ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે દેશને સંબોધન (Pm Modi Addresses Nation) કરતા જાહેરાત (Vaccination for children 2022) કરી હતી કે, 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને રસીકરણ (Vaccination of children) કરવાની કામગીરી સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવશે ત્યારે મંગળવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે તમામ રાજ્યના આરોગ્ય સચિવની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઢકમાં બાળકોને રસી કઈ રીતે આપવી, કઈ રીતે તેનુ આયોજન કરવું, 60 વર્ષથી વધુના નાગરિકો અને જે comorbid નાગરિકો છે તેમને રસી કઈ રીતે આપવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
શાળા અને કોલેજોમાં શરૂ થશે રસીકરણ કેમ્પ
વિડીયો કોન્ફરન્સ પૂર્ણ કર્યા બાદ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે (Manoj Agarwal) મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કુલ 35 લાખ જેટલા બાળકો રસીને પાત્ર છે. વર્ષ 2004, 2005 અને 2006માં જન્મ લેનારા બાળકો અત્યારે વ્યક્તિને પાછા ગણવામાં આવી છે. કુલ 34 લાખની આસપાસ બાળકો ગુજરાતમાં છે, જેઓને 3 જાન્યુઆરીથી કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવશે.
બાળકોને કો-વેકસીનના ડોઝ આપવામાં આવશે
કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે બાળકોને કો-વેકસીનના ડોઝ આપવામાં આવશે. આ બાબતે રાજ્યના આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ સાથે પરામર્શ કરીને ખાસ આયોજન કરવામાં આવશે. આવનારા સમયમાં રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં રસીકરણનો કેમ્પ (Vaccination Camps In School Colleges ) યોજીને વધુમાં વધુ બાળકોને રસી આપવાનું આયોજન કરવામાં આવશે.
ઓન ધ સ્પોટ મળશે રસી
મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે 1 જાન્યુઆરીથી બાળકોને રસીકરણ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં જે પહેલા પણ કરવામાં આવ્યું હતું તેવો જ પ્રયોગ બાળકોને રસીકરણમાં પણ કરવામાં આવશે. રસીકરણ કેમ્પસ ખાતે (Vaccination of children on school certificate) આવનારા તમામ બાળકોને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને રસી પ્રાપ્ત કરી શકશે, રાજ્યના બાળકોનુ રસીકરણ વધુમાં વધુ ઝડપથી પૂર્ણ થાય તે માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા.
શાળાના સર્ટી ઉપર આપવામાં આવશે રસી