- રાજ્યમાં એક દિવસ Vaccination બંધ રહેશે
- મમતાદિનની ઉજવણી નિમિતે Vaccination બંધ, નાના બાળકોને રસી આપવામાં આવશે
- 7 જૂલાઈના રોજ એક પણ નાગરિકોને નહીં મળે વેકસીન
- ફક્ત સરકારી હોસ્પિટલ, સીએચસી, પીએચસી સેન્ટર ખાતે વેકસીનેશન બંધ
ગાંધીનગર: રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે 7 જુલાઈના રોજ માતા અને બાળકના રસીકરણ કરવાનું હોવાથી એટલે કે મમતા દિવસની કામગીરીને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં કોરોનાની રસીકરણની (Vaccination) કામગીરી મોકુફ રાખવામાં આવી છે. આમ રાજ્યમાં નાના બાળકોને અને માતાઓને જરૂરી રસીકરણની કામગીરીને લઈને કોરોના રસીકરણની કામગીરી બંધ કરવામાં આવી છે.
રસીનો ઓછો સ્ટોક હોવાની ચર્ચા
ગુજરાત રાજ્યમાં 7 જુલાઈના રોજ મમતા દિવસની ઉજવણી નિમિત્તે નાના બાળકોને રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારે કોરોનાની રસીકરણના (Vaccination) કાર્યક્રમ પર બંધ રાખવામાં આવ્યાં છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે રાજ્ય સરકાર પાસે પૂરતો સ્ટોક ન હોવાના કારણે કોરોનાનું રસીકરણ બંધ કરાયું છે. આમ એક દિવસ રસીકરણ બંધ થવાથી અને ગણતરીના કલાકોમાં બીજો નવો સ્ટોક આવવાના કારણે ગુરુવારે ફરીથી ઝડપી વેકસીનેશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- આ પણ વાંચોઃ Vaccination campaign: ગીર-સોમનાથ જિલ્લામાં ફકત પાંચ રસીકરણ કેન્દ્ર હોવાથી લોકોને કરવી પડી રઝળપાટ
જિલ્લામાં 3 લાખ રસીનો સ્ટોક આવશે
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓ માટે પ્રતિ જિલ્લા ત્રણ લાખથી વધુનો સ્ટોક આવવાની તૈયારીમાં છે. ત્યારે જે રીતે અત્યારે રસીના (Vaccination) અભાવની ફરિયાદ સામે આવી રહી છે. ત્યારે નવો સ્ટોક આવવાને કારણે આ ફરિયાદોનું પણ નિરાકરણ આવી જશે.