ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી : 3 નવેમ્બરના રોજ મતદાન, 2.50 કરોડ રૂપિયાની આરોગ્યલક્ષી વ્યવસ્થા

ગુજરાતની ખાલી પડેલી 8 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેના માટે પ્રચાર-પ્રસાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે અને ફક્ત ટૂ ડોર પ્રચાર શરૂ થયા છે, ત્યારે 3 નવેમ્બરના રોજ 7:00 કલાકે રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભા 8 બેઠક પર મતદાન યોજાશે. જે સાંજના 6 વાગ્યા સુધી પૂર્ણ થશે, જ્યારે કોરોના કહેર વચ્ચે થતી આ પેટાચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચે આરોગ્યની સુરક્ષા માટે 2.5 કરોડ રૂપિયાની વિશેષ જોગવાઇ રાજ્ય સરકારની મંજૂરીથી આરોગ્ય વિભાગમાં આપી છે.

3 નવેમ્બરના રોજ થશે મતદાન, 2.50 કરોડની આરોગ્યલક્ષી વ્યવસ્થા
3 નવેમ્બરના રોજ થશે મતદાન, 2.50 કરોડની આરોગ્યલક્ષી વ્યવસ્થા

By

Published : Nov 2, 2020, 3:04 PM IST

Updated : Nov 2, 2020, 4:06 PM IST

  • ગુજરાતની વિધાનસભાની 8 બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે
  • સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી થશે મતદાન
  • કોરોનાને ધ્યાનમાં રાખીને 2.50 કરોડની આરોગ્યલક્ષી સ્પેશિયલ જોગવાઈ
  • કુલ 81 ઉમેદવારોના ભાવી થશે EVMમાં કેદ

ગાંધીનગરઃ ગુજરાતની ખાલી પડેલી 8 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેના માટે પ્રચાર-પ્રસાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે અને ફક્ત ટૂ ડોર પ્રચાર શરૂ થયા છે, ત્યારે 3 નવેમ્બરના રોજ 7:00 કલાકે રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભા 8 બેઠક પર મતદાન યોજાશે. જે સાંજના 6 વાગ્યા સુધી પૂર્ણ થશે, જ્યારે કોરોના કહેર વચ્ચે થતી આ પેટા ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચે આરોગ્યની સુરક્ષા માટે 2.5 કરોડ રૂપિયાની વિશેષ જોગવાઇ રાજ્ય સરકારની મંજૂરીથી આરોગ્ય વિભાગમાં આપી છે.

8 બેઠકો પર 18.75 લાખ મતદારો મતદાન કરશે

વિધાનસભાની આઠ બેઠકો ઉપર કુલ 18,75,032 લાખ મતદારો મતદાન કરશે. જેમાં 9,69,834 પુરુષો, 9,05,170 મહિલાઓ અને 28 ટ્રાન્સજેન્ડર મતદારો સામેલ છે, જ્યારે 857 સેવા મતદારો નોંધાયા છે.

3 નવેમ્બરના રોજ મતદાન, 2.50 કરોડની આરોગ્યલક્ષી વ્યવસ્થા

પેટા ચૂંટણીમાં 1807 મતદાન કેન્દ્રમાં 3024 મતદાન મથકો

કોરોના કાળમાં યોજાતી 8 વિધાનસભાના પેટા ચૂંટણીમાં ભારતના ચૂંટણીપંચની ગાઇડલાઇન પ્રમાણે એક મતદાન મથક દીઠ મહત્તમ 500 મતદારોના બદલે આ પેટા ચૂંટણીમાં મહત્તમ 1000 મતદારોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઇને 8 વિધાનસભાની બેઠકમાં કુલ 1807 મતદાન કેન્દ્રમાં સમાવિષ્ટ કુલ 3024 મતદાન મથકો ખાતે મતદાન યોજવામાં આવશે, જ્યારે ભારતના ચૂંટણી પંચના ધોરણ મુજબ પોતાના પ્રમાણમાં EVM અને વીવીપેટ મશીનની ફાળવણી પણ કરવામાં આવી છે.

ચૂંટણી પંચની ખર્ચ નિરીક્ષક ટીમ રહેશે હાજર, 1 કરોડનો દારૂ થયો જપ્ત

રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી કૃષ્ણનને જણાવ્યું હતું કે, ચૂંટણી ખર્ચ નિયંત્રણની કામગીરી માટે 27 ફ્લાઈંગ સ્કોર્ડ, 27 સ્ટેટિક સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવી છે. સ્ટેટિક સર્વેલન્સ ટીમે ઉપરાંત 18 વીડિયો સર્વેલન્સ ટીમ, 8 વીડિયો વ્યુઇંગ ટીમ અને 8 હિસાબી ટીમ તથા 8 મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ ઉપર નિયંત્રણ તેમજ રાજ્ય આબકારી અને નશા બંધી વિભાગ દ્વારા 1 નવેમ્બર સુધી કુલ 1 કરોડની કિંમતનો દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે ભરૂચ જિલ્લામાંથી 25 લાખ રોકડ જપ્ત કરાય છે.

કોરોનાથી બચવા ખાસ સુવિધા અને સગવડતા

કોવિડ-19ની માર્ગદર્શિકા અનુસરીને આશરે 3400 થર્મલ ગન, 45,000 N-95 માસ્ક, 82 હજાર ડિપોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર રબર હેન્ડ ગ્લોવસ, અને મતદારો માટે આશરે 21 લાખ પોલીથીન હેન્ડ ગ્લોવસ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જે મતદારો માસ્ક વિનાના આવશે તેમના માટે 3 લાખ જેટલા માસ્કની વ્યવસ્થા પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ મતદારો માટે અને પોલિંગ પાર્ટી માટે 8000 PPE કીટ પૂરી પાડવામાં આવી છે.

Last Updated : Nov 2, 2020, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details