રાજ્યની ભાજપ સરકારમાં સરકારી ગોડાઉનમાં ગોટાળા કરવા સરળ થઇ ગયા હોય તેવું જોવા મળી રહી છે. અગાઉ દાહોદ પાસેથી પુરવઠા નિગમના ગોડાઉનમાં અનાજની ચોરી સામે આવી હતી. આ ઉપરાંત પુસ્તકના ગોડાઉનમાંથી 42 લાખના પુસ્તકો ચોરીનું કૌભાંડ પણ સામે આવ્યું હતું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પાસેથી ઘઉં ભરીને જતા એક વાહનનેને ઝડપી પાડવામાં આવ્યુ છે.
દહેગામ પાસેથી ગવર્મેન્ટ ઓફ પંજાબ, હરિયાણા લખેલા કોથળામાંથી ઘઉંનો જથ્થો ઝડપાયો, મોટા કૌભાંડની આશંકા
ગાંધીનગર: રાજ્યમાં પુરવઠા નિગમના સરકારી ગોડાઉનમાં રહેલા અનાજને બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ અનેક વખત પ્રકાશમાં આવ્યું છે. ગુરૂવારે વહેલી સવારે દહેગામ પોલીસ દ્વારા ગવર્મેન્ટ ઓફ પંજાબ અને હરિયાણા લખેલા કોથળા ઉપર ભારતીય ખાદ્ય નિગમના માર્કાવાળો 3 હજાર કિલો ઘઉં ભરેલા અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જેથી મોટું કૌભાંડ થવાની આશંકા સેવવામાં આવી રહી છે.
દહેગામ પાસેથી ગવર્મેન્ટ ઓફ પંજાબ, હરિયાણા લખેલા કોથળામાંથી ઘઉંનો જથ્થો ઝડપાયો
મળતી માહિતી મુજબ દહેગામ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ એચ.એ.જાડેજા વહેલી સવારે પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન આશરે 2 થી 3 વાગ્યાના અરસામાં હિલોલ તરફ જનારા ચાર રસ્તા પાસે એક વાહન નંબર GJ-18 - AZ- 8785 આવી રહ્યું હતું. જેની તપાસ કરતા અંદરથી ગવર્મેન્ટ ઓફ પંજાબ અને હરિયાણા લખેલા કોથળામાં ઘઉંનો જથ્થો મળી મળ્યો હતો.
પોલીસે વાહનમાં સવાર જીગર સોઢા, કિસન બારૈયા, અને અરવિંદ ડાભીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.