ગુજરાત

gujarat

ETV Bharat / city

Vibrant Gujarat 2022 MoU : ડિસેમ્બર એન્ડ સુધી 100 જેટલી કંપની 67,000 કરોડના MoU કરશે, 1.20 લાખ રોજગારીનો દાવો - વાઈબ્રન્ટ ગુજરાત 2022 એમઓયુ

ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરીના 10 11 અને 12 તારીખના રોજ ગુજરાત વાયબ્રન્ટ સમિટનું (Vibrant Gujarat Global Summit 2022 ) આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ડિસેમ્બર સુધી દર સોમવારના રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને તેમની વિશિષ્ટ હાજરીમાં ખાનગી કંપનીઓ સાથે એમ.ઓ.યુ ની પ્રક્રિયા (Vibrant Gujarat 2022 MoU) હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 52,000 કરોડના એમઓયુ પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે ડિસેમ્બર અંત સુધીમાં કુલ 67,000 કરોડના એમઓયુ કરવામાં આવશે, ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં કુલ 43 જેટલા એમઓયુ કરવામાં આવ્યા છે.

Vibrant Gujarat 2022 MoU : ડિસેમ્બર એન્ડ સુધી 100 જેટલી કંપની 67,000 કરોડના MoU કરશે, 1.20 લાખ રોજગારીનો દાવો
Vibrant Gujarat 2022 MoU : ડિસેમ્બર એન્ડ સુધી 100 જેટલી કંપની 67,000 કરોડના MoU કરશે, 1.20 લાખ રોજગારીનો દાવો

By

Published : Dec 13, 2021, 4:00 PM IST

  • વાઈબ્રન્ટ ગુજરાત 2022 નો પ્રીપ્લાન,52,000 કરોડના એમ.ઓ.યુ. થયા પૂર્ણ
  • ડિસેમ્બર 2021ના અંત સુધીમાં 67 હજાર કરોડના થશે એમ.ઓ.યુ.
  • ઇન્ડોએસિયા કંપનીએ 8500 કરોડના રોકાણ નું કર્યું એમ.ઓ.યુ.
  • રાજ્યમાં 1.20 લાખ લોકોને રોજગારી મળશે તેવો દાવો

ગાંધીનગર : વાઇબ્રન્ટ ગુજરાત 2022 પહેલા (Vibrant Gujarat Global Summit 2022) ડિસેમ્બર માસમાં રાજ્ય સરકારે અનેક ખાનગી કંપનીઓ સાથે એમ.ઓ.યુની પ્રક્રિયા (Vibrant Gujarat 2022 MoU) હાથ ધરી છે. જે બાબતે ઉદ્યોગ વિભાગના અધિકારી એમ. થેંનારસન મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 43 જેટલા એમઓયુ કરવામાં આવ્યા છે. જેમાં 52,000 કરોડનું રોકાણ નિશ્ચિત કરવામાં આવ્યું છે અને આ એમઓયુમાં 50,000 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. જ્યારે વર્ષ 2025 સુધીમાં આ તમામ પ્રોજેક્ટ કાર્ય કરવામાં આવશે.

એક મહિનામાં થશે 67,000 કરોડના એમ.ઓ.યુ.

વધુમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર અંત સુધીમાં અને વાઇબ્રન્ટ શરૂ થાય (Vibrant Gujarat Global Summit 2022) તે પહેલા કુલ 16 જેટલી કંપનીઓ સાથે એમઓયુ (Vibrant Gujarat 2022 MoU) કરવામાં આવશે અને આ તમામ એમઓયુ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં જ કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો તમામ એમઓયુ કુલ 67,000 કરોડના રોકાણના છે. જ્યારે ગુજરાત રાજ્યના 1.20 લાખથી વધુ યુવકોને નવી રોજગારી (employment in gujarat) પણ પ્રાપ્ત થશે.

અત્યાર સુધીમાં 52,000 કરોડના એમઓયુ પૂર્ણ કરવામાં આવ્યા

સીએમ ભુપેન્દ્ર પટેલે દુબઈમાં 19 એમ.ઓ.યુ. કર્યા

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit 2022) અંતર્ગત મુખ્યપ્રધાન દુબઈનો પ્રવાસ પણ કર્યો છે. જેમાં 19 જેટલા એમઓયુ (Vibrant Gujarat 2022 MoU) પણ કરવામાં આવ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો લોજિસ્ટિક પાર્ક પાવર પ્રોજેક્ટ પ્રોજેક્ટ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ જેવા પ્રોજેક્ટને તથા ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધોલેરા તેમજ ગિફ્ટ સિટીમાં રોકાણો સહિતના અનેક વિવિધ રોકાણોના એમઓયુ દુબઈ ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં કરવામાં આવ્યા છે. દુબઈ ખાતે થયેલા એમઓયુમાં મુખ્યત્વે શરાફ ગ્રુપ, અલ્ફનાર ગ્રુપ, લુલુ ગ્રુપ, transworld, કોનારેસ ગ્રુપ, નરોલા ગ્રુપ જેવા પ્રતિષ્ઠિત ઉદ્યોગ વેપાર અગ્રણીઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.

પ્રોજેક્ટ શરૂ ન થાય તો સરકારને દોષ ન આપતા

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કાર્યક્રમ દરમિયાન તમામ ઉદ્યોગપતિને ખાસ સુચના અને ટકોર કરી હતી કે તમે જે એમઓયુ (Vibrant Gujarat 2022 MoU) કર્યા છે તે વહેલામાં વહેલી તકે ઝડપી નિર્માણ પામે તે બાબતનું આયોજન કરવું. આ ઉપરાંત જો કોઈ પણ સમસ્યા આવે તો તે સમસ્યાઓનું સીધી સરકારમાં ફરિયાદ કરવી અથવા તો સરકારને જાણ કરવાની પણ સૂચના આપી હતી. જો કોઈપણ સમસ્યા હોય અને તમે ઉદ્યોગો શરૂ ન કરો તો તેમાં સરકારને દોષ આપતા નહીં. કારણ કે અમે સ્પષ્ટ કહીએ છીએ કે કોઈપણ સમસ્યા હોય તો સરકાર પાસે આવજો, પણ સરકારને દોષ ન આપતા, સમસ્યાઓ દૂર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Vibrant Summit 2022: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પરત ફર્યા, કરાવ્યો RTPCR ટેસ્ટ

આ પણ વાંચોઃ Vibrant Gujarat 2022 Startup Ecosystem : દેશવિદેશની 75 જેટલી સ્ટાર્ટઅપ કંપનીઓ ભાગ લેશે

ABOUT THE AUTHOR

...view details