ગુજરાત સરકારની પાક વીમા યોજનાની નવી જાહેરાતને આવકારતાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ - કમલમ
સીએમ વિજય રૂપાણી દ્વારા આજે રાજ્યના તમામ ખેડૂતોને આવરી લેતી 'મુખ્યમંત્રી કિસાન સહાય યોજના'ની કરાયેલી જાહેરાતને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આવકારી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદની પરિસ્થિતિમાં રાજ્યના ખેડૂતોને ખરીફ પાકમાં થયેલ નુકસાન માટે કોઈપણ જાતનું પ્રિમિયમ ભર્યા સિવાય આર્થિક સહાય આપવાનો રાજ્યની ભાજપ સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય કુદરતી આફતના સમયમાં રાજ્યના ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે.
ગાંધીનગરઃ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ખેડૂતોની તકલીફો જાણીને તેમના માટે હિતકારી નિર્ણય લીધો છે. તમામ ખેડૂતોને ચાલુ વર્ષે કુદરતી આફતના કારણે ખરીફ પાકમાં થયેલ નુકશાન સહાય કરવા 4 હેક્ટર જમીન માટે પાત્રતાના આધારે 33 ટકા થી 60 ટકા સુધી નુકસાન માટે હેકટરદીઠ 20 હજાર રૂપિયા અને 60 ટકાથી વધુ નુકસાન માટે હેકટરદીઠ 25 હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય લાભાર્થી ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી સીધી બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવશે.