ગાંધીનગરઃ કોરોના વાઇરસના કહેરને લઈને રાજ્યમાં શાળાઓ શરૂ કરવામાં આવી નથી, પરંતુ સંચાલકો દ્વારા વાલીઓને ખંખેરી લેવામાં આવ્યા છે. જેથી વાલીઓમાં અસમંજસમાં જોવા મળી રહ્યા છે. આવા સમયે ભારતીય નેશનલ જનતા દળ દ્વારા મુખ્યપ્રધાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થીઓની ફી માફ કરવા માટે રજૂઆત કરાઇ હતી.
ભારતીય જનતા દળની સરકાર પાસે માગ
- ખાનગી સ્કૂલો દ્વારા ફી ભરવા વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે
- ભારતીય નેશનલ દળ આવ્યું વાલીઓને વ્હારે
- મુખ્યપ્રધાનને પાઠવ્યું આવેદનપત્ર
- આવેદનમાં ફી માગ કરવાની કરી માંગણી
- ફી માફ નહીં થવા પર આંદોલનની ચીમકી
ખાનગી શાળાના સંચાલકો સરકાર સામે બેફામ બની ગયા છે. આવામાં સરકાર પણ તેમના પક્ષમાં કામ કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. કોરોના વાઇરસને લઈને અનલોક-1 ચાલી રહ્યું છે અને શાળા-કૉલેજો, મોલ-મલ્ટિપ્લેક્સ હજૂ ખુલ્યાં નથી. આ ઉપરાંત રાજ્યની શાળાઓ ક્યારે ખુલશે તે પણ કોઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી. આવા સમયે ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને ખંખેરવાનું શરૂ કરી દેવામાં આવી છે અને ફી ભરવા માટે વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. જેથી ભારતીય નેશનલ જનતા દળ દ્વારા મુખ્યપ્રધાને રજૂઆત કરવામાં આવી હતી.