- મારી જોડે આતંકવાદી જેમ વર્તન થયું : પુંજા વંશ
- CM રૂપાણીએ ઉના અસરગ્રસ્તની મુલાકાત દરમિયાન પુંજા વંશે વ્યક્ત કરી આપવીતી
- CM આવે તે પહેલાં મારા ઘરે SOG અને પોલીસના ધામા
ગાંધીનગર: 17 અને 18મેના રોજ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાની દહેશત હતી ત્યારે વાવાઝોડું દીવ અને ઉનાના દરિયા કાંઠાના વિસ્તાર પર ગુજરાતમાં પ્રવેશ્યું હતુ. જેમાં ઉના તાલુકામાં ભારે મોટું નુકસાન થયું છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ નાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. ત્યારે ઉનાના ધારાસભ્ય પુંજા વંશે આ સમય દરમિયાનની પોતાની આપવીતી કહી હતી અને જણાવ્યું હતું કે, હું જેમ આતંકવાદી હોવ તેવી રીતે મારી જોડે વર્તન થયું છે. જ્યારે CM આવે તે પહેલાં જ મારી ઓફિસે અને કરે પોલીસના પણ આવી ગઈ હતી.
મને એક રૂમમાં બેસાડી રાખ્યો: પુંજા વંશ
ઉના કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વર્ષે વધુમાં આપવીતી જણાવતા કહ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવ્યા ત્યારે મને એક જ રૂમમાં કલાકો સુધી પોલીસની હાજરીમાં બેસાડી રાખ્યો હતો જાણે કે હું કોઈ આતંકવાદી હોય તેવી રીતે મારી જોડે વર્તન થયું હતું જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉના તાલુકાના ફક્ત અમુક ગામની મુલાકાત લીધી હતી પણ જ્યારે જે જગ્યા ઉપર વધુ નુકસાન હતુ તેવી કોઈપણ જગ્યાએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મુલાકાત લીધી ન હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વર્ષે કર્યો છે.
આ પણ વાંચો:આંશિક નિયંત્રણો હટાવવાયા: પીપાવાવ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત