ગુજરાત

gujarat

ETV Bharat / city

ડ્રેગન ફ્રૂટને કમલમ નામ અપાયું, પેટન્ટ માટે અરજી કરાઈ: વિજય રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે મંગળવારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનનો પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. જેમાં રાજ્યમાં બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીને વધુ પ્રોત્સાહન મળી રહે અને ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર હસ્તક બંજર જમીનમાં ખેડૂતો ખેતી કરીને વધુ આવક કમાઈ તે માટેનો આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યપ્રધાને ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટ આપવાની જાહેરાત કરી છે.

ETV BHARAT
ડ્રેગન ફ્રૂટને કમલમ નામ આપાયું પેટન્ટ માટે અરજી કરાઈ

By

Published : Jan 19, 2021, 7:12 PM IST

Updated : Jan 20, 2021, 4:47 PM IST

  • રાજ્ય સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલ્યું
  • હવે ડ્રેગન ફ્રૂટ કમલમ ફ્રૂટથી ઓળખાશે
  • રાજ્ય સરકારે પેટન્ટ માટેની પણ કરી અરજી
    ડ્રેગન ફ્રૂટને કમલમ નામ આપાયું પેટન્ટ માટે અરજી કરાઈ

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે મંગળવારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનનો પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. જેમાં રાજ્યમાં બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીને વધુ પ્રોત્સાહન મળી રહે અને ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર હસ્તક બંજર જમીનમાં ખેડૂતો ખેતી કરીને વધુ આવક કમાઈ તે માટેનો આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આવી જમીનમાં ઉગતા પાક અથવા તો બાગાયતી પાકને ડ્રેગન પાર્ક તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે મુખ્યપ્રધાન રૂપાણીએ ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટ નામ આપ્યું હોવાનું નિવેદન આપ્યું હતું.

ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટ નામ આપાયું: વિજય રૂપાણી

ડ્રેગન શબ્દ ચીન દેશનો શબ્દ છે. જેના કારણે અમૂક લોકો આ ફ્રૂટને પસંદ કરતા નથી. જેથી ડ્રેગન ફ્રૂટને સંસ્કૃત શબ્દનું કમલમ ફ્રૂટ નામ આપવામાં આવ્યું છે. આ સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કમલમનો મતલબ રાજકીય રીતે કાઢવો નહીં.

કમલમ શબ્દનું પેટન્ટ કરાવવા કરાઈ અરજી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રૂટના નામને બદલીને કમલમ ફ્રૂટ કરવાની જાહેરાત કરી છે, ત્યારે રૂપાણીએ વધુ એક જાહેરાત કરી હતી કે કમલમ શબ્દ માટેના પેટન્ટ કરાવવા માટેની અરજી પણ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં નામની પેટન પણ રજિસ્ટર કરી લેવામાં આવશે.

કમલમ શબ્દ સંસ્કૃતનો શબ્દ છે, રાજકીય મતલબ કાઢવો નહીં

ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ ફ્રૂટ કરી દેવામાં આવ્યું છે, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી કમલમનો મતલબ જણાવ્યો હતો અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કમલમ સંસ્કૃતનો શબ્દ છે. જેથી આ શબ્દને રાજકીય રીતે તુલના કરવી નહીં.

ડ્રેગન ફ્રૂટના અન્ય સમાચાર

વડોદરાઃ હબીપુરાના એક માત્ર ખેડૂતે કરી ડ્રેગન ફ્રૂટની ખેતી

ડભોઈના હબીપુરા ગામે પ્રગતિશીલ ખેડૂત દ્વારા ડ્રેગન ફ્રુટની ખેતી કરવામાં આવી હતી. જેના નિરીક્ષણ માટે અલગ અલગ ગામના ખેડૂતો નિરીક્ષણ માટે પહોંચ્યા હતા અને વનવિભાગના અધિકારો દ્વારા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લેવામાં આવી હતી.

ટંકારાના સજ્જનપર ગામના ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતી થકી લખ્યો નવો અધ્યાય

મોરબી જિલ્લો ઓદ્યોગિક ક્ષેત્રે તો અગ્રેસર છે જ પરંતુ હવે શિક્ષણ અને ખેતી ક્ષેત્રે પણ કાઠું કાઢી રહ્યો છે. ખેડૂતો પરંપરાગત કપાસ, મગફળી જેવા પાકોને બદલે નવીન ખેતી કરવા માટે પ્રેરિત થઈ રહ્યા છે. જેમાં મોરબીના ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને નવી રાહ ચિંધી છે. સજ્જનપર ગામના ખેડૂત મોરબી જિલ્લામાં પ્રથમ ખેડૂત બન્યા છે, જેણે ડ્રેગન ફ્રૂટની ખેતી શરુ કરી છે.

ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળેલા કચ્છીમાડુઓ માટે આશિર્વાદરૂપ, વડાપ્રધાને પણ ‘મનકી બાત’માં ઉલ્લેખ કર્યો

કચ્છમાં ડ્રેગન ફ્રૂટની ખેતીથી આત્મનિર્ભર થયેલા ખેડૂતો અન્યને પ્રેરણા આપે છે. સ્વપ્રેરણા અને નવી ખેતી પધ્ધતિથી લાંબા સમય સુધી ઉત્તમ પોષણ અને પાક આપતી ડ્રેગન ફ્રૂટની ખેતી કચ્છના ખેડૂતો માટે વરદાન બની રહી છે. જેનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘‘મનકી બાત’’ કાર્યક્રમમાં કર્યો હતો.

ડાંગ જિલ્લાનાં સરવર ગામે ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી, વાંચો વિશેષ અહેવાલ

ડાંગ જિલ્લામાં એકમાત્ર સરવર ગામે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવે છે. જેમાં પ્રવીણભાઈ બાગુલે પારંપરિક ખેતી પદ્ધતિ સિવાય ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત કરી છે. 2 હેકટર જમીનમાં સાડા ચારસો થાંભલા પર સફેદ ડ્રેગન ફ્રૂટ અને 400 થાંભલા પર લાલ ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પ્રથમવાર ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરાઈ

બનાસકાંઠા જિલ્લો સુકકો ભઠ્ઠ જિલ્લો માનવમાં આવે છે અને આ સૂકા જિલ્લામાં ડીસા તાલુકાના એક ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી સફળતા મેળવી છે.

Last Updated : Jan 20, 2021, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details