ગાંધીનગર: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી માહિતી પ્રમાણે 17 ઓગસ્ટના સવારે છ કલાકની સ્થિતિએ છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 192 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં 95 તાલુકાઓમાં અડધા ઈચ્છતી સાડા પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 79.44 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 132.85 ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં 112.47 ટકા દક્ષિણ ગુજરાત ઝોનમાં 69.31 ટકા પૂર્વ મધ્ય ઝોનમાં 62.03 ટકા અને ઉત્તર ગુજરાતમાં 56.41 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અવિરત વરસાદના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટી 121.92 મીટર પર પહોંચી છે. જેની સાથે જ સરદાર સરોવર ડેમમાં 54.6 ટકા જળસંગ્રહ થયો છે.