ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં વાહન ચોરો બેફામ, સેક્ટર-11માંથી બાઇક ચોરાઈ - ગાંધીનગરપોલીસ

ગાંધીનગર શહેરમાં તસ્કરો હવે છપ્પનની છાતી કરીને ચોરી કરી રહ્યાં છે. પોલીસનો ડર પહેલેથી જ રહ્યો નથી. હવે તો CCTVને પણ ગણકારતા નથી. સેક્ટર-11માં આવેલા ફોનવાલે દુકાન ત્રણ મિનિટ મહેનત કરીને ધોળા દિવસે ct100 બાઇકની ઉઠાંતરી કરવામાં આવી હતી.

cctv
ગાંધીનગર

By

Published : Aug 16, 2020, 2:21 PM IST

ગાંધીનગર: શહેરમાં તસ્કરો હવે છપ્પનની છાતી કરીને ચોરી કરી રહ્યાં છે. પોલીસનો ડર પહેલેથી જ રહ્યો નથી. હવે તો CCTVને પણ ગણકારતા નથી. સેક્ટર-11માં આવેલા ફોનવાલે દુકાન ત્રણ મિનિટ મહેનત કરીને ધોળા દિવસે ct100 બાઇકની ઉઠાંતરી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ગાંધીનગર પાસે આવેલા કોલવડા ગામમાં રહેતા ભરતસિંહ ભરતસિંહ વાઘેલા પોતાની માલિકીનું ct 100 બાઈક નંબર GJ18 DA 6357 લઈને સેક્ટર 11માં આવેલી દુકાનમાં નોકરી ગયા હતાં.

પાટનગરમાં CCTV વચ્ચે વાહન ચોરો બેફામ, સેક્ટર 11માંથી બાઇક

ભરતસિંહનો નોકરીનો પ્રથમ દિવસ હતો, ત્યારે બાઇક દુકાનની સામે જ પાર્કિંગ કર્યું હતું. પરંતુ નોકરીથી છૂટી ઘરે જવા માટે બાઈકને લેવા જતા જોવા મળી ન હતી અને ત્યારબાદ દુકાનમાં રહેલા CCTV જોવામાં આવતા બાઇકને અજાણે ત્રણ લોકો તોડીને લઈ ગયા હોવાનું જોવા મળ્યું હતું. નોકરીના પ્રથમ જ દિવસે બાઈક ચોરી થતા ભરતસિંહ મુશ્કેલીમાં મુકાય ગયા હતા.

આ બનાવની ફરિયાદ સેકટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ સેક્ટર 24માંથી એક બાઇકની ઉઠાંતરી કરી હતી. જેનો વીડિયો સામે આવ્યો હતો તે ઉપરાંત ઉદ્યોગ ભવનમાં સરકારી સ્કોર્પિઓ કાર ચોરાઇ છે તે પણ હજુ પકડાઈ નથી. આવા સમયે ગાંધીનગર શહેરમાં વાહન ચોરીનું પ્રમાણ વધી ગયું છે. CCTV વચ્ચે પણ વાહન ચોર પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવું જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details