ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઈન્ટરવ્યૂમાં કોરોના અને ગુજરાત સરકારના સેવા યજ્ઞ વિશે જણાવ્યું - ગાંધીનગર ન્યૂઝ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ETV BHARAT સમક્ષ કોરોના અને ગુજરાત સરકારના સેવા યજ્ઞ વિશે જણાવ્યું હતું. આ સાથે કોરોનાની ચેઈન કેવી રીતે તોડી શકાય છે, લોકોએ શું કરવું જોઈએ અને સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે તે વિશે પણ જણાવ્યું હતું.

1 મેથી યુવાનો મોટી સંખ્યામાં વેક્સિન લે
1 મેથી યુવાનો મોટી સંખ્યામાં વેક્સિન લે

By

Published : May 1, 2021, 7:09 AM IST

Updated : May 1, 2021, 12:33 PM IST

  • 90 ટકા લોકો પોતાની રીતે કોરોનાથી બચવા પ્રયત્ન કરે
  • 1 મેથી યુવાનો મોટી સંખ્યામાં વેક્સિન લે
  • મોરારી બાપુએ સેવા યજ્ઞ માટે 1 કરોડ આપ્યા

ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 1 લાખ કોરોના વોરિયર્સને જરૂરી સામગ્રી સાથેની કીટ અપાશે. જેમાં પહેલા દિવસે 11 હજાર કીટ રવાના કરી હતી. આ પહેલના ભાગરૂપે તેમને ETV BHARATને એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં આગામી સમયમાં કોરોનાની ચેઈન તોડવા માટે ક્યાં પ્રકારના પગલાં ભરવા જરૂરી છે. આ સાથે અત્યારની ગુજરાતની પરિસ્થિતિ વિશે પણ જણાવ્યું હતું.

1 મેથી યુવાનો મોટી સંખ્યામાં વેક્સિન લે

સવાલ: રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો સેવા યજ્ઞ શું છે?

જવાબ: વડાપ્રધાન અને ગૃહપ્રધાન સાથે મળેલી બેઠક બાદ આ સેવા યજ્ઞ કરવાનો નિર્ધાર કર્યો. જેમાં દરેકે સંપ્રદાયના લોકો અને હિતેચ્છુઓને બોલાવ્યા. જેમાં મોરારી બાપુએ 1 કરોડ લોકોની સેવા માટે આપ્યા, 25 લાખ રૂપિયા રાજભવનથી અમે આપ્યા, અન્ય સાધુ સંતોએ પણ ભોજનાલય બનાવ્યા, કોવિડ સેન્ટર બનાવવા માટે સહમતી આપી જેનાથી એક અભિયાન ચાલ્યું. જેના 2 દિવસ બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે મીટિંગ થઈ અને 3 લાખ અધ્યાપકોને કહ્યું તેઓ વિદ્યાર્થીઓને અવેર કરે જેથી અવેરનેસ વધુ ફેલાય. આ ઉપરાંત ખેડૂતો, પંચાયત, રેડક્રોસ, NCC, NSSને અંદરના કામોમાં લોકોને અવેર કરવા માટે જોડ્યા. તેવું રાજ્યપાલે કહ્યું હતું.

આ પણ વાંચો: રાજ્યપાલે સેના દિવસ નિમિત્તે સૈનિકોને વિજયના અભિનંદન પાઠવ્યા

સવાલ: સેવા યજ્ઞથી કંઈ રીતે લોકોને મદદ મળશે?

જવાબ: આ ઉપરાંત તેમને આ સેવા યજ્ઞ વિશે વધુમાં કહ્યું કે, યુવા અનસ્ટોપેબલ અમારી સાથે જોડાયું. અમે નિર્ણય લીધો વર્ગ 4 લેવલના કોરોના વોરિયર્સ માટે કીટ બનાવવાનો નિર્ણય કર્યો. જેમાં જીવન જરૂરી ચીજ-વસ્તુઓ મૂકી કીટ તૈયાર કરી, ટ્રકોમાં ભરી 1 મેથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં મોકલાવી સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો. અત્યારે 11 હજાર કીટ અપાઈ છે. ટોટલ 1 લાખ કીટ અપાશે. અત્યારે પૂરતી કીટ જામનગર, રાજકોટ, પોરબંદર સહિતના એરિયામાં મોકલી છે. દર દસ દિવસે આ રીતે કીટ અહીંથી મોકલવામાં આવશે.

સવાલ: ગુજરાતમાં અત્યારે જે કોરોનાની સ્થિતિ છે તેને એક રાજ્યપાલની દ્રષ્ટિએ કંઈ રીતે જુઓ છો?

જવાબ: કોરોનાની સ્થિતિ આખી દુનિયામાં વિકરાળ છે. કોરોના આ સમયે આક્રમક રૂપ લઈને આવ્યો છે. આની પહેલા આવેલા કોરોનાનો પ્રથમ વેવ આટલો વિકરાળ નહોતો. પરિવારમાં અત્યારે કોઈ એકને કોરોના થાય છે તો પૂરો પરિવાર કોરોનામાં સપડાઈ જાય છે. તેનો ફેલાવો વધુ થઈ રહ્યો છે, પરંતુ પ્રદેશ સરકારે આ સ્થિતિને બહુ જ ગંભીરતાથી લીધી છે. દરરોજ કોર કમિટીની મીટિંગ થાય છે. જેમાં રોજ અલગ-અલગ નિર્ણય કરવામાં આવે છે. દરેક રાજ્યના પ્રધાનોને તેમના વિસ્તારોમાં મોકલી સમસ્યા છે તેનું નિરાકરણ કરવા કહેવાયું છે. આ ગતિથી જે કામ થઇ રહ્યું છે તેના કારણે આવનારા દિવસોમાં આપણે જરૂરથી સફળ થઈશું.

સવાલ: કોરોનાની ચેઈન તોડવા માટે લોકોએ શું કરવું પડશે? સરકારે ક્યાં પ્રકારના નિર્ણયો લેવા પડશે? લોકોને શું મેસેજ છે?

જવાબ: માસ્ક સતત પહેરો, ભીડભાડ ન કરો, મોટા આયોજન ન કરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, કેટલાક દિવસો કામ ના હોય તો બીન-જરૂરી ઘરથી બહાર ન નીકળો. સરકારે 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં દરેક જણ જોડાઈને વેક્સિનેશન લે. જેથી કોરોનાની ચેઈનને તોડી શકશે અને આપણે તેમાં સફળ થઈશું.

આ પણ વાંચો: રાજકોટ એઈમ્સનું વડાપ્રધાન મોદીએ કર્યું ઇ-ખાતમુહૂર્ત, વર્ષ 2022 સુધીમાં થશે નિર્માણ

સવાલ: શું તમે માનો છો કે, હોસ્પિટલમાં એડમિટ થવા માટે લોકોને તકલીફ પડી રહી છે, સંઘર્ષ કરવો પડી રહ્યો છે?

જવાબ: ડોક્ટરનો સ્પેશિયલ રિપોર્ટ કહે છે કે, 90 ટકા લોકો કોરોનાથી બચવા જો પોતાની રીતે પ્રયત્ન કરે જેમાં માસ્ક પહેરે, ડિસ્ટન્સ જાળવે, આયુર્વેદ અનુસાર નાશ લે, ઉકાળા પીવે તો આપણે ઘરમાં રહીને પણ તેનાથી બચી શકીએ છીએ. જ્યારે દરેક વ્યક્તિ થોડા લક્ષણોથી હોસ્પિટલ સુધી જશે તો ભીડ વધી શકે છે. સરકાર ધીમે-ધીમે બેડ વધારી રહી છે. નવી યોજનાઓ બનાવી રહી છે અને આવનારા દિવસોમાં બધું જ સામાન્ય થઈ જશે.

સવાલ: તમારા હિસાબથી લોકડાઉનએ શું યોગ્ય વિકલ્પ છે?

જવાબ: આ વિષય મારો નથી જે બાબતે હું કંઈ નહીં કહી શકું.

સવાલ: ETV BHARATના દર્શકોને કોરોનાના કપરા કાળમાં શું મેસેજ આપવા માંગો છો?

જવાબ: કોરોનાના દરેક નિયમોનું પાલન કરો. જ્યાં પણ રહો ત્યાં સુરક્ષિત રહો, પોતાને બચાવો અને બીજાઓને બચાવો, વેક્સિનેશન કરાવો, માસ્ક સતત પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, તણાવ મુક્ત રહો, ડરવાની જરૂર નથી મક્કમ મનોબળ રાખો. 'મન કે હારે હાર-મન કે જીતે જીત' આ મંત્રને ધ્યાન રાખી મજબૂત રહો. જે સરકાર નિર્દેશ કરે છે. તેનું પાલન કરો અને મળીને એક ટીમની જેમ કામ કરો. સકારાત્મક વિચારથી જ આપણે કોરોના પર જીત મેળવવાની છે.

Last Updated : May 1, 2021, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details