- રાજ્ય સરકારે Vibrant Gujarat 2022 ની તૈયારીઓ કરી શરૂ
- સરકાર અનેક રાજ્યમાં કરશે રોડ શો, કમિટીઓ દ્વારા બેઠકોનો દોર શરૂ
- 10 થી 12 જાન્યુઆરી સુધી યોજાશે વાઈબ્રન્ટ મહોત્સવ 2022
ગાંધીનગર : વર્ષ 2021માં કોરોના સંક્રમણને ( Coronavirus ) ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે વાઇબ્રન્ટ મહોત્સવનો (( Vibrant Gujarat global summit 2021) ) કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. ત્યારે હવે જે રીતે કોરોના સંક્રમણ અને ધીમેધીમે ઘટી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને હવે 10 થી 12 જાન્યુઆરી 2022 ( Vibrant Gujarat 2022 Dates ) દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ સમિટનું ( Vibrant Gujarat global summit 2022 ) આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ કમિટીની ( Vibrant Gujarat 2022 Committees ) પણ રચના કરવામાં આવી છે. ત્યારે હવે આગામી દિવસમાં એટલે કે ડિસેમ્બર માસમાં ગુજરાત સરકાર દ્વારા દેશના અલગ અલગ અને મોટા શહેરોમાં રોડ શોનું ( Vibrant Gujarat 2022 Road Show ) પણ આયોજન કરવામાં આવ્યું છે.
દેશના અનેક શહેરોમાં થશે રોડ શો
ગુજરાત સરકાર દ્વારા દેશના અલગ-અલગ શહેરોમાં સુધી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે વેલકમ ટુ ગુજરાત 25 નવેમ્બરથી પ્રથમ રોડ શો ( Vibrant Gujarat 2022 Road Show ) દેશના રાજધાની દિલ્હીમાં યોજવામાં આવશે. ત્યારબાદ મુંબઈ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તેલંગાના, પશ્ચિમ બંગાળ જેવા મોટા અને મહત્ત્વના રાજ્યો કે જે રાજ્યોમાં ધંધા વેપાર ઉદ્યોગ વધુ હોય તેવા રાજ્યો અને શહેરોમાં રોડ શો કરીને અન્ય રાજ્યના ઉદ્યોગકારો ગુજરાતમાં આવે તે રીતનો પ્રયત્ન સાથે વાઇબ્રન્ટ મહોત્સવનું માર્કેટિંગ ( Vibrant Gujarat 2022 marketing ) કરવામાં આવશે.
200 ગ્લોબલ કંપનીઓને આપવામાં આવ્યું આમંત્રણ
ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવમાં ( Vibrant Gujarat 2022 ) અનેક દેશ-વિદેશની કંપનીઓને આમંત્રણ આપવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી મળતી માહિતી પ્રમાણે અત્યારે પ્રથમ તબક્કામાં 200 જેટલી વિશ્વવ્યાપી કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે દેશની કંપનીઓની વાત કરવામાં આવે તો રિલાયન્સ જીઓ, અદાણી જેવી મોટી કંપનીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારે global કંપનીઓને આમંત્રણ આપવા માટે પણ ખાસ કમિટી તૈયાર કરવામાં આવી છે. આ કમિટી ફક્ત કંપનીઓને આમંત્રણ આપવાનું તથા ગુજરાતમાં કઈ રીતની નવા ઉદ્યોગો માટેની ફેસિલિટી અને તૈયારીઓ છે તે અંગે પણ માહિતગાર કરે છે.
કઈ કમિટીનું કરવામાં આવી છે ગઠિત
પ્રોગ્રામ કમિટી
એક્ઝિબિશન કમિટી
કોર કમિટી
એક્ઝિક્યુટિવ કમિટી