- ગાંધીનગરમાં ચ રોડ પર બનનાર અંડર બ્રિજનો વિરોધ
- વસાહત મહામંડળે માર્ગ, મકાન વિભાગને લખ્યો પત્ર
- ઘ રોડ પાસેના અંડર બ્રિજની હાલત જોઈ કરાયો વિરોધ
ગાંધીનગર : શહેર વસાહત મહામંડળનું માનવું છે કે, ગાંધીનગર (Gandhinagar)શહેર એક અલગ આગવી ઓળખ ધરાવે છે અને ગાંધીનગર શહેરમાં મુખ્ય રસ્તાઓ પરના મોટા સર્કલ તેની ઓળખ છે, આ સર્કલો પર ફૂલોની હારમાળા અને ફુવારાઓ શહેરની ઓળખ છે, પરંતુ હવે જાહેર મુખ્ય માર્ગના સર્કલ તોડી અંડર બ્રિજ બનાવવાનું આયોજન બંધ રાખવું જોઈએ કેમકે, વસાહત મંડળનું કહેવું છે કે, ઘ-4 પાસેના અંડર બ્રિજ બન્યા બાદ તેમાં ખામીઓ જોવા મળી છે અને ક્યારેક કામના કારણે આ બ્રિજ બંધ રહે છે, જેથી વસાહતીઓને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
આ પણ વાંચો- ગાંધીનગરના દહેગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખેતરો-અંડરબ્રિજ પાણીમાં ગરકાવ
સર્કલો તોડી અંડર બ્રિજ બનાવવાના નિર્ણય સામે વિરોધ
માર્ગ અને મકાન વિભાગ(Road and building department)ને લખેલા લેટરમાં શહેર વસાહત મંડળનું કહેવું છે કે, શહેરની ઓળખ એવા સર્કલો કે જ્યાં રંગબેરંગી ફુવારાની ઠંડક માણવા માટે એક સમયે રાત્રી દરમિયાન વસાહતીઓ, સહેલાણીઓ અને બાળકો આનંદ માણવા માટે આવતા હતા અને શહેરની આગવી ઓળખ પણ આ સર્કલો અને તેની પરના ફુવારાઓ છે, પરંતુ શહેરના વિકાસના નામે ટ્રાફિકને આગળ કરી શહેરના માર્ગોના પ્લાન્ટ નકશા બદલી નાગરિકોને અનુકૂળ ના હોય તેવા નિર્ણય કરી પ્રજાના પૈસા વાપરવામાં આવી રહ્યા છે. આ ચ-3 સર્કલ તોડી નવું બનાવવામાં આવી રહ્યું છે, જેનાથી શહેરના અનેક નાગરિકો ભારે રોષમાં જોવા મળે છે.