ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રના 5 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. જેથી કોંગ્રસ યુવા નેતા હાર્દિક પટેલે બળવાખોર ધારાસભ્યો પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત હાર્દિક પટેલે ટ્વીટ કરતાં લખ્યુ હતું કે, “જનતા દ્વારા ચૂંટવામાં આવેલા પ્રતિનિધિ જનતા સાથે દ્રોહ કરી પોતાના સ્વાર્થ માટે પાર્ટી બદલે છે, ત્યારે સ્વાર્થી નેતાઓને ચાર રસ્તે ઉભા કરી ચપ્પલોથી મારવા જોઇએ.”
હાર્દિક પટેલના ટ્વીટ પર જીતુ વાઘાણીએ કર્યા આકરા પ્રહાર - હાર્દિક પટેલનું ટ્વીટ
ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામું ધરી દીધું છે, ત્યારે કોંગ્રેસને રાજ્યસભાની 2 બેઠક જીતવી મુશ્કેલ લાગી રહી છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોના રાજીનામા બાદ ગત કેટલાક સમયથી ગુમ થયેલા પાટીદાર અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે. જેમા હાર્દિકે બળવાખોર નેતાઓ સામે આકરા પ્રહાર કર્યા છે.
હાર્દિક પટેલના ટ્વીટ પર જીતુ વાઘાણીએ કર્યા આકરા પ્રહાર
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા ચૂંટણી 26 માર્ચે યોજાવાની છે. તે અગાઉ ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધુ છે. ગુજરાત કોંગ્રેસના સોમા પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રવિણ મારૂ, મંગળ ગાવિત, અને જેવી કાકડિયાએ રાજીનામું આપ્યુ છે. જેથી હાર્દિક પટેલે રાજીનામું આપનારા ધારાસભ્યને બળવાખોર કહી આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપ પ્રમુખ જીતુ વાધાણીએ હાર્દિકના આ નિવેદનના હાર્દિકને આડે હાથ લીધો હતો.