ગુજરાત

gujarat

ETV Bharat / city

આપણે કોરોનાને હરાવવામાં નજીક હતા, પરંતુ હવે કેસ અને મૃત્યુ વધી રહ્યા છેઃ વિજય રૂપાણી - Chief Minister's statement regarding Corona

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે શુક્રવારે ફેસબુક લાઈવ પર મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફેસબુક લાઈવમાં કહ્યું હતું કે, આપણે કોરોનાને હરાવવા માટે નજીક હતા પરંતુ અત્યારની સ્થિતિને જોતા ક્યાંય પાછા જતા રહ્યા છીએ. રાજ્યમાં કોરોનાના કેસ, મૃત્યુદર સતત વધી રહ્યો છે અને કોરોના બેકાબૂ બની રહ્યો છે.

વિજય રૂપાણી
વિજય રૂપાણી

By

Published : Apr 16, 2021, 1:29 PM IST

Updated : Apr 16, 2021, 3:09 PM IST

  • મુખ્યપ્રધાને મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફનો ઉત્સાહ વધાર્યો
  • વીકેન્ડ કરફ્યૂની હાલ પુરતી કોઈ જાહેરાત નઈ
  • રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે શુક્રવારે ફેસબુક પર લાઈવ થયા હતા. જ્યારે તેઓ લાઈવ થયા ત્યારે લોકોને લાગ્યું કે તેઓ વીકેન્ડ કરફ્યૂની જાહેરાત કરી શકે છે. મુખ્યપ્રધાને મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફેસબુક લાઈવમાં કહ્યું હતું કે, આપણે કોરોનાને હરાવવા માટે નજીક છીએ પરંતુ અત્યારની સ્થિતિને જોતા ક્યાંય પાછા જતા રહ્યા છીએ. રાજ્યમાં કોરોનાના કેસ, મૃત્યુદર સતત વધી રહ્યો છે અને કોરોના બેકાબૂ બની રહ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જરૂરી છે તેમજ કેટલાક સરકારી નિર્ણય, હોસ્પિટલોની પૂરતી વ્યવસ્થા પણ જરૂરી છે.

આ પણ વાંચોઃરાજ્યમાં ગુરુવારે 8,152 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જાણો વિવિધ જિલ્લાની પરિસ્થિતિ

મેડિકલ, પેરામેડીકલ સ્ટાફે 3 લાખથી વધુ દર્દીને બચાવ્યાં

મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે, મેડિકલ, પેરામેડીકલ સ્ટાફ જીવના જોખમે લોકોની સેવા કરી રહ્યો છે. પરિવારની પરવા કર્યા વિના સેવા કરી રહ્યા છે, જે ખરેખર સરાહનીય છે. કેટલાકે પોતાના જીવ પણ ગુમાવ્યાં છે. તેમ છતાં એક વર્ષથી થાક્યા વિના સતત કામ કરી રહ્યા છે. એક વર્ષથી તેઓ સામાન્ય જીવન નથી જીવી રહ્યા. મેડિકલ, પેરામેડીકલ સ્ટાફે 3 લાખ 20 હજારથી વધુ દર્દીને બચાવી ઘરે મોકલ્યાં છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં બુધવારે 7,410 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જાણો વિવિધ જિલ્લાની પરિસ્થિતિ

આપણે લગભગ કોરોના સામે લડાઈ જીતી ગયા હતાઃ મુખ્યપ્રધાન

વિજય રૂપાણીએ કહ્યું કે, આપણે તો કોરોના સામે લડાઈ લગભગ જીતી ગયા હતા, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં કેસ વધી રહ્યા છે. ત્યારે વેક્સિન જ હથિયાર છે. આ ઉપરાંત બીજી આશા આપણા ડોક્ટર છે. કોરોના જરૂરથી હારશે અને ગુજરાત જીતશે. પરંતુ તેની વિપરીત પરિસ્થિતિ જોઈએ તો ડોક્ટરોને પણ લેખિતમાં સરકારને જાણ કરવી પડી રહી છે કે, ઓક્સિજન ખૂટી રહ્યા છે, ઓક્સિજનના અભાવે હોસ્પિટલોમાં લોકો દમ તોડી રહ્યા છે. કેટલાક ડૉકટરો જીવ બચાવવા બ્લેકમાં ઓક્સિજન ખરીદી રહ્યા છે. જેથી કેટલીક જરૂરિયાતો સરકારે પૂરી કરવી જ રહી.

Last Updated : Apr 16, 2021, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details