- આજથી રાજ્યમાં 18 વર્ષ સુધીના યુવાઓ માટે રસીકરણની પ્રક્રિયા શરૂ
- ગાંધીનગરમાં મોટી સખ્યામાં યુવાઓ રસી લેવા પહોંચ્યા
- યુવાઓએ લોકોને રસી લેવા માટે કરી અપીલ
ગાંધીનાગર: કોરોના સામે સમગ્ર ભારત જંગ લડી રહ્યો છે. કોરોનાની બીજી લહેક પહેલી લહેર કરતા વધુ ઘાતક છે અને એવામાં દેશ-રાજ્યમાં સંસાધનની કમીના કારણે કોરોના દર્દીઓને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ એ હદે ફેલાયું છે કે હોસ્પિટલોમાં બેડ ખાલી નથી જેના કારણે દર્દીઓને સમયસર સારવાર નથી મળતી તો બીજી તરફ કોરોનાની બીજી લહેરમાં કોરોના દર્દીઓને ઓક્સિજન મોટા પ્રમાણમાં જરૂર પડી રહી છે. હાલમાં ઓક્સિજનની કમી પણ રાજ્યના કેટલાક ભાગમાં જોવા મળી રહી છે.
કોરોના મહામારીને નાથવા માટે રસી જ કારગર હથિયાર
કોરોના મહામારીને નાથવા માટે રસી જ એક કારગર હથિયાર છે. દેશમાં તબક્કાવાર રીતે રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે જેમા પહેલા કોરોના વોરીયર્સને રસી આપવામાં આવી હતી પછી 45 વર્ષના વય જૂથને અને આજે 1 મેથી રાજ્યમા યુવા 18 વર્ષ સુધીના લોકોને રસી આપવામાં આવશે.