- હેલિપેડ ખાતે પ્લાસ્ટિક એન્ડ પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝનો એક્સપો
- રાજ્યના MSME કમિશ્નર રહ્યા હાજર
- રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપશે 90 ટકા સબસિડી
- 20 કરોડ રૂપિયા સુધી આપવામાં આવશે ગૃપ સહાય
ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ 2022 સમિટ (Vibrant Gujarat 2022) અંતર્ગત 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે એક્સ્પોનું (Expo at Helipad Ground, Gandhinagar) આયોજન કરવામાં આવ્યું છે. અહીં 20 અને દેશની અન્ય રાજ્યના ખાનગી કંપનીઓના માધ્યમથી આ એક્સપો યોજાયો છે, જેમાં આજે રાજ્ય સરકારના MSME કમિશનર રણજિથ કુમાર હાજર રહ્યા હતા. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પેકેજિંગ અને પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝના ક્લસ્ટર પણ બનાવવામાં આવશે.
હેલિપેડ ખાતે પ્લાસ્ટિક એન્ડ પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝનો એક્સપો આ પણ વાંચો-CM Bhupendra Patel Visit Dholera Sir: મુખ્યપ્રધાને કહ્યું- "વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે"
ઉદ્યોગોને અપાશે સબસિડી
ગુજરાત રાજ્યના MSME કમિશનર રણજિથ કુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં MSME ઉદ્યોગોને 90 ટકા જેટલી સબસિડી આપવામાં આવી રહી છે, પરંતુ આ સબસિડી ફક્ત જે સમૂહમાં કાર્યરત હોય તેવા લોકોને જ સબસિડી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ 2022 (Vibrant Gujarat 2022) અંતર્ગત MSME સાથે જ પ્લાસ્ટિક ઉદ્યોગ અને પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝ માટે પણ ખાસ એક ઈવેન્ટનું આયોજન વાઈબ્રન્ટ ગુજરાતમાં (Vibrant Gujarat 2022) કરવામાં આવ્યું છે કે, જેનાથી ગુજરાતમાં વધુમાં વધુ પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝ અને પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ (Industries and Plastic Industries in Gujarat) આવી શકે.
આ પણ વાંચો-VGGS 2022 Road Show In Mumbai : CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિકાસનું રોલમોડલ કેમ છે તેના કારણો કહ્યાં, ઉદ્યોગપતિઓને મળી રોકાણ માટે આમંત્રણ આપ્યું
ગુજરાતમાં તમામ વ્યવસ્થા છે એટલે ઉદ્યોગો આવી રહ્યા છે
એક્ઝિબિશન આવેલા એક ખાનગી કંપનીના માલિકે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉદ્યોગને પ્રાપ્ત થઈ રહી છે. સરકાર દ્વારા પણ તમામ પ્રોત્સાહક નીતિઓ આપવામાં આવી રહ્યા છે, જેને લઈને જ તમામ પ્લાસ્ટિક અને પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝ હવે ગુજરાત તરફ આવી રહી છે. મહત્ત્વની વાત કરવામાં આવે તો, આ પ્રકારનો એક્સપો પહેલા ફક્ત દિલ્હી અને મુંબઈમાં જતો હતો, પરંતુ ગુજરાતની જે ઉદ્યોગ નીતિ છે. તેને ધ્યાનમાં લઈને આવનારા દિવસોમાં પણ વધુમાં વધુ પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ અને પેકેજિંગ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં (Industries and Plastic Industries in Gujarat) આવશે. આ સાથે જ આજે યોજાયેલા કાર્યક્રમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Road map of Vibrant Gujarat Summit)નો રોડ મેપ છે.
પેકેજિંગ ઉદ્યોગ દેશમાં 5મા ક્રમે
મહત્ત્વની વાત કરીએ તો, પેકેજિંગ ઉદ્યોગો માટે મજબૂત નિભાવી પ્લેટફોર્મ ગુજરાતમાં (Industries and Plastic Industries in Gujarat) કરવામાં આવશે. આ સાથે જ માર્કેટમાં ઉત્પાદન અને તકનિકીઓનું પ્રદર્શન ઉપરાંત પેકેજિંગ પ્રોસેસિંગ લોજિસ્ટિક અને અન્ય સેવાનું પણ આયોજન કરી શકાશે. ભારતીય પેકેજિંગ ઉદ્યોગ (Indian packaging industry) ભારતના અર્થતંત્રમાં પાંચમુ સૌથી મોટું ક્ષેત્ર છે અને દેશમાં પેકેજિંગ બજાર વર્ષ 2025 સુધીમાં 26 ટકાથી વધુ CAGR નોંધાવીને વર્ષ 2025 સુધીમાં 204.81 બિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા સાથેનું આયોજન કરવામાં આવ્યું છે.