- VGGS 2022 રોડ-શૉમાં ગુજરાતમાં મૂડીરોકાણની શક્યતાઓ દર્શાવાઈ
- નેધરલેન્ડ, જર્મની અને ફ્રાન્સના SME-MSME માટે રોકાણની શ્રેષ્ઠ તકો રજૂ કરાઈ
- ગુજરાતના ગ્રામ વિકાસ સચિવના નેતૃત્વ હેઠળ પ્રતિનિધિમંડળે રોડ-શૉ
ગાંધીનગરઃ ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને ગ્રામ વિકાસ સચિવ સોનલ મિશ્રા (village development secretary sonal mishra )ના નેતૃત્વ હેઠળ રાજ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ દ્વારા યુરોપીય દેશો નેધરલેન્ડ, જર્મની અને ફ્રાન્સમાં રોડ-શો (VGGS 2022 roadshow in france ) યોજાયો હતો. સોનલ મિશ્રાએ નેધરલેન્ડ રોડ-શોને સફળ ગણાવતાં કહ્યું કે, “અમને પ્રોત્સાહજનક પ્રતિભાવ મળ્યો હતો અને નેધરલેન્ડ VGGS 2022માં ભાગીદાર થવા સંમત થયું છે.” આ પ્રતિનિધિમંડળે નેધરલેન્ડના રોકાણકારો તેમજ ઉદ્યોગ સાહસિકો સાથે ગ્રીન મોબિલિટી, ક્લીન એનર્જી, કૃષિ તથા સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ક્ષેત્રોમાં રહેલી સંભાવનાઓ વિશે વિચાર-વિમર્શ કર્યો હતો.
નેધરલેન્ડના SME-MSME માટે રોકાણની શ્રેષ્ઠ તકો
વર્ચ્યુઅલ રોડ-શોમાં ભાગ લેનાર નેધરલેન્ડ-ઈન્ડિયા ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ટ્રેડ (netherlands india chamber of commerce and trade), આર્મ્સટર્ડમના ચેરપર્સન એડિથ નોર્ડમને કહ્યું હતું કે, "નેધરલેન્ડમાં બિઝનેસમાં SME તેમજ MSMEનો હિસ્સો 99 ટકા છે." તેમણે ઉમેર્યું કે, “નેધરલેન્ડના SME અને MSME માટે ગુજરાતમાં રોકાણની શ્રેષ્ઠ તકો (investment opportunities in gujarat) છે, કેમ કે ગુજરાત પણ MSMEનું મુખ્યમથક છે અને બિઝનેસ માટે વ્યાપક તકો ઉપલબ્ધ છે.”
જર્મન મૂડીરોકાણની સંભાવનાઓ દર્શાવવામાં આવી
પ્રતિનિધિમંડળમાં GIFT સિટી અને ધોલેરા SIRના (gift city vs dholera sir gujarat) અધિકારીઓ ઉપરાંત અન્ય અધિકારીઓએ પણ હાજરી આપી હતી અને આ બંને અત્યંત મહત્ત્વના પ્રોજેક્ટમાં જર્મન મૂડીરોકાણની સંભાવનાઓ (german investment in gujarat) દર્શાવી હતી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન (national dairy development board chairman) મીનેષ શાહે ડેરી ઉદ્યોગ અંગે વિગતો આપી અમૂલની સફળતાની ગાથા વર્ણવી હતી. તેમણે કહ્યું કે, "નેધરલેન્ડ વિશ્વનું સૌથી મોટું ડેરી ઉત્પાદક (world's largest dairy producer) હોવાને નાતે ગુજરાતમાં સંશોધનમાં સહકાર તથા ડેરી ઉદ્યોગમાં રોકાણ કરી શકે છે."
VGGS 2022 સંદર્ભે જર્મનીમાં યોજાયો રોડ શૉ
વાયબ્રન્ટ સમિટ 2022 પહેલાં ગુજરાતમાં ઉપલબ્ધ વિવિધ ક્ષેત્રમાં મૂડીરોકાણની તકો વિશે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. VGGS 2022ને લઇને જર્મનીમાં પણ રાજ્યના પ્રતિનિધિમંડળે રોડ-શો (VGGS 2022 roadshow in germany) યોજ્યો હતો. જેને પ્રોત્સાહક ગણાવતાં જણાવાયું હતું કે, "ગુજરાત અને જર્મની વચ્ચે વેપાર ક્ષેત્રમાં લાંબા સમયથી સંબંધો પ્રસ્થાપિત થયેલા છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 દરમિયાન આ સંબંધો વધારે મજબૂત થશે."
રાજ્યમાં વ્યવસાય-ઉદ્યોગલક્ષી વાતાવરણ
પ્રેઝન્ટેશન દરમિયાન ગ્રામ વિકાસ વિભાગના કમિશનરે વિદેશી મૂડીરોકાણ માટે ગુજરાત કેવી રીતે સૌથી આકર્ષક રાજ્ય છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યમાં વ્યવસાય-ઉદ્યોગલક્ષી વાતાવરણ હોવાને કારણે છેલ્લા થોડાં વર્ષમાં ગુજરાતમાં કેટલીક જર્મન કંપનીઓએ તેમનાં એકમો સ્થાપ્યાં છે. 2017 તથા 2019ની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જર્મની ભાગીદાર દેશ હતો. આ રોડ શોમાં પણ GIFT સિટી અને ધોલેરા SIRના અધિકારીઓ ઉપરાંત અન્ય અધિકારીઓએ પણ હાજરી આપી હતી અને 2 અત્યંત મહત્ત્વના પ્રોજેક્ટમાં જર્મન મૂડીરોકાણની સંભાવનાઓ દર્શાવી હતી. ગુજરાતમાં એન્જિનિયરિંગ, ઑટોમોબાઇલ, કેમિકલ્સ, એગ્રો અને ફૂડ સહિત અન્ય ક્ષેત્રોમાં બિઝનેસની તકો દર્શાવાઇ હતી.