- લોજિસ્ટીક્સ પાર્ક, વિન્ડ પાવર પ્રોજક્ટ-સ્માર્ટ ગ્રિડ પ્રોજેક્ટમાં એમઓયુ
- ગ્રીન સિમેન્ટ મેન્યૂફેકચરીંગ, ચાંચ પેલેસ રિસોર્ટ ડેવલપમેન્ટ અને ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર
- ધોલેરા SIR તેમજ ગિફ્ટ સિટીમાં રોકાણો સહિત વિવિધ MOU
ગાંધીનગર- દુબઇના 19 જેટલા ઉદ્યોગ-રોકાણકારોએ ગુજરાતમાં પોતાના વ્યવસાય-કારોબાર અને ઉદ્યોગોની સ્થાપના માટે આ રોડ-શૉ દરમ્યાન મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં (CM Bhupendra patel Dubai visit ) ગુજરાત સાથે ગિફ્ટ સિટીમાં પ્રોજેક્ટ્સ રોકાણો સહિત વિવિધ સેકટર્સમાં રોકાણો માટે MOU (VGGS 2022 MOU In Dubai) કર્યાં હતાં.દુબઇનું પ્રતિષ્ઠિત શરાફ ગ્રુપ ગુજરાતમાં લોજિસ્ટીક્સ પાર્ક સ્થાપવાનું છે તે માટેના MOU તેમણે ગુજરાત સરકાર સાથે કર્યા હતાં. આ ઉપરાંત અલ્ફનાર ગ્રુપની નેત્રા વિન્ડ પ્રાયવેટ લિમિટેડ દ્વારા 300 મેગાવોટના વીન્ડ પાવર પ્રોજેક્ટ, સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટ અને ટ્રાન્સમીશન પ્રોજેક્ટસમાં રોકાણ અંગેના MOU થયા હતાં. આ તમામ એમઓયુ Vibrant Gujarat Global Summit 2022 ના ઉપલક્ષમાં કરવામાં આવ્યાં હતાં.
અન્ય ક્ષેત્રના MOU
ગુજરાતમાં Vibrant Gujarat Global Summit 2022 અંતર્ગત અન્ય જે પ્રોજેક્ટસમાં રોકાણો માટે દુબઇના રોકાણકારો-ઉદ્યોગ સંચાલકોએ (VGGS 2022 MOU In Dubai) રસ દાખવ્યો છે, તેમાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ પ્લાન્ટ, હજિરામાં ગ્રીન સિમેન્ટ ઉત્પાદન, ગિફટ સિટીમાં વેલ્યુટિંગ સર્વિસીસ અને સ્ટોક બ્રોકીંગ સર્વિસીસ, ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ ધોલેરા SIRમાં રોકાણો, ચાંચ પેલેસ રિસોર્ટ ડેવલપમેન્ટ, નાઇટ્રીક એસિડ બેઇઝ્ડ ડેરિવેટીવ્ઝ, પ્રેશિયસ મેટલ્સ રિફાઇનીંગ એન્ડ ટ્રેડિંગ, કન્સલટન્સી સર્વિસીસ તથા શોપિંગ મોલ-હાયપર માર્કેટ અંગે, કેપિટલ માર્કેટ એક્ટીવિટીઝ માટે કોર્પોરેટ હાઉસ અને ત્રણ MOU મલ્ટીપલ પ્રોજેક્ટસ માટે થયા છે.
MOU કરનારાંમાં અગ્રણી ગ્રુપોની હાજરી