ન્યૂઝ ડેસ્કઃ આ વર્ષે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી 2 દિવસ કરવામાં આવશે. ગત વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણી 2 દિવસ કરવામાં આવી હતી. આ વર્ષે પણ જન્માષ્ટમી 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટના રોજ છે. પંચાંગમાં ભેદ હોવાને કારણે જન્માષ્ટમીનો તહેવાર 2 દિવસ ઉજવવામાં આવશે. દેશના અમુક વિસ્તારમાં 11 ઓગસ્ટ અને અમુક વિસ્તારમાં 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. હિન્દુ પંચાંગ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમી તિથિના રોજ થયો હતો. આવામાં આ વખતે 11 ઓગસ્ટના રોજ આઠમી તિથિ છે. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો. જે આ વર્ષે 12 ઓગસ્ટના રોજ છે.
Janmashtami 2020: ક્યારે કરવામાં આવશે જન્માષ્ટમીની ઉજવણી, જાણો શું કહે છે પંચાંગ
આ વર્ષે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી 2 દિવસ કરવામાં આવશે. ગત વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણી 2 દિવસ કરવામાં આવી હતી. આ વર્ષે પણ જન્માષ્ટમી 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટના રોજ છે. પંચાંગમાં ભેદ હોવાને કારણે જન્માષ્ટમીનો તહેવાર 2 દિવસ ઉજવવામાં આવશે.
ક્યારે કરવામાં આવશે જન્માષ્ટમીની ઉજવણી, જાણો શું કહે છે પંચાંગ
2 દિવસ જન્માષ્ટમીની ઉજવણી કેમ?
હિન્દુ શાસ્ત્ર અને પંચાંગ અનુસાર હિન્દુ ધર્મનો કોઈ પણ તહેવાર અને વ્રત તિથિ અનુસાર ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર ઘણી વખતે એક તિથિ અલગ-અલગ તારીખોમાં આવે છે. જેથી આવી પરિસ્થિતિમાં ભ્રમ પેદા થાય છે. આવામાં જન્માષ્ટમીની તિથિ 2 દિવસ સુધી રહેશે. જેથી આ વર્ષે 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.