ગુજરાત

gujarat

By

Published : Jun 10, 2021, 9:45 PM IST

ETV Bharat / city

11 જૂનથી શું મળશે છૂટછાટ? - DGP Ashish Bhatiaએ આપી માહિતી

DGP આશિષ ભાટિયા (DGP Ashish Bhatia)એ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યમાં 11 જૂનના રોજથી આપવામાં આવતી છૂટછાટ અને સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંધન કરવા બદલ કરવામાં આવેલી દંડાત્મક કાર્યવાહી અંગે માહિતી આપી હતી.

DGP Ashish Bhatia
DGP Ashish Bhatia

  • લોકો પાસે કોરોનાને લાગતા નિયમોમાં લાખો, કરોડોનો દંડ વસુલાયો
  • 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ, અમુક પ્રતિબંધોમાં મળી શકે છે છૂટછાટ
  • શુક્રવારથી શહેરીજનોને નવી ગાઇડલાઇન પ્રમાણે મળશે કેટલીક છૂટછાટ

ગાંધીનગર : કોરોનામાં રાજ્ય સરકાર દ્વારા નિયમોનું પાલન કરાવતા વિવિધ લોકો સામે કાર્યવાહી મોટા દંડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોના કરફ્યૂમાં કારણ વગર બહાર નીકળેલા લોકોના વાહન જપ્ત કરીને 99 કરોડ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. આ સાથે 36 લાખને માસ્ક ન પહેરવા બદલ 4.92 લાખ લોકોને SOPનું પાલન ન કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા ( DGP Ashish Bhatia )એ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી હતી. ગુજરાત સરકાર દ્વારા કોરોનાને લઈને કેટલાક પ્રતિબંધો હટાવાયા છે, તે અંગે પણ DGP Ashish Bhatia દ્વારા માહિતી આપવામાં આવી હતી.

DGP આશિષ ભાટિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જાણકારી

DGP આશિષ ભાટિયા (DGP Ashish Bhatia)એ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ તેમજ અમુક પ્રતિબંધો હતા. આ પ્રતિબંધો માટે કેટલીક નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલાક પ્રતિબંધો હટાવાયા છે. કરફ્યૂનો સમય રાત્રિ 9 થી સવારના 6 કલાક સુધી યથાવત રહેશે. 36 શહેરોમાં પણ કરફ્યૂ યથાવત્ જ રહેશે. જે નિયંત્રણ રાખવામાં આવ્યા હતા, તેમાં છૂટછાટ આપવામાં આવી છે.

દુકાનો સવારે 6થી 7 સુધી ખૂલ્લી રાખી શકાશે

દુકાનો સવારે 9થી રાત્રિના 6 કલાક સુધી ચાલુ હતી, તેમાં સમય વધારાયો છે. હવે દુકાનો સવારના 6થી સાંજના 7 કલાક સુધી ખૂલ્લી રાખી શકાશે. લારી, ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટયાર્ડ, હેર કટિંગ, સલૂન સહિતના વેપારીઓ 07 કલાક સુધી દુકાનો ખૂલ્લી રાખી શકાશે. રેસ્ટોરન્ટને પણ ઘણી બધી છૂટ આપવામાં આવી છે. સવારે 9થી સાંજના 07 કલાક સુધી બેસવાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે, પરંતુ 50 ટકા ક્ષમતા સાથે જ રેસ્ટોરન્ટ ચાલુ રહેશે, તેમજ અન્ય SOPનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત ટેકઅવેની સુવિધા છે, સવારે 9 થી રાત્રિના 9 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. હોમ ડિલિવરીની સુવિધા સવારના 9થી રાત્રિના 12 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે.

  • 50 ટકાની ક્ષમતા સાથે જીમ ખૂલશે, લગ્ન અને અંતિમ વિધિમાં નિયમો યથાવત
  • જીમ પણ પહેલીવાર ખોલવામાં આવશે, જે અત્યાર સુધી બંધ હતા. 50 ટકાની ક્ષમતા સાથે જીમ ખૂલ્લા રાખવામાં આવશે.
  • જાહેર બાગ બગીચાની બંધ હતા, તે શક્રવારથી સવારે 11થી સાંજે 7 કલાકની સુધી છૂટ આપવામાં આવી છે. જે હવેથી સાંજે 07 સુધી જાહેર જનતા માટે ખૂલ્લા રહેશે.
  • લગ્ન માટે ખૂલ્લી કે બંધ જગ્યામાં મહત્તમ 50 વ્યક્તિની મંજૂરીથી લગ્ન થઈ શકશે. તેમાં છૂટછાટ આપવામાં આવી નથી. જેના માટે નોંધણી પણ ફરજિયાત ઓનલાઈન પોલીસ સ્ટેશનમાં કરાવવાની રહેશે.
  • અંતિમક્રિયામાં પણ 20 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે, જે યથાવત જ રહેશે.
  • રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમમાં છૂટછાટ આપવામાં આવી છે. જેમાં 50 વ્યક્તિની મર્યાદામાં કાર્યક્રમનું આયોજન કરી શકાશે.
  • ધાર્મિક સ્થળો ખોલી શકાશે, પરંતુ એક સાથે 50થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં.
  • શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટર, સિનેમા, વોટરપાર્ક મનોરંજન સ્થળ, સ્વિમિંગ પુલ વગેરે બંધ જ રહેશે
  • લાઇબ્રેરીઓ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાય છે

ABOUT THE AUTHOR

...view details