- રાજયના મુખ્યપ્રધાનભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં Cabinet Meeting
- મુંબઈ રોડ શો, દુબઇ પ્રવાસ બાબતે થઈ ચર્ચા
- રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની થશે ભરતી
- vibrant gujarat global summit 2022 બાબતે કરાઈ ગાઈડલાઇન્સ બાબતે ચર્ચા
ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા 9-10-11 જાન્યુઆરીના રોજ vibrant gujarat global summit 2022 આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે તમામ આયોજન અલગ-અલગ વિભાગો દ્વારા થઈ રહ્યું છે. જ્યારે વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ (Omicron variant) હાહાકાર મચાવ્યો છે અને ભારત 11 જેટલા સાઉથ આફ્રિકાની આસપાસના તમામ દેશોને at risk ઉપર મૂક્યા છે ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ ગુજરાતમાં સાઉથ આફ્રિકાથી વધુ દેશોનું ડેલિગેશન ગુજરાતમાં આવતું હોય છે. etv ભારત દ્વારા કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના નવા નિયમો અંગેની પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જે બાબતે રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ જવાબ આપતા જણાવ્યું હતું કે ડેલિગેશન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના નવા નિયમો ફરજિયાત રીતે પાલન કરવાના રહેશે. આજે પણ ડેલિગેટ્સ (Foreign delegations) આવશે તેઓએ સાત દિવસ ક્વોરન્ટીન સુધી રહેવું પડશે અને ફરીથી રિપોર્ટ કર્યા બાદ જો નેગેટિવ રિપોર્ટ આવશે તો જ જે-તે ડેલિગેશન વાઇબ્રન્ટ ગુજરાતમાં (VGGS 2022 ) હાજર રહી શકશે.
રાજ્યમાં છેલ્લા 1 વર્ષથી અનેક ફાઈલો પેન્ડિંગ
રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી પેન્ડિંગ છે હજી સુધી કોઈ ચુકાદા આવ્યાં નથી અથવા તો નિર્ણય કરવામાં આવ્યા નથી. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં તમામ પ્રધાનો અને તમામ જે તે વિભાગના અધિકારીઓને ખાસ સુચના અને ટકોર કરી હતી કે છેલ્લા એક વર્ષમાં જેટલી પણ ફાઈલ ક્લીયર થઈ નથી તે વહેલામાં વહેલી તકે તૈયાર કરવામાં આવે જેથી પટેલ કામ પૂર્ણ થઈ શકે. આમ તમામ વિભાગને વહેલામાં વહેલી તકે ફાઈલો પેન્ડિગ સોલ્વ કરવાની સૂચના આપવામાં આવી છે.