ગુજરાત

gujarat

ETV Bharat / city

Vibrant Gujarat 2022: મુંબઈમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉદ્યોગકારો સાથેની બેઠકનો દોર શરૂ

ગાંધીનગરમાં જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat 2022) અંગે તડામાર તૈયારીઓ ચાલી (Preparations for Vibrant Gujarat Global Summit 2022) રહી છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં રોડ શૉ (CM Bhupendra Patel Delhi Road Show) પછી હવે મહારાષ્ટ્રના પ્રવાસે (CM Bhupendra Patel on a visit to Maharashtra) ગયા છે. અહીં તેમણે અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી (CM's meeting with leading industrialists in Mumbai) તેમને આ સમિટમાં આવવા આમંત્રણ આપશે. સાથે જ મુખ્યપ્રધાન અનેક મહાનુભાવો સાથે વન ટુ વન બેઠક પણ કરશે.

Vibrant Gujarat Global Summit 2022: મુંબઈમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉદ્યોગકારો સાથેની બેઠકનો દોર શરૂ
Vibrant Gujarat Global Summit 2022: મુંબઈમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉદ્યોગકારો સાથેની બેઠકનો દોર શરૂ

By

Published : Dec 2, 2021, 10:55 AM IST

  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના ભાગરૂપે મહારાષ્ટ્રના પ્રવાસે
  • મુખ્યપ્રધાન અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી સમિટમાં આવવા આમંત્રણ આપશે
  • આ સાથે જ મુખ્યપ્રધાન અનેક મહાનુભાવો સાથે વન ટુ વન બેઠક પણ કરશે

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાલમાં મહારાષ્ટ્રના પ્રવાસે (CM Bhupendra Patel on a visit to Maharashtra) છે. જાન્યુઆરી 2022માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat 2022)ના ભાગરૂપે તેઓ મહારાષ્ટ્ર પહોંચ્યા છે. આ પહેલા તેઓ દિલ્હીમાં રોડ શૉમાં (CM Bhupendra Patel Delhi Road Show) પણ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈની તાજ હોટેલમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે મુખ્યપ્રધાનની બેઠકનો દોર શરૂ (CM's meeting with industrialists at Taj Hotel) થઈ ગયો છે. મુખ્યપ્રધાને અગ્રણી ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠક યોજી દિવસનો (CM's meeting with leading industrialists in Mumbai) પ્રારંભ કર્યો હતો.

મુખ્યપ્રધાન અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી સમિટમાં આવવા આમંત્રણ આપશે

આ પણ વાંચો-VGGS 2022 : વિદેશી ડેલીગેશને પણ નિયમો અનુસરવા પડશે, 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે

ટાટા સન્સના ચેરમેને સાણંદ પ્લાન્ટમાં રોકાણ અંગે માહિતી આપી

ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને (Chief Minister meets Chairman of Tata Sons) મળીને ગુજરાતમાં આગામી 2 વર્ષમાં ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી. તેમણે ટાટા હોટેલ્સ દ્વારા કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હોટલ નિર્માણમાં પણ તેઓ આગામી સમયમાં આગળ વધશે તેવી તત્પરતા વ્યક્ત કરી હતી. તેમણે આગામી સમયમાં ટાટા કેમિકલ્સના પ્લાન્ટના એકસ્પાન્શન માટેની પણ તત્પરતા વ્યક્ત કરીને ચર્ચા કરી હતી.

આ પણ વાંચો-Effect of Omicron Variant: Vibrant Gujarat Global Summit 2022 માં આવવા 5 જ દેશે સંમતિ આપી

કોટક મહિન્દ્રા સાથે મહત્ત્વની બેઠક

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે કોટક મહિન્દ્રા બેન્કના એમ. ડી. અને સી.ઈ.ઓ. ઉદય કોટકે વન ટુ વન બેઠક યોજીને ગુજરાતે સાધેલી વિકાસમય પ્રગતિની પ્રસંશા કરી હતી. ખાસ કરીને ગિફ્ટ સિટીમાં ફાઈનાન્સ અને બેન્કિંગ સેક્ટર માટે જે અદ્યતન સુવિધાઓ વિકસી છે. તે આ સેક્ટરના રોકાણકારો માટે વિશાળ તકો પૂરી પાડે છે તેમ જણાવ્યું હતું. ઉદય કોટકે પોતે ગુજરાતી હોવાના નાતે ગુજરાતના વધુ ગતિશીલ વિકાસમાં અને સમાજ હિત કામોમાં પોતાની સહભાગિતા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી.

ABOUT THE AUTHOR

...view details