ગુજરાત

gujarat

ETV Bharat / city

VGGS Pharma Summit 2021: વિદેશી ફાર્મા કંપની આવી ગુજરાતી કંપની સાથે ભાગીદારી કરી ઉત્પાદનમાં વધારો કરેઃ મનસુખ માંડવિયા - ગુજરાત વાઇબ્રન્ટ સમિટ ગ્લોબલ બ્રાન્ડ

રાજ્ય સરકાર જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat Global Summit 2022) યોજશે, જે અંતર્ગત આજે ફાર્માની પ્રિ-ઈવેન્ટ સમિટનું (VGGS Pharma Summit 2021) આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં રાજ્યના ફાર્મા કંપનીના પ્રમોટર્સ (Promoters of the state pharma company at the Pharma Summit) સિવાય વિદેશની ફાર્મા કંપનીના પ્રમોટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ વિદેશની કંપનીઓ ગુજરાતમાં આવે અને રાજ્યની કંપનીઓ સાથે ભાગીદારી કરીને વધુને વધુ પ્રોડક્શન કરીને (Foreign pharma company to increase production) આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધે.

VGGS Pharma Summit 2021: વિદેશી ફાર્મા કંપની આવી ગુજરાતી કંપની સાથે ભાગીદારી કરી ઉત્પાદનમાં વધારો કરેઃ મનસુખ માંડવિયા
VGGS Pharma Summit 2021: વિદેશી ફાર્મા કંપની આવી ગુજરાતી કંપની સાથે ભાગીદારી કરી ઉત્પાદનમાં વધારો કરેઃ મનસુખ માંડવિયા

By

Published : Dec 18, 2021, 4:10 PM IST

ગાંધીનગરઃ શહેરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અંતર્ગત આજે ફાર્માની પ્રિ-ઈવેન્ટ સમિટ (VGGS Pharma Summit 2021 ) યોજાઈ હતી, જેમાં કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત (Union Health Minister at VGGS Pharma Summit 2021) રહ્યા હતા. અહીં તેમણે જણાવ્યું હતું કે, વિદેશની કંપનીઓ ગુજરાતમાં આવે અને રાજ્યની કંપનીઓ સાથે ભાગીદારી કરીને વધુને વધુ પ્રોડક્શન કરીને આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધે.

VGGS Pharma Summit 2021: વિદેશી ફાર્મા કંપની આવી ગુજરાતી કંપની સાથે ભાગીદારી કરી ઉત્પાદનમાં વધારો કરેઃ મનસુખ માંડવિયા

આ પણ વાંચો-VGGS Pharma Summit 2021: રોકાણ માટે શ્રેષ્ઠ દેશ એટલે ભારત, દેશના વિકાસ માટે તંદુરસ્તી જરૂરીઃ મનસુખ માંડવિયા

હેલ્થ કેર વિષય પર મુખ્યપ્રધાને આપી માહિતી

તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હેલ્થ કેર વિષય પર પોતાની સ્પીચ આપતા ગુજરાત પ્રિ-વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટમાં (VGGS Pharma Summit 2021) તમામ લોકોને હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે, હવે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ ગ્લોબલ બ્રાન્ડ (Gujarat Vibrant Summit Global Brand) બન્યું છે. જ્યારે તમામ રોકાણકારોને સહભાગી થવા માટે હું આમંત્રણ આપું છું. તેમણે જણાવ્યું હુતં કે, વર્ષ 2021-22માં FDI ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું છે. જ્યારે દેશમાં ઉદ્યોગનો પાયોનિયર તરીકે ગુજરાત અત્યારે અગ્રેસર છે.

સમગ્ર દેશમાં કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 30 ટકા

મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે દેશની પ્રથમ ફાર્મા કંપની વર્ષ 1907માં ગુજરાતમાં જ બની હતી. ત્યારે પ્રથમ પારીમાં કોલેજ 1947માં અમદાવાદ ખાતે તૈયાર કરવામાં આવી હતી. આમ, સમગ્ર દેશમાં કુલ ઉત્પાદનમાં 30 ટકા વાતમાં ઉદ્યોગનો ઉત્પાદન ગુજરાતમાં થઈ રહ્યું છે. જ્યારે સમગ્ર વિશ્વમાં ટીબીની દવા બનાવવામાં પણ 80 ટકા ઉત્પાદન ગુજરાતમાં થઈ રહ્યું છે. આ ઉપરાંત હૃદયની બીમારીને લાગતા રોગ, ઓર્થોપેડિકના સાધનો, સિરીઝ, ઈન્જેક્શન સિવાય બાળકો માટેની વેક્સિન પણ ગુજરાતમાં જ તૈયાર થઈ રહી છે.

આ પણ વાંચો-

ફાર્મા સેકટર દેશ અને રાજ્ય માટે મહત્વનુંઃ માંડવિયા

કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ફાર્મા સેક્ટર અને (Promoters of the state pharma company at the Pharma Summit) રાજ્ય માટે ખૂબ જ મહત્ત્વનું છે. અમેરિકામાં ઉપયોગમાં લેવાત જેનરિક દવાઓ 40% ભારતની પેદાશ હોય છે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં વિશ્વના રોકાણકારો ગુજરાતમાં ભાગીદારીમાં તો ખરી મેન્યુફેક્ચરિંગ માં વધારો કરે અને વિશ્વમાં એક્સપોર્ટ કરે તેવી પ્લાનિંગ સાથે ખાસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ભવિષ્યમાં ગુજરાત અને દેશ રિસર્ચને પ્રોડક્શનમાં આગળ વધે તે મુદ્દો પણ વાઇબ્રન્ટ સમિટમાં ધ્યાનમાં મૂકવામાં આવ્યો છે, ઉપરાંત કોંગ્રેસ સરકાર પર મનસુખ માંડવિયા રીતે કરતા જણાવ્યું હતું કે પહેલા ના સમયમાં એમબીબીએસની સીટમાં કોઈ પ્રકારનો વધારો કરાયો તો નહીં પરંતુ જે દિવસથી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી પહેલા 36000 હતી અત્યારે 85000 બેઠક કરવામાં આવી છે જ્યારે સમગ્ર દેશમાં ફક્ત 6 જેટલી એઇમ્સ હોસ્પિટલ હતી જે પીએમ મોદી બનતાની સાથે જ તેઓએ 22 એમને મંજૂરી આપી દેવામાં આવી છે જ્યારે આજે સમગ્ર વિશ્વમાં ઇન્વેસ્ટમેન્ટ માટે શ્રેષ્ઠ દેશ ભારત પ્રખ્યાત થયો છે.

આ પણ વાંચો-Nitin Gadkari recalled memories: ગડકરીએ સંભળાવ્યો રિલાયન્સનો ટેન્ડર પાસ ન કરવાનો કિસ્સો, કહ્યું- બાલાસાહેબ મારાથી હતા નારાજ

કોઈ તકલીફ હોય તો કહેજો સરકાર સમસ્યાનો ઉકેલ લાવશેઃ ઋષિકેશ પટેલ

રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ફાર્મા ઈન્ડસ્ટ્રીઝને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે અને જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તેઓ સીધા સરકારને જાણ કરજો જ્યારે હમણાં જ ફાર્મા સેકટરમાં થોડીક સમસ્યા વધી જે સરકારને ધ્યાનમાં આવતા આવતા તે સમસ્યાઓ પણ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવી છે.. આ ઉપરાંત ફાર્મા સેકટરની યોજાયેલી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં ગુજરાત ન્યુ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આ ઉપરાંત નવા ઇન્વેસ્ટરન્સ કેવી રીતે ફાયદો થશે તે તમામ પ્રકારની માહિતી આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details