ગુજરાત

gujarat

By

Published : Apr 23, 2020, 3:22 PM IST

ETV Bharat / city

લોકડાઉનમાં વેસ્ટર્ન રેલવેને 472.07 કરોડથી વધુ નુકશાન

સમગ્ર દેશમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત ઇન્ડિયન રેલવે પણ બંધ છે કરોડો રૂપિયાનું રોજનું નુકશાન થઈ રહ્યું છે ત્યારે રેલવેના વેસ્ટર્ન રેલવે વિભાગની જો વાત કરવામાં આવે તો જનતા કરફ્યુથી આજ દિન સુધી કુલ 472.07 કરોડથી વધુની નુકશાની થઈ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

લોકડાઉનમાં વેસ્ટર્ન રેલવેને 472.07 કરોડથી વધુ નુકશાન
લોકડાઉનમાં વેસ્ટર્ન રેલવેને 472.07 કરોડથી વધુ નુકશાન

ગાંધીનગર : દેશમાં લોકડાઉનને કારણે અનેક સેક્ટરોને ભારે નુકશાન થયું છે ત્યારે રેલવે વિભાગના વેસ્ટર્ન રેલવે ભારતીય રેલવે વિભાગ માટે મુખ્ય આવકનો સ્ત્રોત પણ માનવામાં આવે છે ત્યારે લોકડાઉનથી આજ દિન સુધીની જો વાત કરવામાં આવે તો કોરોના વાયરસની અસરને લઇને વેસ્ટર્ન રેલવેને કુલ રૂ. 472.07 કરોડથી વધુનું નુક્સાન થયું છે.

જ્યારે માર્ચ મહિનામાં રૂ. 207.11 કરોડનું નુક્સાન, 1 એપ્રિલથી 18 એપ્રિલ સુધી થયું રૂ.264.96 કરોડનું નુક્સાન થયું હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. જ્યારે વેસ્ટર્ન રેલ્વેના નાનામોટાં તમામ સ્ટેશન પર થઈ રેલવેને કરોડોનું નુક્સાન થયું છે.

લોકડાઉનમાં વેસ્ટર્ન રેલવેને 472.07 કરોડથી વધુ નુકશાન

લોકડાઉન દરમિયાન મુસાફરોની વાત કરવામાં આવે તો 1 માર્ચથી 31 માર્ચ સુધી 20,95,556 મુસાફરોએ બુકીંગ રદ કરાવ્યાં હતાં. જેમ કે માર્ચ મહિનામાં રદ્દ થયેલા બુકીંગથી ેરેલવેએ રૂ. 132.25 કરોડની રકમ રીફંડ આપવામાં આવી છે. ઉપરાંત 1 એપ્રિલથી 18 એપ્રિલ સુધી 8,94,597 મુસાફરોએ બુકીંગ રદ કરાવ્યું છે. આમ, એપ્રિલ માસમાં રદ થયેલા બુકીંગમાં રેલ્વેએ રૂ. 68.10 કરોડ રકમ રીફંડ કરી છે. ઉલ્લેખનીય છે કે ફક્ત લોકડાઉનના કારણે વેસ્ટર્ન રેલવેને નુકશાનનો આંક કરોડોને પાર થયો છે ત્યારે સમગ્ર ઝોન અને તમામ રેલવે વિભાગને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details