- ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં (Gandhinagar Civil Hospital) વિટામીન બી-12 અને થાઈરોઈડના રિપોર્ટ થતા જ નથી
- ગાંધીનગરમાં 2 મહિનાથી આ મશીન આવી ગયા છતાં રિપોર્ટ કરાવવા લોકો ખાનગી લેબોરેટરી જવું પડી રહ્યું છે
- લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલા મશીનમાં ટેસ્ટ કરવા જ રિએજન્ટ લેવાની જરૂર પડે છે
- સૌથી મોટી હોસ્પિટલમાં મહત્ત્વના બે રિપોર્ટ જ નથી થતા, બે મહિનાથી મશીનો આવીને પડ્યા છે
- મહિને 3થી 4 હજાર પેશન્ટને પ્રાઇવેટમાં કરાવવો પડી રહ્યો છે ટેસ્ટ
ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલમાં (Gandhinagar Civil Hospital) કેટલાક મહત્ત્વના રિપોર્ટ જે જરૂરી છે. તેમાં વિટામીન બી12 અને થાઈરોઈડનો રિપોર્ટ જ થતો નથી. એટલે અત્યારે મોટા ભાગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ડોક્ટર્સ પણ લોકોમાં વિટામીન બી-12 ઓછું હોય ત્યારે આ ટેસ્ટ કરાવવાની સૂચના આપતા હોય છે, પરંતુ અહીં સારવાર માટે આવેલા પેશન્ટને અહીંથી પ્રાઈવેટ હોસ્પિટલમાં વિટામીન બી-12 અને થાઈરોઈડનો રિપોર્ટ કરાવવા માટે જવું પડે છે. લગભગ મહિને 4 હજારથી વધુ પેશનન્ટને બહાર પ્રાઈવેટ લેબમાં ટેસ્ટ કરાવવો પડી રહ્યો છે.
આ પણ વાંચોઃબી.જે મેડીકલમાં કોરોનાના 1 થી 16 ઓગસ્ટમાં 22 હજારથી વધુ સેમ્પલ ટેસ્ટ થયા, 2 કેસો આવ્યા પોઝિટિવ
એકથી બે મહિના જેટલો સમય થયો પરંતુ મશીનો ક્યારે કામ આવશે? એ પ્રશ્ન યથાવત્
થાઈરોઈડ અને વિટામીન બી-12 રિપોર્ટ કરવા લાખો રૂપિયાના ખર્ચે મશીનો લાવવામાં આવ્યા છે, પરંતુ હજી વધુ સમય લોકોને રિપોર્ટ કઢાવવા માટે રાહ જોવી પડી શકે છે. આ મશીનો ક્યારે કામ આવશે તેની હજી સુધી કોઈને ખબર નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, સિવિલ તંત્રએ આ માટે રિપોર્ટમાં ચોક્કસ તારણ માટે જરૂરી એવા રિએજન્ટ લેવા માટેની મંજૂરી આરોગ્ય વિભાગ પાસેથી માગી છે, પરંતુ આ મંજૂરી ક્યારે મળશે એ પણ હજી સુધી સ્પષ્ટ નથી. કેમ કે, 2 મહિના જેટલો સમયગાળો થયો છે છતાં આ મંજૂરી મળી નથી, જેના કારણે અનેક લોકોને ખાનગી હોસ્પિટલોમાં પોતાના પૈસાથી રિપોર્ટ કરાવવો પડી રહ્યો છે. દિવસમાં 30થી 40 લોકોને આ બંને રિપોર્ટ માટે બહાર જવું પડતું હોય છે.
આ પણ વાંચોઃદોઢ વર્ષમાં પ્રથમ વખત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી ન હોવાથી કોરોના વોર્ડ કરાયો બંધ
જો મંજૂરી નહીં મળે તો શોભાના ગાંઠિયા બનીને રહી જશે આ લાખોના મશીનો
રિએજન્ટની લેવાની મંજૂરીની રાહ જોવાઇ રહી છે, પરંતુ આટલો સમય થયો છતાં હજી સુધી આ મંજૂરી નથી મળી. જો મંજૂરી નહીં મળે તો શોભાના ગાંઠિયા બનીને રહી જશે આ લાખોના મશીનો. જોકે, અહીં આવતા પેશન્ટે વારંવાર આ બંને રિપોર્ટ અહીંના થતાં હોવાથી ફક્ત આ બે રિપોર્ટને કરાવવા માટે બહાર જવું પડી રહ્યું છે. તે પ્રકારની રજૂઆત પણ તંત્ર સમક્ષ વારંવાર કરી છે. જેને જોતા તંત્રએ આ બે મશીનો તો મંગાવ્યા છે પરંતુ રીએજન્ટ જે ટેસ્ટ માટે જરૂરી હોય છે તે લેવા માટે મંજૂરી જ નથી મળી.