ગુજરાત

gujarat

ETV Bharat / city

Uttarayan 2022 Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી - આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ઉત્તરાયણની ઉજવણી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Uttarayan Celebration) પોતાના નિવાસસ્થાન ખાતે ઉત્તરાયણ (Uttarayan 2022 Gujarat)ની ઉજવણી કરી હતી. તેઓ આ દરમિયાન લોકોને મળ્યા હતા અને વાતચીત કરી હતી. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે વિસનગર ખાતે પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવી હતી.

Uttarayan 2022 Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2022 Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી

By

Published : Jan 14, 2022, 3:57 PM IST

Updated : Jan 14, 2022, 4:03 PM IST

ગાંધીનગર: 14મી જાન્યુઆરીએ અમદાવાદમાં ઉત્તરાયણ (Uttarayan 2022 Gujarat)ની હર્ષોલ્લાસથી ઉજવણી થતી હોય છે. લોકો વહેલી સવારથી જ ધાબા ઉપર ચડી જતા હોય છે, તે પછી સામાન્ય નાગરિક હોય કે મુખ્યપ્રધાન - ઉત્તરાયણના દિવસે એક વખત પતંગ ચગાવી (Gujarat CM Uttarayan Celebration)ને અનેરો આનંદ લેતા જ હોય છે. આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સવારે જગન્નાથ મંદિર (Jagannath Temple Ahmedabad)ના દર્શન કર્યા બાદ પોતાના નિવાસસ્થાનેથી પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણની ઉજવણી કરી.

આસપાસના લોકોને મળ્યા CM

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના જ નિવાસસ્થાન ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના આડોશી-પાડોશી સાથે પણ વાતચીત કરી હતી અને લોકોને મળ્યા હતા. ત્યારબાદ તેમણે ધાબા પર જઈને ઉત્તયરાણની ઉજવણી કરી હતી.

આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે વિસનગર ખાતેના પોતાના નિવાસસ્થાને ઉત્તરાયણની ઉજવણી કરી.

આ પણ વાંચો:Uttarayan 2022: ભાવનગરવાસીઓએ ફુગ્ગાઓ ખરીદી કરી ઉજવણી

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે વિસનગર પતંગ ચગાવ્યા

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Rushikesh Patel Uttarayan Celebration) મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. વહેલી સવારે સૂર્ય નારાયણની ઉપાસના કરીને આ પવિત્ર દિવસે પ્રધાનશ્રીએ રાજ્યના તમામ નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી, ત્યારબાદ રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ (Corona Guidelines Gujarat) પ્રમાણે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે માસ્ક પહેરી, કોરોના (Corona In Gujarat) ગાઈડલાઈનના પાલન સાથે પોતાના પરિવારજનો સાથે વિસનગર ખાતેના પોતાના નિવાસસ્થાને ઉમંગ અને ઉલ્લાસ સાથે પતંગ ચગાવવાની મોજ માણી હતી.

પરેશ ધાનાણીએ અમરેલીમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં ઉજવણી કરી

અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેઓએ તેમના નિવાસસ્થાન ખાતે પતંગ ચગાવીને ઉજવણી કરી હતી.

આ પણ વાંચો:Uttarayan in Rajkot : રંગીલા રાજકોટમાં ઉત્તરાયણમાં જોવા મળ્યો નિરૂત્સાહ

Last Updated : Jan 14, 2022, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details