ગુજરાત

gujarat

ETV Bharat / city

IFSCA Gold Spot Exchange શું છે? જેનું PM મોદી લોકાર્પણ કરવાના છે - Foreign Exchange Management Act

તારીખ 29 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi Gandhinagar) ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટી-ગોલ્ડ (Gift City Gandhinagar) સ્પોટ એક્સચેન્જનું લોકાર્પણ કરવાના છે. જેના કારણે હવે ગુજરાતમાં પણ બુલિયન માર્કેટ (Bullion Market Gold Exchange) ધમધમશે. જેને દેશનું પહેલું ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ કહેવામાં આવે છે. આ પ્રોજેક્ટ થકી ગુજરાતમાં રોજગારીની તકમાં વધારો થશે.આ સમગ્ર મુદ્દાઓની વિગતવાર સમજ પહેલા સમજીએ કે, આ બુલિયન માર્કેટ શું છે, એનાથી લોકોને કેટલો અને કેવો ફાયદો, કેવી રીતે કામ કરશે.

IFSCA Gold Spot Exchange શું છે? જેનું PM લોકાર્પણ કરવાના છે
IFSCA Gold Spot Exchange શું છે? જેનું PM લોકાર્પણ કરવાના છે

By

Published : Jul 26, 2022, 7:12 PM IST

Updated : Jul 26, 2022, 9:17 PM IST

હૈદરાબાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને ગાંધીનગરમાં (Gift City Gandhinagar) તૈયારીઓની દોડધામ શરૂ થઈ ચૂકી છે. વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં સ્પોટ એક્સચેન્જનું (Bullion Market Gold Exchange) લોકાર્પણ કરશે. જે સેન્ટરથી સોનાની ખરીદી-વેચાણ કરનારાઓનું કામ સરળ બની રહેશે. હવે ગુજરાતમાં પણ બુલિયન માર્કેટ ધમધમશે. જેને દેશનું પહેલું (Indias First Gold Spot) ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ કહેવામાં આવે છે. આ પ્રોજેક્ટ થકી ગુજરાતમાં રોજગારીની તકમાં વધારો થશે.

આ પણ વાંચો: એલોન મસ્કે ચીન અને ક્રિપ્ટોકરન્સી પર કરી આ મોટી વાત...જાણો શું છે એ...

ગેટવે બનશે:રાજ્ય સરકારે એવી યોજના તૈયાર કરી છે કે, જેનાથી વધુને વધુ કંપનીઓને ગિફ્ટ સિટીમાં આકર્ષિત કરી શકાય. જેનાથી રોજગારીની તક વધશે. આ સાથે ગિફ્ટ સિટી ભારતનો ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ ગેટવે બની રહેશે. ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના સ્થાપના દિવસ નિમિતે ગાંધીનગરમાં આ ગિફ્ટ સિટી ખુલ્લુ મૂકાશે.દેશમાં પહેલી વખત એવું બનશે કે, કોઈ ઈન્ટરનેશનલ બુલિયન સેન્ટર એક લાઈવ મોડ પર કાર્યરત કરશે. જે પછીથી ગ્લોબલ બુલિયન ટ્રેડનો એક ભાગ બની રહેશે.

બજેટમાં હતો ઉલ્લેખ: દેશમાં સૌથી મોટું ઈન્ટરનેશનલ લેવલનું બુલિયન માર્કેટ શરૂ થાય છે એ ખરેખર મોટી વાત છે. આ પ્રોજેક્ટ અંગે દેશના નાણા પ્રધાને બજેટમાં જાહેરાત કરી હતી. જેમાં ગિફ્ટ સિટીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના થકી સોનાની લેવડદેવળ સરળ બની રહેશે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરનું રોકાણ પણ મળી રહેશે.

આ પણ વાંચો: બિલ ગેટ્સને પાછળ છોડી, જાણો કોણ બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ: ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (Gift City Gandhinagar)માં ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થઈ રહ્યું છે. ભારતમાં આ પ્રકારનું એક્સચેન્જ પ્રથમ વખત લાઈવ થવા જઈ રહ્યું છે, જે વૈશ્વિક બુલિયન વેપારનો મોટો હિસ્સો હશે. ભારત માટે સૌથી મોટી વાત એ છે કે અહીં આંતરરાષ્ટ્રીય બુલિયન શરૂ થઈ રહ્યું છે.

કંપની મેનેજમેન્ટ:એક્સચેન્જ સ્થાપના અને સંચાલન કરવા માટે, કેન્દ્રએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન હોલ્ડિંગ IIBH હોલ્ડિંગ કંપનીની સ્થાપના કરી, જેમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, ઇન્ડિયા INX, IFSC, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટ લિમિટેડ અને નેશનલ સિક્યુરિટી ડિપોઝિટ લિમિટેડનો સમાવેશ થાય છે. (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. નજીકના ભવિષ્યમાં ગોલ્ડ સ્પોર્ટ એક્સચેન્જ દ્વારા તેનો વેપાર કરી શકાશે. આ એક્સચેન્જ પછી 5 ગ્રામથી લઈને એક કિલોગ્રામ સુધીના સોનાનો વેપાર થઈ શકશે, જેનું સેબી દ્વારા નિયમન કરવામાં આવશે.

આ પણ વાંચો: US ડોલર સામે રૂપિયો 79.97 પર સ્થિર, 15 પૈસા ઘટતા વિદેશીભંડોળને થઈ આવી અસર

એક્સચેન્જ થકી કેવી રીતે ખરીદી થાય:રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) દ્વારા સૂચિત કર્યા મુજબ લાયકાત ધરાવતા જ્વેલર્સને ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ — IFSC (IIBX) દ્વારા સોનાની આયાત માટે 11 દિવસ પહેલા એડવાન્સ પેમેન્ટ મોકલવાની મંજૂરી આપી છે. ગિફ્ટ સિટી ગુજરાત અથવા IFSCA દ્વારા અધિકૃત કોઈપણ અન્ય એક્સચેન્જ મારફત બેંકોને તમામ યોગ્ય કાળજી લેવા અને ખાતરી કરવા માટે કહેવામાં આવે છે કે મોકલવામાં આવેલ રેમિટન્સ (એડવાન્સ પે) માત્ર IFSCA દ્વારા અધિકૃત એક્સચેન્જ દ્વારા કરવામાં આવેલા વાસ્તવિક આયાત વ્યવહારો માટે છે. "સોનાની આયાત માટેના એડવાન્સ પેમેન્ટના અત્યાર સુધીના સ્વરૂપમાં કરવામાં આવેલા એડવાન્સ રેમિટન્સ કરતાં વધુ મૂલ્યના સોનાની આયાત માટે લાભ લેવો જોઈએ નહીં,"

એડવાન્સ પેમેન્ટ: AD (Authorized dealer Category Banks) બેંકો QJs ને IFSC એક્ટ હેઠળ જાહેર કરાયેલા વર્તમાન વિદેશી વેપાર નીતિ અને નિયમોના પાલનમાં IIBX (International Bullion Exchange) દ્વારા સોનાની આયાત માટે અગિયાર દિવસ માટે એડવાન્સ પેમેન્ટ્સ મોકલવાની મંજૂરી આપી શકે છે. AD બેંકો એ સુનિશ્ચિત કરશે કે IFSCA દ્વારા અધિકૃત એક્સચેન્જ દ્વારા આવી આયાત માટે એડવાન્સ રેમિટન્સ IFSC એક્ટ અને IFSCA દ્વારા તેના હેઠળ બનાવેલા નિયમોના સંદર્ભમાં અફર ખરીદી ઓર્ડરના સ્વરૂપમાં વેચાણ કરાર અથવા અન્ય દસ્તાવેજની શરતો અનુસાર હશે. AD બેંક તમામ યોગ્ય પગલાં હાથ ધરશે. ખાતરી કરશે કે મોકલવામાં આવેલ રેમિટન્સ માત્ર IFSCA દ્વારા ઓથોરાઈઝ એક્સચેન્જ દ્વારા કરવામાં આવેલા આયાત વ્યવહારો માટે છે કે નહીં.

આ પણ વાંચો: સબસીડીને મેનેજ કરતા શીખવું પડશે, આ પાસુ આર્થિક મુશ્કેલી ઊભી કરી શકેઃ નિર્મલા સીતારામણ

સૌથી મોટી વાત: ખાસ વાત એ છે કે, નક્કી થયેલી રકમ કરતા વધારે પૈસા એડવાન્સમાં મોકલી દીધા હશે તો એ જ બેન્ક થકી રૂપિયા પરત મોકલાશે. એ પણ એ જ બેન્કમાં પાછા આવશે જેમાંથી વ્યવહાર થયો હશે. એ પણ 11 દિવસની અંદર. IIBX દ્વારા આયાત કરાયેલા સોના માટે, QJ એ બિલ ઑફ એન્ટ્રીએ AD બેંકને સબમિટ કરશે જ્યાંથી એડવાન્સ પેમેન્ટ મોકલવામાં આવ્યું છે. એટલે પૈસાને લઈને કોઈ છેત્તરપીંડિનો અવકાશ નહીવત.

Last Updated : Jul 26, 2022, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details