ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ 2022ની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં તનતોડ મહેનત શરૂ કરી છે. ત્યારે હવે ગણતરીના સાત જ દિવસ બાકી છે. આજે દર સોમવારની જેમ રીવરફ્રન્ટ ઈવેન્ટ અંતર્ગત વધુ 39 એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાં મહત્વના એમઓયુની વાત કરવામાં આવે તો ગોધરા પોલીસ દ્વારા શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી સાથે ખાસ એમઓયુ કરીને પોલીસના કર્મચારીઓને કાયદાની વધુ ખબર પડે અને કાયદાના વિદ્યાર્થીઓને પોલીસની કામગીરીની વધુ સમજ પડે તે બાબતના ખાસ એમઓયુ (Vibrant Gujarat 2022 Pre Summit MOU) પણ શામેલ છે.
આજે 39 એમઓયુ થયા
આજે સતત છઠ્ઠા સોમવારના દિવસે 7 જેટલા સ્ટ્રેટેજિક એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાં ઇજનેરી સહિતના વિદ્યાર્થીઓને રિસર્ચ એન્ડ ટેકનોલોજી ફોરેન્સિક સાયન્સનો પ્રોગ્રામ 3 આદિજાતિ જિલ્લાના પોલીસ કર્મચારીઓને માનસિક શારીરિક સ્વાસ્થ્ય માટેના કો ડિઝાઇન અંગેના આયુર્વેદિક અને હોમિયોપેથીમાં શોધસંશોધન સહિતના કુલ 39 જેટલા એમઓયુ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં (Vibrant Gujarat 2022 Pre Summit MOU) કરવામાં આવ્યા છે.
2003થી શરૂ થયો છે વાઇબ્રન્ટ મહોત્સવ
એમઓયુ થયા બાદ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની (Vibrant Gujarat Global Summit 2022) શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2003થી શરૂ થયેલી આ વાઇબ્રન્ટ સમિટ ગુજરાતને ગ્લોબલ ડેસ્ટીનેશન પર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. જ્યારે હાલના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ઉદ્યોગવિભાગે દરેક સપ્તાહના પ્રથમ દિવસે એટલે કે સોમવારે વિવિધ યોજનાઓ સુચીત રોકાણ માટે એમઓયુ કરવાનો ઉપક્રમ શરુ કર્યો છે જે અંતર્ગત આજે પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટ અન્વયે આજે 39 જેટલા એમઓયુ (Vibrant Gujarat 2022 Pre Summit MOU) કરવામાં આવ્યા છે.