- કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરવાનો કરી રહી છે પ્રયત્ન
- કોંગ્રેસ પરિવારવાદમાંથી બહાર આવે
- આજે વિશ્વના સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કરાયું છે નામ નથી બદલાયું
- સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં યથાવત છે
ગાંધીનગર : અજય વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એવા મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વચ્ચે જ સ્ટેડિયમનું જૂનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નવા નામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે તેને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પક્ષે નવા નામ સાથેનો વાંધો ઉઠાવ્યો છે અને આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર ઇતિહાસ સાથે ચેડા કરી રહી છે. તેના જવાબમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, મોટેરા સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. સરદાર પટેલ નામનું સ્ટેડિયમ હજૂ પણ નવરંગપુરા વિસ્તારમાં આવેલું છે.
મોટેરા સ્ટેડિયમનું નામ બદલાયું, સરદાર પટેલ સ્ટેડિયમ અલગ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલું સરદાર પટેલ સ્ટેડિયમના નામમાં કોઈ જ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. જ્યારે મોટેરા ગામ ખાતે આવેલા સ્ટેડિયમ જે મોટેરા સ્ટેડિયમ તરીકે જાણીતું હતું અને લોકો સરદાર પટેલ સ્ટેડિયમ કહેતાં હતાં. જ્યારે નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે, ત્યારે તેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમના નામમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે. સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા નામમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી, આમ કોંગ્રેસે ખોટા ફેલાવી રહ્યાં હોવાનો આક્ષેપ પણ નાયબ મુખ્યપ્રધાને કર્યાં હતાં.