- પાટણથી 4 વખત રહી ચૂક્યા છે સાંસદ
- ભાઇ નરેશ કનોડિયાની બિમારીનો લાગ્યો આઘાત
- છેલ્લા છ વર્ષથી બીમાર હતા
ગાંધીનગર: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત ગાયક તેમજ વીતેલા જમાનાના સુપર સ્ટાર નરેશ કનોડિયાના ભાઇ મહેશ કનોડિયાનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેમના નિધનના સમાચાર મળતાં જ ગાંધીનગરમાં સેક્ટર 8 ખાતે આવેલા તેમના નિવાસસ્થાને પૂર્વ કેબિનેટ પ્રધાન રમણલાલ વોરા, સમાજના આગેવાનો સહિતના સગા સંબંધીઓ ઉમટી પડ્યા હતા.
આખી જિંદગી સાથે જીવનાર મહેશ-નરેશની જોડી તૂટી, અંતિમ સમયે ભાઈ મોઢું જોઈ નહિ શકે 32 અલગ અલગ કલાકારોના અવાજમાં ગાતા હતા
પાટણ જિલ્લાના કનોડા ગામના મહેશ કનોડિયાનો જન્મ 27 જાન્યુઆરી 1937ના રોજ થયો હતો. વિદેશની ધરતી પર પર્ફોર્મ કરનારા તેઓ પ્રથમ કલાકાર હતા. તેઓ 32 અલગ અલગ કલાકારોના અવાજમાં ગાતા હતા. લોકસભામાં પાટણ બેઠક પરથી તેઓ 4 વખત ચૂંટાઈ આવ્યા હતા.
આખી જિંદગી સાથે જીવનાર મહેશ-નરેશની જોડી તૂટી, અંતિમ સમયે ભાઈ મોઢું જોઈ નહિ શકે નરેન્દ્ર મોદીએ પોતાની ખુરશીમાં બેસાડ્યા હતા
નરેશ કનોડિયાના પુત્ર અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ આ અંગે મીડિયાને જણાવ્યું હતું કે, આજે સાંજે સેક્ટર 30માં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમને મારા પિતા નરેશ કનોડિયાની તબિયત બગડવાનો આઘાત લાગ્યો છે. કોરોનાને કારણે વધુ લોકો એકઠા ન થાય એ રીતે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે. મોદીજીએ એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં તેઓ જ્યારે તત્કાલીન મુખ્યપ્રધાન હતા ત્યારે પોતાની ખુરશીમાં એમને બેસાડ્યા હતા.
નિવાસસ્થાને જ ચાલી રહી હતી સારવાર
મહેશ કનોડિયા છેલ્લા છ વર્ષથી બિમાર હતા, માંદગીના કારણે સારવાર પણ તેમના નિવાસસ્થાને જ કરવામાં આવતી હતી. ત્યારે એક વખત મહેશકુમાર એન્ડ પાર્ટી દ્વારા હિન્દી ફિલ્મનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ તે ચાલી ન હતી. મહેશ કનોડિયાના પત્ની ઉમાબેનનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું તેમણે પરિવારમાં એક દીકરી છે જેનો સુરતમાં પરણાવવામાં આવેલી છે તે દીકરીને પણ એક દીકરી છે જે હાલમાં સુરત ખાતે જ રહે છે.
ભાઇ પ્રત્યે હતો અત્યંત પ્રેમ
બંને ભાઇઓની સંગીતમય બેલડીએ નાની ઉંમરથી જ સ્ટેજ પર્ફોમન્સ આપવાનું શરૂ કરી દીધું હતું. ગુજરાતી ફિલ્મ જગતની અનેક ફિલ્મોમાં તેમણે સાથે કામ કરી નામના મેળવી હતી. જિંદગીની સફરમાં હંમેશા એકબીજાનો સાથ નિભાવનાર આ જોડી હવે ખંડિત થઇ છે. તેમાં પણ ખેદની વાત એ છે કે નરેશ કનોડિયા પણ હાલ યુએન હોસ્પીટલમાં સારવાર હેઠળ હોવાથી મોટાભાઈની અંતિમ ક્રિયામાં હાજર નહીં રહી શકે.