ગુજરાત

gujarat

કોરોનાના કેસો ઘટાડવા એક મહીનાથી છે લવારપુર ગામમાં લોકડાઉન

By

Published : May 8, 2021, 8:34 PM IST

ગાંધીનગરના લવારપુર ગામમાં એક સમયે કોરોનાના 35થી 40થી જેટલા કેસો હતા. જેથી ગામના સરપંચ હર્ષદ પટેલ તેમજ આગેવાનોએ સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કર્યો અને કોરોનાની ચેન તોડવાનું કામ કર્યું છે. આ ઉપરાંત, કોરોનાના કેસો ઘટાડવા અન્ય પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે.

કોરોનાના કેસો ઘટાડવા એક મહીનાથી છે લવારપુર ગામમાં લોકડાઉન
કોરોનાના કેસો ઘટાડવા એક મહીનાથી છે લવારપુર ગામમાં લોકડાઉન

  • ગામમાં 1 મહિનાથી વધુ સમયથી છે લોકડાઉન
  • 3 વખત આખા ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે
  • કોરોનાના 35થી કેસો ઘટીને 12 જેટલા રહ્યા છે

ગાંધીનગર: મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન સરકારે 1લી મેથી શરૂ કર્યું છે. પરંતુ, ગાંધીનગરનું લવારપુર ગામ પહેલાથી જ આ વ્યુહરચના અનુસરી ચૂક્યું છે. આ ગામમાં એક સમયે 35થી 40 જેટલા કેસો હતા. આ કેસો અને કોરોનાની ચેન તોડવા માટે ગામના સરપંચ તેમજ આગેવાનોએ સ્વયંભૂ લોકડાઉન કરવા માટે નિર્ધાર કર્યો હતો. આ ઉપરાંત, ગામના લોકોએ પણ તેનો સાથ આપ્યો હતો. ગામમાં 6 એપ્રિલે પહેલું લોકડાઉન લાદવામાં આવ્યું. ત્યારથી લઈને આજ સુધી ગામમાં લોકડાઉન ચાલુ છે. જેના કારણે કોરોનાના કેસો ઘટીને માત્ર 12 જેટલા જ રહ્યા છે. તેઓ બધા અત્યારે હોમાઇસોલેટ છે. આ ઉપરાંત ગામમાં સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક વગેરેનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.

કોરોનાના કેસો ઘટાડવા એક મહીનાથી લવારપુર ગામમાં સ્વયંભૂ લોકડાઉન

આ પણ વાંચો:દસ્ક્રોઈના બડોદરા ગામમાં કોરોનાનો આજ દિન સુધી એક પણ કેસ નોંધાયો નથી

જીવન જરૂરી ચીજવસ્તુઓ સિવાય બધું જ બંધ

લવારપુર ગામમાં 6 એપ્રિલે પહેલું લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ, 21 એપ્રિલે બીજુ લગાવવામાં આવ્યું હતું. હાલ અત્યારે, 15મે સુધી લોકડાઉનનો નિર્ણય લવારપુર ગામ દ્વારા લેવામાં આવ્યો છે. જેના કારણે કોરોનાની ચેન તૂટી છે અને અત્યારે કેસો પણ ઘટ્યા છે. સાથે સાથે આયુર્વેદિક દવાઓ પણ તેમને આપવામાં આવી રહી છે. તેમજ ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક ગોળી, ઉકાળાનું વિતરણ પણ સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા ઘરે-ઘરે જઈને કરવામાં આવી રહ્યું છે. લોકડાઉનનો દરેક ગામના નાગરિકોએ સાથ સહકાર આપ્યો અને આગામી સમયમાં આ ગામ બહુ જલ્દીથી કોરોનામુક્ત થશે તેવું ગામના સરપંચ હર્ષદ પટેલે કહ્યું હતું.

કોરોનાના કેસો ઘટાડવા એક મહીનાથી લવારપુર ગામમાં સ્વયંભૂ લોકડાઉન

આ પણ વાંચો:જૂનાગઢના કેશોદમાં આવેલો આંબેડકરનગર વિસ્તાર કોરોનામુક્ત બન્યો

ગામમાં 3000 માસ્ક ફ્રી આપવામાં આવ્યા

ગામની વસ્તી 3000ની છે. જેથી ગામમાં 3000 જેટલા માસ્ક આપવામાં આવ્યા છે. ગામમાં દરેક જણ માસ્ક પહેરીને ફરે છે. આ ઉપરાંત, તબક્કાવાર ત્રણવાર ગામને સેનેટાઇઝ પણ કરવામાં આવ્યું છે. આ અંગે વધુમાં જણાવતા ગામના સરપંચ હર્ષદ પટેલે કહ્યું હતું કે, ગામના વિકાસ માટે 4 કરોડની ગ્રાંટ ફાળવી છે. જેમાં આરોગ્યને લગતી સેવાઓ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, પેવર બ્લોક રોડ-રસ્તાઓ, સ્વચ્છતા વગેરેનું ધ્યાન પણ અમે રાખી રહ્યા છીએ. ગામના દરેક વ્યક્તિએ લોકડાઉનમાં અમારો સાથ સહકાર આપ્યો અને જેના કારણે કોરોનાના કેસો ઘટાડવામાં સફળતા મળી.

ABOUT THE AUTHOR

...view details