ગાંધીનગર : 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 કલરના સંક્રમણના કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે ત્યારે હજુ પણ વાઇબ્રન્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અનેક એમઓયુ (Vibrant MOU 2022) કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022 અંતર્ગત ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ (Arcelor Mittal Nippon Steel India Limited MoU) વચ્ચે થયેલા આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા વતી સી.ઇ.ઓ દિલીપ ઓમેને હસ્તાક્ષર કર્યા હતાં.
કેપ્ટીવ જેટીનું અપગ્રેડેશન થશે
આ MoU અનુસાર આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ (Arcelor Mittal Nippon Steel India Limited MoU) દ્વારા જે 6 સૂચિત પ્રોજેક્ટસમાં રોકાણ (Vibrant MOU 2022) થવાનું છે તેમાં હજીરા ખાતેની હયાત કેપ્ટીવ જેટીના એક્સપાન્શન અને મોર્ડનાઇઝેશન માટે રૂ. 4200 કરોડ, હાલના 8.6 MMTPAના સ્ટીલ મેન્યૂફેકચરીંગ પ્લાન્ટની ક્ષમતા વધારીને 18 MMTPA કરવા માટેના રૂ. 45 હજાર કરોડ, સુરતના સુવાલી ખાતે ગ્રીન સ્ટીલ પ્લાન્ટને કેપ્ટીવ પોર્ટ કેપેસિટી સાથેના એક્સપાન્શન માટે રૂ. 30 હજાર કરોડ તથા કીડીઆબેટ સુરતમાં સ્ટીલ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ કલસ્ટર માટે રૂ. 30 હજાર કરોડના રોકાણોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Memorandum of understanding: ગુજરાત સરકાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે રૂ 5.95 લાખ કરોડના MoU થયા
ગીગાવોટ રિન્યુએબલ પાવર જનરેશન પ્લાન્ટ સ્થપાશે