ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં પતંગ સ્ટોલ શરૂ કરવા લેવી પડશે કોર્પોરેશનની પરવાનગી

ઉત્તરાયણ લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પતંગ સ્ટોલ માટે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જો કોઇપણ વેપારી અથવા તો ખાનગી વ્યક્તિ સરકારી જમીન પર પતંગનું વેચાણ કરવા માટેનો કોઈ પતંગ સ્ટોર ખોલશે, તો તેમને પહેલા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની લેખિત મંજૂરી ફરજિયાતપણે લેવી પડશે.

uttarayan guideline by GMC
uttarayan guideline by GMC

By

Published : Dec 29, 2020, 7:54 PM IST

  • પતંગ સ્ટોલ માટે લેવી પડશે પરવાનગી
  • ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની લેવી પડશે પરવાનગી
  • સરકારી જમીન પર પતંગ સ્ટોલ માટે લેવી પડશે મંજૂરી

ગાંધીનગર : ઉત્તરાયણ લઈને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પતંગ સ્ટોલ માટે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જો કોઇપણ વેપારી અથવા તો ખાનગી વ્યક્તિ સરકારી જમીન પર પતંગનું વેચાણ કરવા માટેનો કોઈ પતંગ સ્ટોર ખોલશે, તો તેમને પહેલા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની લેખિત પરવાનગી લેવી જ પડશે.

5 જાન્યુઆરી સુધી કરવી પડશે અરજી

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારે ખાસ પરિપત્ર બહાર પાડીને 5 જાન્યુઆરી સુધીમાં અરજી કરવાનું સૂચન આપવામાં આવ્યું છે કે, જેમાં અરજીની ફી નિશ્ચિત બેંકમાં જ ભરવી પડશે. આમ ગાંધીનગર શહેર અને જિલ્લામાં ખુલ્લા પ્લોટ કે સરકારી જગ્યા પર પતંગ વેચાણ માટે મંજૂરી લેવી પડશે.

પહેલા જેમ ફાવે તેમ લોકો પતંગ સ્ટોર શરૂ કરી દેતા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર શહેર અને જિલ્લામાં સરકારી જમીન પર લોકો બેફામ રીતે બે રોકટોક રીતે મસમોટા પતંગો સ્ટોલ ઉભા કરી દેતા હતા. કોઈપણ પ્રકારની પરવાનગી લેતા ન હતા અને સરકારી જમીનનો મફતમાં ઉપયોગ કરીને પોતે આર્થિક રીતે ફાયદો લેતા હતા. ત્યારે ભૂતકાળની ઘટનાને ધ્યાનમાં લઈને ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા ખાસ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

ગેરકાયદેસર સ્ટોલ વિરુદ્ધ કાર્યવાહી?

આમ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા તંત્ર દ્વારા પતંગ સ્ટોર શરૂ કરવા માટેની ખાસ પરવાનગી શરૂ કરવામાં આવી છે. જેની નિશ્ચિત પી બેંકમાં જ ભરવી પડશે. જ્યારે પતંગ વેચાણ માટે 5 જાન્યુઆરી સુધીમાં વેપારીઓએ અરજી કરવાની રહેશે. 5 જાન્યુઆરી બાદ કોઈપણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે નહીં અને જો કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર સ્ટોલ ઊભા કરશે. તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details