ગુજરાત

gujarat

ETV Bharat / city

Vaccine drive from 3 to 9 January 2022 : આરોગ્ય અગ્રસચિવે કરી બાળકો માટે વેકસીન કાર્યક્રમ શરૂ કરવા ઉચ્ચસ્તરીય સમીક્ષા

3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી 2022 સુધી રાજ્યમાં બાળકો માટે રસીકરણ ડ્રાઈવ યોજાશે. જે ઉપલક્ષમાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હાઈલેવલ બેઠક યોજી આયોજનની સમીક્ષા (Vaccine drive from 3 to 9 January 2022) કરવામાં આવી હતી.

Vaccine drive from 3 to 9 January 2022 : આરોગ્ય અગ્રસચિવે કરી બાળકો માટે વેકસીન કાર્યક્રમ શરૂ કરવા ઉચ્ચસ્તરીય સમીક્ષા
Vaccine drive from 3 to 9 January 2022 : આરોગ્ય અગ્રસચિવે કરી બાળકો માટે વેકસીન કાર્યક્રમ શરૂ કરવા ઉચ્ચસ્તરીય સમીક્ષા

By

Published : Jan 1, 2022, 7:36 PM IST

ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં 15 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણની જાહેરાત કરી છે. તેને ધ્યાનમાં લઈને આજથી સમગ્ર દેશમાં બાળકોને રસી (Vaccine Program For Children) આપવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે ગુજરાત સરકારની કામગીરીની વાત કરવામાં આવે તો આજે રાજ્યના મુખ્ય આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં તમામ કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજીને આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં બાળકોને વહેલામાં વહેલી તકે બાળકોનું રસીકરણ કાર્ય પૂર્ણ થાય તે રીતનું આયોજન (Vaccine drive from 3 to 9 January 2022) કરવામાં આવ્યું છે.

મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હાઈલેવલ બેઠક

સ્કૂલ કોલેજમાં થશે વેકસીનેશન

આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકો માટેની રસીકરણની પ્રક્રિયા (Vaccine Program For Children) હાથ ધરવામાં આવશે. જેમાં રાજ્યની શાળાઓ કોલેજો, ITI જેવી જગ્યા ઉપર રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે, જેથી વધુમાં વધુ બાળકોને કોરોનાની રસી આપી શકાય. આ ઉપરાંત જે બાળકો શાળા અને કોલેજ જતાં નથી તેવા બાળકોને પણ આરોગ્ય વિભાગના CHC, PHC સેન્ટરની મદદથી તમામ બાળકોને ગોતીને પણ ઘરે જઈને રસીકરણ (Vaccine drive from 3 to 9 January 2022) કરવામાં આવશે, જ્યારે એક વાયલ માંથી 10 જેટલા બાળકોને રસી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Vibrant Gujarat Summit 2022: હવે મોટા પ્રમાણમાં લોકો આવે તો પણ વાંધો નહીં, આઇસોલેશન અને ટેસ્ટીંગ ડોમ તૈયાર

વાલી અથવા શિક્ષકોના ફોન નંબરનો થશે ઉપયોગ

મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે બાળકોના રસીકરણ (Vaccine Program For Children) માટે બાળકોના માતાપિતાના મોબાઈલ નંબર અથવા સગાસંબંધીના મોબાઈલ નંબર પોર્ટલ ઉપર રાખવામાં આવશે. જો તે પણ શક્ય નહીં હોય તો જે તે વિદ્યાર્થીના શિક્ષકનો અથવા તો પ્રિન્સિપલના નંબરનો ઉપયોગ કરીને બાળકનું વહેલી તકે રસીકરણ (Vaccine drive from 3 to 9 January 2022) કરી દેવામાં આવશે. આમ કોઈ પણ પ્રકારની સમસ્યા વગર વધુમાં વધુ ઝડપથી બાળકોને રસીકરણ કરવામાં આવશે.

3 થી 9 જાન્યુઆરીથી મેગા ડ્રાઇવ
અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે ત્રણ તારીખથી સમગ્ર રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણની (Vaccine Program For Children) પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં 3 તારીખથી 9 જાન્યુઆરી સુધી મેગા ડ્રાઇવનું આયોજન (Vaccine drive from 3 to 9 January 2022) કરવામાં આવ્યું છે, જ્યારે સાત જાન્યુઆરીના રોજ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 35 લાખ જેટલા બાળકો રસીને પાત્ર છે. ત્યારે આ સાત દિવસની અંદર જ રાજ્યમાં વધુમાં વધુ બાળકોનું રસીકરણ થઈ જાય તેવી રીતનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Demand Of Vaccine Dose 2022 : રાજ્યમાં 26.90 લાખ ડોઝ ઉપલબ્ધ, 20 લાખ ડોઝની કેન્દ્ર પાસે કરાઈ માગ

60 વર્ષ નાગરિકોને વેકસીનનો બુસ્ટર ડોઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 60 વર્ષથી વધુની ઉંમરના નાગરિકો માટે રસીકરણનો બુસ્ટર ડોઝ (Booster Dose 2022 in Gujarat) આપવાની જાહેરાત કરી છે તે બાબતે મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં 13 થી 14 લાખ 60 વર્ષથી વધુ જૂના નાગરિકો છે. કે જેઓ કોમોર્બીડ છે તેવા તમામ લોકોને કોરોના બુસ્ટર ડોઝ આપવામાં આવશે. આ બુસ્ટર ડોઝ આપતી વખતે કોઈપણ પ્રકારના સર્ટિફિકેટની જરૂર પડશે નહીં. આ ઉપરાંત 39 અઠવાડિયા પૂર્ણ થતા બાકીના નાગરિકોને પણ બુસ્ટર ડોઝ આપવામાં આવશે. જ્યારે કોરોના વોરિયર્સને પણ 10 જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર પાસે અત્યારે કુલ 35 લાખ જેટલા કોરોના રસીના ડોઝ પડ્યા છે જ્યારે હજુ પણ 20,00000 ડોઝની કેન્દ્ર સરકાર પાસે કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details