ગુજરાત

gujarat

ETV Bharat / city

અંબાજી ચૂંદડીવાળા માતાજી વિશે શિક્ષણપ્રધાન ચૂડાસમાએ શું કહ્યું ? - ચૂંદડીવાળા માતાજી

ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં અન્ન અને જળનો ત્યાગ કરીને ચૂંદડીવાળા માતાજી તરીકે જાણીતા થયેલા પ્રહલાદભાઈ જાનીએ આજે દેહત્યાગ કર્યો હતો ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ચુંદડીવાળા માતાજીના ભૂતકાળ સાથે પોતાના સંસ્મરણોને યાદ કર્યાં હતાં.

અંબાજી ચૂંદડીવાળા માતાજી વિશે શિક્ષણપ્રધાન ચૂડાસમાએ શું કહ્યું ?
અંબાજી ચૂંદડીવાળા માતાજી વિશે શિક્ષણપ્રધાન ચૂડાસમાએ શું કહ્યું ?

By

Published : May 26, 2020, 8:53 PM IST

ગાંધીનગર : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે ચૂંદડીવાળા માતાજીનો જન્મ ઓગસ્ટ 1929માં થયો હતો. સાત વર્ષની ઉંમરમાં પ્રહલાદભાઈ જાની અંબાજીના ભક્ત બન્યાં હતાં અને ૧૨ વર્ષની નાની ઉંમરમાં માતાજીના કપડાં ધારણ કરીને અને જળનો ત્યાગ કર્યો હતો. કોઈ વ્યક્તિ અને જળ વગર રહી ના શકે આ વાત સમાજને એ ધીમેધીમે ખબર પડવા લાગી. લોકોનું કુતૂહલ વધતું ગયું વૈજ્ઞાનિકોએ પણ પરીક્ષણ કર્યા આરોગ્યની તપાસ કરવામાં આવી. આ તમામ પ્રક્રિયામાંથી પ્રહલાદભાઈ જાની પસાર થયાં અને સત્યની કહ્યું કે તેઓ વર્ષોથી અને જળ લેતાં નથી. આ ચૂંદડીવાળા માતાજી એટલે કે પ્રહલાદભાઈ જાની વિશ્વમાં જીવતી જાગતી અજાયબી હતી હું તેમને અનેક વખત મળ્યો છું તેમના આશ્રમમાં પણ અનેક વખત જતો હતો.

અંબાજી ચૂંદડીવાળા માતાજી વિશે શિક્ષણપ્રધાન ચૂડાસમાએ શું કહ્યું ?
સમગ્ર વિશ્વને આ વાતની જાણ થતાં દેશવિદેશના વૈજ્ઞાનિકોએ પણ ચૂંદડીવાળા માતાજીનું પરીક્ષણ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ અહેવાલો પ્રસારિત થયાં હતાં. પરંતુ તેઓ જળ અને અન્નનો ત્યાગ કર્યો છે અને તેઓ એમ જીવન જીવી રહ્યાં છે તે પણ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો અને મીડિયાએ પણ માનવું પડ્યું હતું. મારે તેમની સાથે સારો સંબંધ હતો તે ઓફિસમાં આવતાં હતાં ત્યારે પણ તેઓ મને આશીર્વાદ આપતાં હતાં.

ABOUT THE AUTHOR

...view details