ગુજરાત

gujarat

ETV Bharat / city

Vaccination of children in Gujarat 2022: રાજ્યમાં 15થી 18 વર્ષના 16,29,058 બાળકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો - Vaccination of Ahmedabad children

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 25 ડિસેમ્બરના રોજ દેશમાં 15 વર્ષથી 18 વર્ષના બાળકો માટે રસીના પ્રથમ ડોઝની જાહેરાત કરાઈ હતી, ત્યારે ગુજરાત સરકાર દ્વારા (Vaccination of children in Gujarat 2022) 3 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી કુલ 16 લાખથી વધુ બાળકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે.

Vaccination of children in Gujarat 2022:  રાજ્યમાં 15થી 18 વર્ષના કુલ 16,29,058 બાળકોને રસીનો ડોઝ અપાયો
Vaccination of children in Gujarat 2022: રાજ્યમાં 15થી 18 વર્ષના કુલ 16,29,058 બાળકોને રસીનો ડોઝ અપાયો

By

Published : Jan 8, 2022, 6:28 PM IST

ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં કોરોના ત્રીજી લહેરની (Third wave of corona) શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ભારત દેશમાં બાળકોને કોરોના થતા રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 25 ડિસેમ્બરના રોજ દેશને સંબોધન દરમિયાન બે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં દેશમાં 15 વર્ષથી 18 વર્ષના બાળકો માટે રસીના પ્રથમ ડોઝની જાહેરાત કરાઈ હતી. ઉપરાંત 60 વર્ષથી વધુના ઉંમરના નાગરિકો માટે બુસ્ટર ડોઝની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત સરકારે (Vaccination of children in Gujarat 2022) 3 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી કુલ 16 લાખથી વધુ બાળકોને રસીકરણના ડોઝ આપીને સુરક્ષિત કર્યા છે.

રાજ્યમાં 15થી 18 વર્ષના કુલ 16,29,058 બાળકોને રસીનો ડોઝ અપાયો

ક્યાં જિલ્લામાં સૌથી વધુ રસીકરણ

ગુજરાત રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ શહેરમાં સૌથી વધુ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં (Vaccination of Ahmedabad children) બાળકોની સંખ્યા પણ વધુ છે ત્યારે આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) વિસ્તારમાં 15 થી 18 વર્ષના કુલ 2,99,618 બાળકો નોંધાયા છે જેંમાંથી 1,22,600 બાળકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે સૌથી ઓછું રસીકરણ ડાંગ જિલ્લામાં 20633 બાળકોમાંથી ફક્ત 5728 બાળકોને રસી આપવામાં આવી છે.

જિલ્લા કુલ સંખ્યા પ્રથમ ડોઝ

જિલ્લા બાળકોની કુલ સંખ્યા પ્રથમ ડોઝ
જૂનાગઢ કોર્પોરેશન 16585 12110
નવસારી 56931 36661
દેવભૂમી દ્વારકા 38109 24405
પોરબંદર 28,885 18388
સુરત 67174 41608
જૂનાગઢ 51893 32020
ગાંધીનગર કોર્પોરેશન 19792 11993
મહેસાણા 109218 63196
આણંદ 108848 62580
રાજકોટ કોર્પોરેશન 81667 46834
અરવલ્લલી 64394 36140
ભાવનગર કોર્પોરેશન 39259 21567
રાજકોટ 95533 52189
અમદાવાદ કોર્પોરેશન 299618 122600
બરોડા 80243 42033
ગીરસોમનાથ 61111 31536
બરોડા કોર્પોરેશન 96660 48976
પાટણ 81921 41383
બોટાદ 41643 20241
ગાંધીનગર 73706 35428
સુરત કોર્પોરેશન 234424 112091
સાબરકાંઠા 95291 45144
મહીસાગર 66932 31633
જામનગર કોર્પોરેશન 35260 16296
નર્મદા 34622 15658
સુરેન્દ્રનગર 92181 41623
અમરેલી 79653 35569
ભરૂચ 93367 41612
મોરબી 60418 26553
કચ્છ 149200 65443
તાપી 36380 15502
વલસાડ 91346 38422
અમદાવાદ 105568 43648
જામનગર 52579 21547
ભાવનગર 100421 40703
ખેડા 128668 50892
બનાસકાંઠા 218101 85221
છોટાઉદેપુર 65177 22755
પંચમહાલ 109759 33156
ડાંગ 20633 5728
દાહોદ 174930 37974
ટોટલ 35,58,000 16,29,058

હજુ 19,28,942 બાળકો રસીકરણમાં બાકી

સમગ્ર રાજ્યમાં 15થી 18 વર્ષના કુલ બાળકોની સંખ્યા આરોગ્ય વિભાગના (Gujarat Health Department) પ્રમાણે 35,58,000 છે, જેમાંથી 6 જાન્યુઆરી સુધી 16,29,058 બાળકોને રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે હજુ પણ રાજ્યમાં 19,28,942 બાળકોનું રસીકરણ બાકી છે, જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 9 જાન્યુઆરી સુધીમાં તમામ બાળકોનું રસીકરણ પૂર્ણ થાય તે રીતનું પણ આયોજન કર્યું છે.

આ પણ વાંચો:

Corona Vaccination for Children:આજથી 15થી 18 વર્ષનાં બાળકોને રસી આપવાની શરૂ, આણંદ 15થી 18 વર્ષનાં બાળકોને આપવમાં આવી રસી

Covid 19 Vaccination: 15થી 18 વય જૂથનું રસીકરણ આજથી થશે શરૂ, સાત લાખ બાળકોનું થયું રજીસ્ટ્રેશન

ABOUT THE AUTHOR

...view details