- વરસાદ ખેંચાવાને કારણે સરકારનો નિર્ણય
- ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે અપાશે સિંચાઇનું પાણી
- 5 લાખ હેક્ટર જમીનને મળશે સિંચાઇનો લાભ
ન્યૂઝ ડેસ્ક : રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા ખેડૂતોના હિતમાં આજે મંગળવારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં ખેડૂતોના ઊભા પાકને નૂકસાનથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મુખ્યપ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:"પાંચ વર્ષ નારી ગૌરવના'' : મુખ્યપ્રધાન દ્વારા મહિલા ઉત્કર્ષલક્ષી વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ
30 સપ્ટેમ્બર સુધીનો પાણીનો જથ્થો અનામત
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જળસંપત્તિ વિભાગને આદેશ આપ્યો હતો કે, રાજ્યના જળાશયોમાં આગામી 30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ખેડૂતોના પાકને બચાવવા સિંચાઇ માટે તાત્કાલિક અસરથી છોડવામાં આવે. આ નિર્ણયથી સમગ્ર રાજ્યના 5 લાખ હેક્ટર જમીન વિસ્તારને લાભ મળશે.