટે આંદોલન થઇ રહ્યું હતું. આ મુદ્દો વિચારાધીન રખાયો છે. With Old Pension Scheme 15 Demands Accepted By Gujarat Government , Gujarat State Employees Association

સરકાર અને કર્મચારીઓનું સમાધાન પણ મૂળ મુદ્દો વણઉકલ્યો રહ્યો, અમુક કર્મચારીઓ આંદોલન રાખશે યથાવત
સરકાર અને કર્મચારીઓનું સમાધાન પણ મૂળ મુદ્દો વણઉકલ્યો રહ્યો, અમુક કર્મચારીઓ આંદોલન રાખશે યથાવત

By

Published : Sep 16, 2022, 10:37 PM IST

ગાંધીનગરરાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસથી આંદોલનની લહેર જામી છે ત્યારે રાજ્યના સરકારી કર્મચારી મહામંડળ (Gujarat State Employees Association ) દ્વારા અલગ અલગ 72 જેટલા કર્મચારી સંગઠનો સાથે લઈને શનિવારે માસ સીએલની રાજ્ય સરકારને ચીમકી આપી હતી. ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે વહેલી સવારે 6 વાગ્યાથી કર્મચારીના સંગઠનોના આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. ત્યારે ચર્ચાના ધોરણે અમુક માંગણીઓ સ્વીકારવામાં આવી ( With Old Pension Scheme 15 Demands Accepted By Gujarat Government ) છે.

વિચારાધીન રખાયો જૂની પેન્શન સ્કીમનો મહત્ત્વનો મુદ્દો

જોકે મહત્ત્વની વાત છે કે જે માંગણીઓ સ્વીકારવામાં આવી છે તેમાં વર્ષ 2005 બાદ જોડાયેલા કર્મચારીઓ નારાજ થતાં તેઓએ માસ સીએલ યથાવત રાખવાની જાહેરાત કરી છે.

મુખ્ય હાઈલાઈટ્સ

સરકારના કર્મીઓને કેન્દ્રના ધોરણે સાતમાં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરાશે

કેન્દ્રના ધોરણે તા.1/4/2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવાશે: સી.પી.એફમાં 10 ટકાને બદલે 14 ટકા સરકાર દ્વારા ઉમેરાશે

કેન્દ્રના કર્મચારીની જેમ 10, 20, 30નું ઉચ્ચતર પગાર ધોરણ અપાશે: કર્મચારીઓને રૂ.300ને બદલે રૂ.1000 મેડિકલ ભથ્થુ અપાશે

મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે

સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં ઉચ્ચક નાણાકીય સહાય રૂ.8 લાખ અપાતી હતી, તે વધારીને રૂ.14 લાખ કરાઈ

કઈ માંગ સ્વીકારવામાં આવી આજે સરકાર દ્વારા ચર્ચા દરમિયાન જે માગણીઓ સ્વીકારવામાં આવી છે તેમાં જૂની પેન્શન યોજના બાબતે કેન્દ્ર સરકારનું વર્ષ 2009નો કુટુંબ પેન્શનનો ઠરાવ ( Family Pension Scheme ) છે તે ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ તે વર્ષે 2005 પહેલાંના કર્મચારીઓને લાગુ કરવામાં આવશે. જ્યારે સીપીએફમાં 10 ટકાના બદલે 14 ટકા સરકાર દ્વારા ઉમેરવામાં આવશે.

સાતમા પગાર પંચના ( Seventh Pay Commission ) બાકીના ભથ્થા 11 જાન્યુઆરી 2016થી તાત્કાલિક લાગુ કરવામાં આવશે. નિમાયેલા તમામ કર્મચારીઓની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવામાં આવશે. શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીની જેમ 10, 20 અને 30 નો ઉચ્ચતર પગાર ધોરણ આપવા બાબતનો પણ અમલ કરવામાં આવશે.

મેડિકલ પથ્થુ 300 ના બદલે સાતમા પગાર પંચ મુજબ 1000 કરવામાં આવશે. ચાલુ ફરજમાં અવસાનના કિસ્સામાં આપવામાં આવતી રકમ છે આઠ લાખથી જે હવે 14 લાખ રૂપિયા આપવામાં આવશે. 45 વર્ષની વયમર્યાદા બાદ કર્મચારીઓને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવામાં આવશે.

કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્પ્યુટર પેન્શનના વ્યાજ દરમાં તથા મુદ્દતમાં ઘટાડો કરવામાં આવશે. જેનાથી અંદાજિત 6 લાખ રૂપિયા જેટલો ફાયદો કર્મચારીઓને થશે. સીસીસી પરીક્ષાની મુદ્દત ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. જૂથ વીમા કપાતની રકમના સ્લેબમાં વધારો કરવામાં આવશે તથા હાલમાં 50000 1,2,4 લાખ છે તેની જગ્યાએ અઢી લાખ, પાંચ લાખ, દસ લાખ, અને 20 લાખનો ઠરાવ.

નિમણૂક તારીખથી જ પૂરા પગારે પ્રસૂતિ રજા મળશે તથા બદલી બઢતીના કિસ્સામાં મહિલા બે ભાગમાં રજા ભોગવી શકશે.

પ્રાથમિક શિક્ષકોની જેમ બાકી રહેલા ફિક્સ પગારની નીતિથી જોડાયેલા તમામ કર્મચારીઓને એક એપ્રિલ 2019 ની અસરથી સીધા સળંગ સિનિયોરિટીનો લાભ મળશે.

નગરપાલિકા તથા મહાનગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપ્યો.

વર્ષ 2008માં ચાર જિલ્લા તથા વર્ષ 2010 ના 50 ટકાથી વધુ જિલ્લા બાકી છે. તેમને 27 એપ્રિલ 2011 પહેલા ભરતી થયેલ પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિ સાથે પૂરા પગારમાં સમાવવામાં આવશે.

ઠરાવ ક્યારે થશે તે હજુ નક્કી નહીંઆ બાબતે રાજ્ય સરકારના પ્રધાન જીતુ વાઘાણી ( Minister Jitu Vaghani ) એ જણાવ્યું હતું કે આ રાજ્ય સરકારનો સૌથી ઐતિહાસિક નિર્ણય છે. જેનાથી 9,00,000 જેટલા કર્મચારીઓને ફાયદો થશે. પરંતુ રાજ્ય સરકારે જે બાબતે સ્વીકારી છે તે બાબતનો ઠરાવ ક્યારે થશે તે બાબતે રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી ન હતી.

2005 બાદના કર્મચારીઓ નારાજરાજ્ય સરકાર સાથે કર્મચારી મહામંડળના આગેવાનોએ એકલામાં બેઠક યોજાઇને તમામ માંગણી સંતોષી હોવાની પત્રકાર પરિષદ સંબોધી હતી ત્યારે સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી અને જાહેરાત કરાઈ પરંતુ વર્ષ 2005 બાદ નિમાયેલા કર્મચારીઓ નારાજ હોવાનું પણ સામે આવ્યું છે અને કર્મચારીઓએ છ વાગ્યા બાદ જૂના સચિવાલય ખાતે આવેલી કર્મચારી મહામંડળની ઓફિસમાં ધામા નાખ્યા હતા અને માસ સીએલ યથાવત રાખવાની ચીમકી આપી છે જ્યારે કર્મચારી મંડળના પ્રમુખોના સંપર્ક થઈ ન શકતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details