ગુજરાત

gujarat

ETV Bharat / city

જ્યાં બસ જતી નથી ત્યાં મેયર પોતાની પ્રસિદ્ધિ માટે બસ સ્ટેન્ડ બનાવવા માગે છે : વિપક્ષ નેતા

ગાંધીનગર શહેરમાં સેક્ટરની અંદર આવેલા રીંગ રોડ ઉપર સિટી બસ સ્ટેન્ડ બનાવવા મેયર દ્વારા હુકમ કરવામાં આવ્યા છે. ત્યારે વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા દ્વારા કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. વિપક્ષ નેતાએ કહ્યું કે, જ્યાં બસ જતી નથી તેવા સેક્ટરના રીંગ રોડ ઉપર પ્રજાના 4 કરોડના ટેક્સના પૈસાથી મલાઈ ખાવા માટે મેયર બસ સ્ટેન્ડ બનાવવા માગે છે.

જ્યાં બસ જતી નથી ત્યાં મેયર પોતાની પ્રસિદ્ધિ માટે બસ સ્ટેન્ડ બનાવવા માગે છે : વિપક્ષ નેતા
જ્યાં બસ જતી નથી ત્યાં મેયર પોતાની પ્રસિદ્ધિ માટે બસ સ્ટેન્ડ બનાવવા માગે છે : વિપક્ષ નેતા

By

Published : Oct 29, 2020, 6:42 PM IST

  • ગાંધીનગર મેયર સામે વિપક્ષ નેતાના પ્રહાર
  • બસ નથી ત્યાં બસ સ્ટેન્ડ બનાવવા સામે વિરોધ
  • સત્તાના મદમાં રૂપિયાનો વ્યય કરવામાં આવે છે

    ગાંધીનગરઃ ગાંધીનગર શહેરને સ્માર્ટ બનાવવા માટે કરોડો રૂપિયા સરકાર આપી રહી છે. પરંતુ તેનો સદુપયોગ કરવાની જગ્યાએ સત્તામાં મદ બની ગયેલા સત્તાધીશો દુરુપયોગ કરી રહ્યા હોવાનો વિપક્ષ નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર શહેરમાં મહાનગર પાલિકાની મંજૂરીથી સીટી બસ ચલાવવામાં આવી રહી છે. જે તે સમયે સિટી બસને 20 રૂટ ઉપર બસ ફેરવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જેમાં હજુ સુધી 10 રૂટ ઉપર સીટી બસ કરી શકી નથી.

  • રિંગ રોડ પર ક્યારેય બસ ફરી નથી

ગાંધીનગર શહેરના નિર્માણ થયા બાદ ક્યારેય પણ રીંગ રોડ ઉપર સીટી બસ ફરી હોય તેઓ અપવાદરૂપે પણ એકાદ કિસ્સો પણ સામે આવ્યો નથી. તેવા સમયે ગાંધીનગર શહેરના સેકટરોમાં રીંગ રોડ ઉપર રૂપિયા 4 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ બનાવવા માટે મેયર દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે આ બાબતે વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી.

પ્રજાના 4 કરોડના ટેક્સના પૈસાથી મલાઈ ખાવા માટે મેયર બસ સ્ટેન્ડ બનાવવા માગે છે.
  • મેયર પોતાની તકતી લગાવવા માટે રૂપિયા વેડફી રહ્યા છે

વિપક્ષી નેતાએ કહ્યું હતું કે, આ માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે મેયર પ્રજાના ટેક્સના રૂપિયાનો દુરુપયોગ કરી રહ્યા છે. જે જગ્યાએ સીટી બસ ફરી નથી, તે જગ્યા ઉપર બસ સ્ટેન્ડ બનાવવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે કોન્ટ્રાક્ટરો પાસેથી આ ચાર કરોડ રૂપિયામાંથી કમિશન મેળવવા માટેનો કારસો રચી રહ્યા છે. મેયર પોતાની તકતી લગાવવા માટે રૂપિયા વેડફી રહ્યા છે. કમિશનરને જણાવ્યું હતું કે, આ પ્રકારના રૂપિયા આપવાનું બંધ કરવામાં આવે. જી.પી.એમ.સી એક્ટ કલમ નંબર 67 (3 કક) મેયર ખોટું અર્થઘટન કરીને બસ સ્ટેન્ડ બનાવી રહ્યા છે. જો કાયદાનો ખોટો દુરુપયોગ કરવામાં આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details