- પરીક્ષા યોજવા માટે 2 વિકલ્પો આપવામાં આવ્યા
- તમામ રાજ્યોમાં શિક્ષણ પ્રધાન પણ જોડાયા
- કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા યોજાઇ બેઠક
ગાંધીનગર: કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ની જાહેર પરીક્ષા યોજવા માટેના વિવિધ વિકલ્પો તથા NEET, JEE અને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ માટેની પરીક્ષા યોજવા બાબતે રાજ્યો પણ કેવી રીતે તૈયાર છે તે અંગે ચર્ચા થઈ હતી. સંરક્ષણ પ્રધાન ભારત સરકારની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા યોજવા માટેના વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી.
પરીક્ષાના આયોજન માટે આ 2 વિકલ્પ અપાયા
CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા યોજવા માટેના વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 2 વિકલ્પો આપવામાં આવ્યા હતા. પરીક્ષાના આયોજન માટે 2 વિકલ્પ અપાયા. હાલની 3 કલાકના સમય ગાળાની પરીક્ષા પદ્ધતિથી વર્ણાત્મક સ્વરૂપની લેખિત પરીક્ષા યોજવી અને તે માટે પરિણામ જાહેર કરવા સુધીના સમયગાળાની ચર્ચા બેઠકમાં થઈ હતી. આ સાથે જ અભ્યાસક્રમના બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો અને ટૂંક જવાબી પ્રશ્નોના માળખાને ધ્યાને લઇ 90 મિનિટમાં પ્રશ્નપત્ર પૂરૂં થાય તેવા પ્રશ્નપત્રનો ઉપયોગ કરીને પરીક્ષા યોજવાના વિકલ્પ વિષે ચર્ચા કરાઈ હતી.