ગાંધીનગર : ગુજરાત સરકાર (Gujarat Govt Vibrant Summit) 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit 2022)નું આયોજન કર્યું છે, ત્યારે મહાત્મા મંદિર ખાતે યોજાનારા આ મહા ઇવેન્ટમાં તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. મહાત્મા મંદિર ખાતે કોરોનાની વૈશ્વિક મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આઈશોલેસન ડોમ અને ટેસ્ટિંગ ડોમ (isolation and testing domes)ની વ્યવસ્થા કરવામાં આવી છે.
Vibrant Summit 2022: હવે મોટા પ્રમાણમાં લોકો આવે તો પણ વાંધો નઈ, આઇસોલેશન અને ટેસ્ટીંગ ડોમ તૈયાર કરાયા 26 પાર્ટનર કન્ટ્રી અને 15 ફોરેન મિનિસ્ટર રહેશે હાજર
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીના રોજ બપોરે 2:30 કલાકે ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ (VGGS 2022)ની શરૂઆત કરશે વાઇબ્રન્ટ ગુજરાતની વિશેષતાની જો વાત કરવામાં આવે તો આ વખતે 26 પાર્ટનર કન્ટ્રી 15 ફોરેન મિનિસ્ટર અને 4 ફોરેન ગવર્નર પણ વાઇબ્રન્ટ સમિટમાં હાજર રહેશે. અગ્રણી દેશની વાત કરવામાં આવે તો જર્મની, ફ્રાંસ, ઇટલી, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, ઇઝરાયેલ, સિંગાપુર, સાઉથ કોરિયા, ડેનમાર્ક અને ફિનલેન્ડ જેવા અનેક દેશો સમિટમાં ભાગ લેશે આ ઉપરાંત હજુ પણ વધુ દેશો જોડાઇ રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે..
Vibrant Summit 2022: હવે મોટા પ્રમાણમાં લોકો આવે તો પણ વાંધો નઈ, આઇસોલેશન અને ટેસ્ટીંગ ડોમ તૈયાર કરાયા મહાત્મા મંદિર ખાતે ટેસ્ટિંગ ડોમ ઉભા કરાયા
કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા મહાત્મા મંદિરમાં ટેસ્ટિંગ ડોમ પણ ઊભા કરવામાં આવ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે ત્યાં જ ટેસ્ટિંગ (Testing at mahatma mandir)કરીને સર્વેલન્સ કરી શકાય. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા 2200 જેટલા કર્મચારીઓને વાઇબ્રન્ટ ગુજરાતની ડ્યુટી આપવામાં આવી છે ત્યારે તમામ કર્મચારીઓને પણ ચોવીસ કલાક પહેલા કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે..
આ પણ વાંચો:Vibrant Summit 2022: કોરોનાના વધતા કેસોમાં પણ વાયબ્રન્ટ યોજીશું, અમારી પાસે આ વ્યવસ્થાઓ...
દેશના ઉદ્યોગકારો આવશે ગુજરાતના આંગણે
ગુજરાત ગ્લોબલ સમિટના ધ્યાનમાં લઈએ તો દેશના મોટા ઉદ્યોગકારો પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં હાજરી આપશે સરકારના જણાવ્યા પ્રમાણે અગ્રણી ભારતીય ઉદ્યોગપતિમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે એમ બિરલા, સુનિલ ભારતી, મિત્તલ અશોક જેવા ઉદ્યોગકારો પણ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમીટમાં હાજરી આપશે. અને વાઇબ્રન્ટ સમિટ દરમિયાન કરોડોના એમઓયુ પણ કરવામાં આવશે..
આ પણ વાંચો:Vibrant Gujarat Global Summit 2022: ગુજરાત સરકારે 16 કંપની સાથે સાઇન કર્યા 13,610 કરોડના MOU